home page
ગુજરાત
રાષ્ટ્રીય
આંતરરાષ્ટ્રીય
વ્યાપાર
રમત ગમત
મનોરંજન
આજનું ભવિષ્ય
ફોટો ગેલેરી
લગ્ન વિષયક
પૂર્તિ
તંત્રીને પત્ર
અવસાન નોંઘ
આજ નું કાર્ટુન
પ્રથમ પાનું > ગુજરાત >

ઓનલાઈનમાં ૧-૧-૧૯૦૦ની તારીખનાં સી ફોર્મ ઇશ્યૂ થઈ રહ્યા છે!
વેટના સી ફોર્મની સમસ્યા વેપારીઓનો કેડો મૂકતી નથી

(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ,

રાજ્યની વેટ કચેરી દ્વારા આંતરરાજ્યના વેપાર કરતાં વેપારીઓને ‘સી’ ફોર્મ ઇશ્યૂ કરી એક મહિનાને બદલે ત્રણ મહિના લગાડવામાં આવે છે. પરિણામે કેન્દ્રિય સેલ્સ ટેક્સનો નંબર લીધો હોવા છતાંય તેમણે ન ભરવાનો થતો કેન્દ્રિય વેચાણ વેરો અન્ય રાજ્યના વેપારીને અને તેના માઘ્યમથી અન્ય રાજ્યની સરકારને ચૂકવી આપવો પડે છે. આ સંદર્ભે ચર્ચા કરવા માટે આજે વેપારીઓ સ્પેશિયલ કમિશનર જે. પી. ગુપ્તાને મળ્યા હતા.

એક મહિને ઇશ્યૂ કરવાનાં સી ફોર્મ ત્રણ મહિને ઇશ્યૂ કરાતાં હોવાથી ન ભરવાનો કેન્દ્રિય વેચાણવેરો વેચનાર પાર્ટીર્ને જમા આપવો પડે છે

જોકે તેમને સંતોષજનક પ્રતિભાવ મળ્યો નથી. જુલાઈ મહિનાથી સરકારે ઓનલાઈન સી ફોર્મ ઇશ્યૂ કરવાની સિસ્ટમ દાખલ તો કરી છે, પરંતુ નવેમ્બરના બીજા પખવાડિયાથી સી ફોર્મ મેળવવા વેપારી આલમ માટ અત્યંત કઠિન બની ગયા છે. પરિણામે આંતર રાજ્યના વેપાર કરતાં વેપારીઓએ અન્ય રાજ્યની માલ વેચનાર પાર્ટીઓને કેન્દ્રિય વેચાણવેરો આપી દેવો પડે છે. આ વેચાણવેરાની રકમ રિફંડ તરીકે પાછી મળી શકતી નથી.

બીજી તરફ સીએસટીના રિટર્ન ઓનલાઈન ભરવાની જોગવાઈ ન હોવા છતાંય તમામને ઓનલાઈન રિટર્ન જમા કરાવવાની સૂચના આપવામાં આવી રહી છે. આ અંગે કાયદેસર જોગવાઈ ન કરાઈ હોવાની વેપારી આલમની દલીલને ગ્રાહ્ય રાખવામાં આવતી નથી. તેમને કહી દેવામાં આવે છે કે કાયદો નથી તો કાયદો આવી જશે. તમે ઓનલાઈન રિટર્ન ફાઈલ કરી દો. તેમાંય નવાઈની વાત તો એ છે કે વેપારીઓ ઓનલાઈન રિટર્ન ફાઈલ કરે છે, પરંતુ આ રિટર્નની પહોંચ વેટ કચેરી હાથે લખેલી આપે છે. આ પહોંચ સિક્કો માર્યા વિના જ આપવામાં આવે છે. તેથી ઘટક કચેરી તે રિટર્ન ફાઈલ થયું હોવાનું સ્વીકારતી જ નથી.

ઓનલાઈન સી ફોર્મ જનરેટ કરી શકાય તે માટે તેઓ એક કરોડથી ઓછું ટર્નઓવર ધરાવતા હોય તેવા વેપારીઓને પણ ઓનલાઈન સીએસટીનું રિટર્ન ફાઈલ કરવાની ફરજ પાડવામાં આવી રહી છે. માસિક કે ત્રિમાસિક રિટર્ન ભરતા વેપારીઓ સીએસટી રિટર્ન ૩ (ખ) ભરતા હોવા છતાંય સીએસટી રિટર્નની પહોંચ આપવામાં આવતી નથી. પરિણામે ઓનલાઈન પર સી , એફ અને એચ ફોર્મ મેળવવામાં તકલીફ પડે છે. એફ ફોર્મ બ્રાન્ચ ટ્રાન્સફર અથવા કન્સાઈનમેન્ટ ટ્રાન્સફર માટે છે. તે આપીને વેરો બચાવી શકાય છે. જ્યારે એચ ફોર્મ એક્સપોર્ટ માટે છે. એચ ફોર્મ ભરનાર માલની નિકાસ કરી રહ્યા હોવાનું ફલિત થતાં તેમના પર સ્થાનિક સ્તરના કોઈ જ વેરા લાગુ પડતા નથી.

ઓનલાઈન રિટર્ન ફાઈલ કર્યા પછી સીએસટીના નંબરની અમલની તારીખ ખોટી આવી રહી છે. ઓનલાઈન રિટર્ન ફાઈલ કરનારાઓને મળતા સી ફોર્મમાં સીએસટી નંબરના અમલની તારીખ ૧-૧-૧૯૦૦ દર્શાવવામાં આવી રહી છે. ૨૦સેન્ચુરી કે ૨૦ માઈક્રોન જેવા શરૂઆતમાં આંકડાઓ સાથેના નામ ધરાવતી કંપનીઓના રિટર્ન ઓનલાઈન ફાઈલ કરી શકાતા જ નથી.

Copyright   © Gujarat Samachar