સાવરકુંડલા
પંથકના ચાર શખ્સો ૧.૭૬ લાખની જાલી નોટો સાથે ઝડપાયા
સૂરતમાં બનાવટી નોટો
છાપી અમરેલી જિલ્લામાં ધૂસાડવાના રેકેટનો પર્દાફાશ
અમરેલી,
તા. ૫
સુરતમાં બનાવટી ચલણી નોટો
છાપીને અમરેલી જિલ્લામાં ધુસાડવાનું રેકેટ અમરેલી એલ.સી.બી. પોલીસે ઝડપી લઇ સાવરકુંડલા
પંથકના ચાર શખ્સોની રૂા. ૧૦૦ ના દરની રૂા. પોણા બે લાખની કંિમતની બનાવટી ચલણી
નોટોના જથ્થા સાથે ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે. જયારે સુરતના એક પટેલ
શખ્સને પકડવા પોલીસે ચક્રોગતિમાન કર્યા છે.
પીયાવા
પાસે ૪૦ ટકા કમીશનથી બનાવટી નોટો વટાવવા જતા બે કેરિયર ઝડપાયા બાદ વઘુ બેના
નામ ખૂલ્યાઃ મુખ્ય સૂત્રધાર સૂરતનો
અમરેલી
જિલ્લામાં દેશદ્રોહી પ્રવૃત્તિ અંતર્ગત બનાવટી ચલણી નોટોનું રેકેટ ચાલતું હોવાની
બાતમીના આધારે જિલ્લા પોલીસ વડા સંદીપ સીંગની સુચનાથી એલ.સી.બી. પી.એસ.આઇ.
બી.પી. સોનારા સહિતના સ્ટાફે આજે સાવરકુંડલાના પીયાવા નજીકથી મોટર સાયકલ નં. જી.જે.
૧૪ જે. ૪૧૨૧ ઉપર જતા પીયાવા ગામના મનસુખ ધનજી અને લાલજી બચુ નામના બે કોળી શખ્સોને
રૂા. ૧૦૦ના દરની બનાવટી ચલણી નોટ ૧૪૧૩ નંગ કિ. રૂા. ૧૪૧૩૦૦ સાથે ઝડપી લઇ પુછપરછ
કરતા તેઓ ફકત આ માલ ૪૦ ટકા કમીશનથી વટાવવા જતા હતા તે માલ તેને સાવરકુંડલામાં
રહેતા ઘનશ્યામ રામજી પટેલ અને પીયાવાના રણછોડ હરજી કોળીએ આપેલો જે બાતમીના આધારે
પોલીસે ઘનશ્યામના ઘરેથી ૨૩૭ અને રણછોડના ઘરેથી રેઇડ પાડી ૧૧૦ બનાવટી નોટો પકડી
પાડી પોલીસે તેની પણ ધરપકડ કરી હતી.
તપાસમાં
ઘનશ્યામ પટેલ સુરતમાં રહેતા નરેશ ખોડાભાઇ પટેલના ઘરે આ નોટો છાપવાનું કામ કરતો
તો જે બાતમીના આધારે પોલીસે નરેશને પકડવાના ચક્રોગતિમાન કર્યા છે. પોલીસે
બનાવટી નોટો છાપવાની સાધન સામગ્રી કોમ્પ્યુટર, પ્રિન્ટર, કટર, કાગળ સહિતનો જથ્થો
પણ કબ્જે લીધો છે. કુલ રૂા. ૧,૭૬,૦૦૦ ની બનાવટી ચલણી નોટ અંગે સાવરકુંડલા રૂરલ
પોલીસમાં પોલીસે ફરિયાદ નોંધાવી છે. આજથી એક વર્ષ પહેલા એલ.સી.બી.એ
ચલાલામાંથી પણ જાલી નોટનું રેકેટ પકડી પાડી ત્રણ લાખનો મુદ્દામાલ સાથે ચાર શખ્સોને
રૂા. ૧૦૦૦ ના દરની બનાવટી નોટો સાથે પકડયા હતા.