home page
ગુજરાત
રાષ્ટ્રીય
આંતરરાષ્ટ્રીય
વ્યાપાર
રમત ગમત
મનોરંજન
આજનું ભવિષ્ય
ફોટો ગેલેરી
લગ્ન વિષયક
પૂર્તિ
તંત્રીને પત્ર
અવસાન નોંઘ
આજ નું કાર્ટુન
પ્રથમ પાનું > ગુજરાત >

જામનગર મનપાના અંદાજપત્રમાંથી પાણી વેરાના ચાર્જની દરખાસ્ત ફગાવાઈ

જામનગર, તા. ૫

જામનગર મ્યુ.કમિશ્નરે આગામી નાણાકીય વર્ષ ૨૦૦૯/૧૦ના અંદાજપત્રમાં પાણી ચાર્જ વધારવાની દરખાસ્ત મૂકી હતી. જેસ્થાયી સમીતીએ ફગાવી દીધી છે. જયારે મીલકત વેરામા ૧૦ ટકા વધારીને મંજૂરી આપી છે.

મ્યુનિ. કમિશનરે રજૂ કરેલી રૂ।. ૬ કરોડની કરવેરા દરખાસ્તોમાં ૬૬ ટકા કાપ મુકતી સ્થાયી સમિતિ

જામનગર મહાનગર પાલીકાની સ્થાયી સમીતીની અંદાજ પત્ર બેઠક આજે બપોરે સ્ટે. કમીટી હોલમાં મળી હતી. મ્યુ. કમીશનરે રજૂ કરેલી રૂ।. ૬ કરોડની કર દરખાસ્તોમાં ૬૬ ટકા કાપ મુકી કરદાતાઓ પર રૂ।. ૨ કરોડ ૧૮ લાખનો કરબોજ રાખવા ઠરાવાયું હતું. જામનગર મહાનગર પાલીકાના ૨૦૦૯-૨૦૧૦ના નાણાકીય વર્ષનું ૨૩૬ કરોડનું અંદાજપત્ર કમીશ્નર દ્વારા ગત સપ્તાહમાં સ્થાયી સમિતી સમક્ષ રજૂ કર્યું હતું. જેમાં પાણી ચાર્જીસમાં ૩૩ ટકા નો વધારો, પ્રોપર્ટી ટેકસના રેઈટ ઓફ પ્રોપર્ટી ટેકસમાં ૧૦ ટકા તેમજ ડ્રેજન ટેકસ અને સોલીડ વેસ્ટ કલેકશન ચાર્જ ૧૦ ટકા કર મળી રૂ।. ૬ કરોડ વધારાનો આર્થીક બોજ કરદાતાઓ ઉપર લાદવા દરખાસ્ત કરી હતી.

જેમાં કનેકશનનો વોટર ચાર્જ જે હાલ રૂ।. ૯૦૦ છે તે વધારીને રૂ।. ૧૨૦૦ કરવા સૂચવેલું તે રૂ।. ૩૦૦૦નો વધારો નામંજુર કરીને રૂ।. ૯૦૦ યથાવત રાખ્યો છે. તેમજ સ્લમ વિસ્તારમાં રૂ।. ૪૦૦ને બદલે ૬૦૦ કરવા સૂચવેલું હતું તે રૂ।. ૨૦૦ તો વધારો નામંજૂર કરી રૂ।. ૪૦૦ યથાવત રાખેલો છે.

આ ઉપરાંત મહાનગર પાલીકા પાણીના સ્ત્રોત સસોઈ- ઉન્ડ વગેરેની વધારાની પાઈપ લાઈનો નાખવા અલગથી પ્રોજેકટ હાથ ધરાશે. જયારે મિલ્કત વેરાની રકમના ૧૦ ટકા નવો ડ્રેનેજ ટેકસ કમિશ્નરે સૂચવાયો હતો, તેમાં ૭ ટકાનો કાપ મૂકી મિલ્કતમાં વાર્ષિક ૩ ટકાના ટેકસ નાખવા સૂચવ્યું છે.

આ ઉપરાંત સોલીડ વેસ્ટ કલેકશન ચાર્જ રહેલા મિલ્કત દીઠ વાર્ષીક ૧૨૦ સૂચવ્યો હતો. તેમાં ૫ ટકા કાપ મૂકી વાર્ષીક રૂ।. ૬૦ ચાર્જ લેવા ઠુકરાવ્યું છે. આમ ૬ કરોડના કરબોજમાં ઘટાડો કરી રૂ।. ૨ કરોડ ૧૮ લાખના કર દરની દરખાસ્ત સમીતીએ પસાર કરી છે.

Copyright   © Gujarat Samachar