home page
ગુજરાત
રાષ્ટ્રીય
આંતરરાષ્ટ્રીય
વ્યાપાર
રમત ગમત
મનોરંજન
આજનું ભવિષ્ય
ફોટો ગેલેરી
લગ્ન વિષયક
પૂર્તિ
તંત્રીને પત્ર
અવસાન નોંઘ
આજ નું કાર્ટુન
પ્રથમ પાનું > ગુજરાત >

શિક્ષિત બેકારોને વિદેશમાં નોકરીની લાલચ આપી ઠગનારના જામીન રદ

(પ્રતિનિધિ દ્વારા) સુરત, ગુરુવાર

શિક્ષિત બેકાર યુવાનોને વિદેશમાં નોકરી અપાવવાની લાલચ આપીને ગુનાઈત ઠગાઈનો કારસો રચનાર આરોપીએ કરેલી જામીન મુક્તિની માંગને આજરોજ ફાસ્ટ ટ્રેક કોર્ટના એડીશ્નલ સેશન્સ જજ વી.કે.શાહે નામંજુર કરતો હુકમ કર્યો હતો.

હાઈકોર્ટે જામીન મુક્ત કરવા છતાં ૪.૮૧ લાખ જમા નહીં કરાવતા આરોપી જેલવાસ ભોગવી રહ્યો છે

પ્રાપ્ત વિગતો મુજબ આજથી આઠેક વર્ષ પહેલાં મહીધર પુરા પોલીસે બેકાર શિક્ષિત યુવાનોને વિદેશમાં નોકરી અપાવવા ની લાલચ આપીને બોગસ દસ્તાવેજોના આધારે નાણાં પડાવી ઠગાઈ કરવાના કારસા અંગે આરોપી ડેવિડ ઓરીકલની ધરપકડ કરી જેલ હવાલે કર્યો હતો.સહ આરોપીઓ બાબુ રાઘવન, જેકશન જ્યોર્જ, ટકસ ઉર્ફે જેરી જોન્સન, જયંતિ ડાહ્યા પંડા વગેરેએ એકબીજાના મેળા પિપણામાં વર્ષ-૨૦૦૫માં સુરત નવનીધિ કોમ્પ્લેક્ષમાં ઈન્ટર નેશનલ લંિક કંપનીમાં અસંખ્ય બેરોજગાર યુવાનો ને વિદેશમાં નોકરી અપાવવાની લાલચે રૂ.૧૦ થી ૧૫ હજાર ખંખેરીને દિલ્હી ખાતેની કંપનીમાં ઈન્ટરવ્યૂ અપાવીને ઠગાઈનો કારસો રચ્યો હતો.

આ કેસમાં છેલ્લાં પાંચેક વર્ષથી જેલવાસ ભોગવતા આરોપી ડેવિડ ઓરેકલને હાઈકોર્ટે રૂ.૪.૮૧ લાખ જમા કરાવ્યેથી શરતી જામીન પર મુક્ત કરતો હુકમ કર્યો હતો.જો કે આરોપીએ હાઈકોર્ટની ઉપરોક્ત શરતો મુજબ નાણાં જમા નહીં કરાવતા જામીન મુક્ત થયો નહોતો.તદુપરાંત ચાર્જ ફ્રેમ થયા બાદ ૬૦ દિવસમાં પુરાવો શરૂ ન થતાં આ કેસમાં ફક્ત એક જ સાક્ષીની જુબાની થઈ હોઈ આરોપીએ ફરીવાર જામીન મુક્ત કરવા માંગ કરી હતી.જેને કોર્ટે આજરોજ નકારી કાઢી હતી.

Copyright   © Gujarat Samachar