પોલીસ
કર્મીઓની ઉદાસીનતાને પગલે ઉમરા
પોલીસ મથકમાં ચાલતી ડીસ્પેન્સરી આખરે બંધ કરાઇ (પ્રતિનિધિ
દ્વારા) સુરત, ગુરૂવાર સુરત પોલીસમાં
ફરજ બજાવતા પોલીસ કર્મીઓ તેમજ તેમના પરિવારજનોને આરોગ્ય સંબંધિત સુવિધાઓ
સરળતાથી અને નજીવા દરે મળી રહે તે માટે કે.પી. સંઘવી ચેરીટેબલ ટ્રસ્ટે ઉમરા પોલીસ
મથકમાં ડીસ્પેન્સરી શરૂ કરી હતી પરંતુ સવાર - સાંજ બે ડોકટર સહિત આખો સ્ટાફ ત્યાં હાજર
રહેતો હતો છતાં પોલીસ કર્મીઓ અને પોલીસ અધિકારીઓની ઉદાસીનતાને પગલે
આ ડીસ્પેન્સરી બંધ કરવી પડી છે. સરળતાથી
નજીવા દરે મળતી તબીબી સેવાનો લાભ લેવા કોઇ પોલીસ પરિવાર આવતા નહોતા પ્રજાના
સહયોગથી સાતેક વર્ષ અગાઉ બાંધવામાં આવેલા ઉમરા પોલીસ મથકને જે તે સમયે માત્ર
પોલીસ સ્ટેશન નહીં પણ પોલીસ અને પ્રજા વચ્ચેનો સેતુ બનાવવા પ્રયાસ કરાયો હતો. તે માટે
પોલીસ સ્ટેશનમાં લાયબ્રેરી, જીમ્નેશીયમ, કેન્ટીન, એ.ટી.એમ. કોન્ફરન્સ હોલ અને ડીસ્પેન્સરીની
સેવા પણ રાખવામાં આવી હતી. તે અંતર્ગત
ડીસ્પેન્સરીનું સંચાલન શ્રી અંબિકાનિકેતન મેડીકલ ટ્રસ્ટ સંચાલિત શ્રી કે.પી. સંઘવી ચેરીટેબલ
ટ્રસ્ટ પરિવારને સોંપવામાં આવ્યું હતું. સુરત પોલીસના કર્મચારીઓ અને તેમના પરિવારના
સભ્યોને નજીવા દરે તમામ પ્રકારની સારવાર મળી રહે તે માટે ટ્રસ્ટે સોમવારથી શનિવાર
સુધી બે એમ.બી.બી.એસ. ડોકટર, કંપાઉન્ડર, આયા, સ્વીપર સહિતનો સ્ટાફ ત્યાં મુકયો
હતો. શરૂઆતના સમયમાં આ ડીસ્પેન્સરીનો
લાભ પોલીસ કર્મીઓ અને તેમના પરિવારજનોએ લીધો હતો પરંતુ ધીમે ધીમે
આ સંખ્યા ઘટવા માંડી હતી. છેલ્લા કેટલાક સમયથી આખા દિવસમાં માંડ બેથી ત્રણ પેશન્ટ
સારવાર માટે આવતા હતા. પોલીસ કર્મચારીઓને
લાભ થાય તે આશયથી શરૂ કરાયેલી ડીસ્પેન્સરીમાં જવાને બદલે પોલીસકર્મીઓએ ખાનગી
તબીબોની સારવાર લેવાનું શરૂ કરતા આ સ્થિતિ સર્જાઇ હતી. ટ્રસ્ટે આ અંગે સુરત સીટી પોલીસ
વેલ્ફર એકટીવીટીઝ ટ્રસ્ટના પ્રમુખ પો.કમિ.નું ઘ્યાન દોરી પોલીસ કર્મીઓ ડીસ્પેન્સરીનો
લાભ લે તે માટે રસ દાખવવા જણાવ્યું હતું પરંતુ ઉચ્ચ પોલીસ અધિકારીઓએ
તે દિશામાં કોઇ રસ દાખવ્યો ન હતો. આથી
મેડીકલ ટ્રસ્ટે ગત ડિસેમ્બર માસમાં વઘુ એક વખત પોલીસ વિભાગ પાસે ડીસ્પેન્સરી ચાલુ રાખવા
કોઇ કાર્યવાહી થશે કે કેમ? તેમ પૂછયું હતું પણ પોલીસ વિભાગ તરફથી નકારમાં પ્રત્યુત્તર
મળતા મેડીકલ ટ્રસ્ટના ટ્રસ્ટી મંડળ અને દાતાઓએ સંયુકતનિર્મય લઇ તા. ૧લી ફેબુ્રઆરીથી
ઉમરા પોલીસ સ્ટેશનની ડીસ્પેન્સરી આખરે બંધ કરી દીધી હતી. પોલીસ
વિભાગના ઉચ્ચ અધિકારીઓની તેમજ પોલીસ કર્મીઓની નિષ્ક્રીયતાને પગલે હવે બંધ
થઇ ગયેલી ડીસ્પેન્સરીનો અગાઉ જે કેટલાક ગરીબ પોલીસ પરિવારો લાભ લેતા હતા તેમને પાયાની
સગવડ ગુમાવવાનો વારો આવ્યો છે. |