home page
ગુજરાત
રાષ્ટ્રીય
આંતરરાષ્ટ્રીય
વ્યાપાર
રમત ગમત
મનોરંજન
આજનું ભવિષ્ય
ફોટો ગેલેરી
લગ્ન વિષયક
પૂર્તિ
તંત્રીને પત્ર
અવસાન નોંઘ
આજ નું કાર્ટુન
પ્રથમ પાનું > ગુજરાત >

બલેશ્વરની સંસ્કાર વિદ્યાસંકુલમાં ધો. ૫ના વિદ્યાર્થીનું રહસ્યમય મોત

બારડોલી, ગુરૂવાર

પલસાણા તાલુકાના બલેશ્વર ગામે ને.હા.નં. ૮ પર આવેલી સંસ્કાર વિદ્યાસંકુલ ખાતે ધો. ૫માં અભ્યાસ કરતા વિદ્યાર્થીનું ગતરાત્રીએ રહસ્યમય સંજોગોમાં મોત નીપજતા પોલીસે આજે પેનલ કબીબો પાસે લાશનું પરીક્ષણ કરાવી વિસેરા લઇ તપાસ શરૂ કરી છે.

સાંજે મિત્રો સાથે રમીને રૂમમાં ગયેલો વરાછાનો નિકુંજ દિયોરા બેભાન અવસ્થામાં મળ્યા બાદ તબીબે મૃત જાહેર કરતા ચકચાર

પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગત મુજબ બલેશ્વર ગામની સીમમાં ને.હા.નં. ૮ પર સંસ્કાર વિદ્યાસંકુલ શાળા આવેલી છે. શાળામાં અભ્યાસ કરતા બાળકો સંકુલમાં આવેલી હોસ્ટેલમાં રહે છે. હોસ્ટેલમાં રહેતા બાળકો પૈકી ધો. ૫માં અભ્યાસકરતો નિકુંજ ગોરધનભાઇ દિયોરા (ઉ.વ. ૧૦, રહે. ગ્રીનહાઉસ એપાર્ટમેન્ટ, હીરાબાગ, વરાછારોડ, સુરત) ગતરોજ સાંજે છ વાગે અન્ય મિત્રો સાથે રમીને પોતાના રૂમ પર આવ્યો હતો. સાતેક વાગે જમવાના સમયે સાથેના મિત્રોએ નિકુંજને જમવા માટે બોલાવતા નિકુંજે ના પાડી હતી. તમામ વિદ્યાર્થીઓ જમીને રૂમ પર આવ્યા ત્યારે નિકુંજ પથારીમાં બેભાન અવસ્થામાં સુતો હતો.

વિદ્યાર્થીઓએ હોસ્ટેલ સંચાલકને જાણ કરતા બેભાન અવસ્થામાં નિકુંજને કડોદરા ખાતે ખાનગી દવાખાનામાં સારવાર માટે લઇ ગયા હતા. ફરજ પરના તબીબે નિકુંજ દિયોરાને મૃત જાહેર કરતા લાશને પલસાણા સરકારી દવાખાનામાં લઇ જઇ રાત્રીના નવેક વાગે પરિવારજનો અનએ પલસાણા પોલીસને જાણ કરવામાં આવી હતી. મરનાર નિકુંજના કાકા તુલસીભાઇએ હસતા - રમતા નિકુંજના મોત અંગે પોલીસ સમક્ષ શંકા વ્યકત કરી હતી.

પલસાણા પોસઇ ડી.એચ. સોનીએ શાળા સંચાલક જીવરાજભાઇ માગાભાઇ ભાદરકાની જાહેરાત લઇ અકસ્માત મોત નોંધી લાશનું તબીબી પરીક્ષણની કાર્યવાહી હાથ ધરી હતી. દરમ્યાન આજે સવારે પલસાણાના ડો. સીંગ અને કણાવના ડો. સમીરે મરનાર નિકુંજની લાશનું તબીબી પરીક્ષણ કરી જરૂરી વિસેરા લઇ સાયન્ટીફીક પરીક્ષણ માટે એફએસએલ ખાતે મોકલી નિકુંજના રહસ્યમય મોતનું સાચું કારણ જાણવાની કામગીરી હાથ ધરી છે.

Copyright   © Gujarat Samachar