ફરિયાદીને પાસપોર્ટ પરત આપવાનો ઈન્કાર
કરતો ચીફ કોર્ટનો હુકમ રદ (પ્રતિનિધિ
દ્વારા) સુરત, ગુરુવાર પોતાના માજી
વેવાઈઓ દ્વારા અપહ્યુત કરાયેલા બિન નિવાસી ભારતીયને પાસ પોર્ટ પરત કરવાનો ઈન્કાર કરનાર
ચીફ કોર્ટના હુકમ સામેની રિવીઝનને આજરોજ ફાસ્ટ ટ્રેક કોર્ટના એડીશ્નલ સેશન્સ જજ વી.કે.શાહે
મંજુર કરીને ચીફ કોર્ટનો વાદગ્રસ્ત હુકમને રદ કરતાં જણાવ્યું હતું કે ગુનાનો
ભોગ બનનાર ફરિયાદીને કોર્ટ ગેરકાયદે ડીટેઈન કરી શકે નહીં. અપહરણનો
ભોગ બનેલા બિનનિવાસી ને કોર્ટ ગેરકાયદે રીતે ડીટેઈન કરી શકે નહીં પ્રાપ્ત
વિગતો મુજબ મૂળ મુંબઈના વતની તથા બ્રિટનમાં વર્ષોથી વસતા ફરિયાદી ભૂપેન્દ્ર કેશવલાલ
ધોરાજીયાના કાકા ભીખા લાલ મેવાડાનું ગઈ તા.૧૨-૧૧-૦૮ના રોજ અઠવાલાઈન્સ સ્થિત લાલ
બંગલા પાસેથી આરોપી માજી વેવાઈઓના કુટુંબીજનોએ કૌટુંબિક તકરારની અદાવત
રાખીને માર મારી અપહરણ કરી જઈને લુંટી લીધા હતા. આ કેસમાં ઉમરા પોલીસે વરાછા
રોડ સ્થિત જવાહર નગર સોસાયટીમાં રહેતા આરોપી મનુ હસમુખરાય કામદાર, દિપક
હસમુખરાય સહિત અન્ય આરોપીઓની સામે કાયદેસરની કાર્યવાહી કરીને આરોપીએ પાસેથી
ગુનાના કામે મુદ્દામાલ પેટે ફરિયાદીનો વિદેશનો પાસપોર્ટ જમા લીધો
હતો. આથી ભોગ બનનારના ભીખાલાલ મેવાડાએ
પોતાનો પાસપોર્ટ પરત કરવા માટે પોતાના ભત્રીજાને પાવર ઓફ એટર્ની લખી આપતાં ચીફ
કોર્ટ સમક્ષ કરેલી પાસપોર્ટ પરત કરવાની માંગને કોર્ટે નકારી કાઢી હતી.જેથી નીચલી કોર્ટના
હુકમથી નારાજ થઈને ફરિયાદીએ તેની કાયદેસરતાને સેશન્સ કોર્ટમાં રિવીઝન કરીને
પડકારી હતી.જેની સુનાવણી દરમિયાન આરોપીઓ તરફે વાંધા અરજી કરાઈ હતી.જે
મુજબ ફરિયાદી વિદેશમાં વસતા હોઈ ટ્રાયલમાં હાજર રહે તેમ નથી. જેથી
પાસપોર્ટ પરત નહીં કરવા માંગ કરી હતી.અલબત્ત કોર્ટે રેકર્ડ પરના પુરાવા તથા બચાવપક્ષની
રજૂઆતને ગ્રાહ્ય રાખી નીચલી કોર્ટનો વાદગ્રસ્ત હુકમ ગેરકાયદે હોઈ રદ
કર્યો હતો.કોર્ટે જણાવ્યું હતું કે આરોપી યુ.કેના સીટીઝન છે.ભારતમાં તેમના વિઝા
તા.૨૧-૧૦-૦૮થી ૨૬-૪-૦૯ સુધીના છે.જે મલ્ટીપલ એન્ટ્રીની સુવિધા ધરાવે
છે પરંતુ શરત મુજબ ભારતમાં તેમની વિઝીટ ૧૮૦ દિવસથી વઘુ ન હોવી જોઈએ.જો ૧૮૦
દિવસથી તેમનું રોકાણ ભારતમાં થાય તો ગેરકાયદે રોકાણ ગણાય.જેથીચીફ કોર્ટે
ગેરકાયદે રીતે ભારતમાં રહેવા માટે ભોગ બનનાર બિન નિવાસીને ડીટેઈન કરી શકે નહીં. |