|
મ્યુનિસિપલ કમિશ્નરે
રજુ કરેલા પાલિકાના ડ્રાફ્ટ બજેટ રૂા.૧૩૨ કરોડના
વધારા સાથે ૨૨૬૬ કરોડ રૂપિયાનું મંજુર(પ્રતિનિધિ
દ્વારા) સુરત,ગુરૂવાર સુરત મ્યુનિસિપલ
કમિશ્નરે ૨૧૩૪ કરોડ રૂપિયાનું ડ્રાફ્ટ બજેટ સ્થાયી સમિતિ સમક્ષ રજુ કર્યું હતું. સ્થાયી
સમિતિએ આ બજેટ પર અઢી દિવસની મેરેથોન ચર્ચા બાદ બજેટમાં ૧૩૨ કરોડ રૂપિયાનો
વધારો સુચવ્યો છે. સ્થાયી સમિતિએ આ વધારો કરતાં ૨૨૬૬ કરોડ રૂપિયાનું
બજેટ સામાન્ય સભા સમક્ષ મંજુર કરવા માટે ભલામણ કરી છે. આ સાથે મ્યુનિસિપલ કમિશ્નરે વર્ષ
૨૦૦૮-૦૯નું ૧૬૮૦ કરોડનું રિવાઈઝ બજેટ પણ સ્થાયી સમિતિમાં રજુ કર્યું હતું. જેમાં સ્થાયી
સમિતિએ ૧૦૭ કરોડ રૂપિયાનો ઘટાડો કરીને ૧૬૮૦ રૂપિયાનું રિવાઈઝડ બજેટ મંજુર કર્યું
છે. આ બજેટમાં નવા વિસ્તારના પ્રાથમિક સુવિધાના કામો માટે ૨૯૦ કરોડની ફાળવણી
કરતાં નવા વિસ્તારનો વિકાસ ઝડપી બનશે તેવી આશા સ્થાયી અઘ્યક્ષે વ્યક્ત કરી હતી. વર્ષ
૨૦૦૮-૦૯ના રિવાઈઝડ બજેટમાં સ્થાયી સમિતએ કુલ ૧૦૭ કરોડનો ઘટાડો કરી ૧૪૨૧ રૂાં.નું
બજેટ કર્યું પાલિકા કમિશ્નર એસ. અપર્ણાએ
રજુ કરેલા વર્ષ ૨૦૦૯-૧૦ના ડ્રાફ્ટ બજેટ તથા વર્ષ ૨૦૦૮-૦૯ના રિવાઈઝડ બજેટ માટે સ્થાયી
સમિતમાં અઢી દિવસ ચર્ચા ચાલી હતી. મ્યુનિસિપલ કમિશ્નરે ડ્રાફ્ટ બજેટમાં ૧૨૧૬ કરોડ
રૂપિયાના કેપીટલ કામો રજુ કર્યા હતા. જેમાં ભાજપ શાસકોએ કેટલાક નવા પ્રોજેક્ટ મુકતાં
૬૮ કરોડ રૂપિયાના વધારા સાથે કેપીટલ કામનો આંક ૧૨૮૪ કરોડ રૂપિયા પર પહોંચી
ગયો હતો. સ્થાયી સમિતિ અઘ્યક્ષ મુકેશ
દલાલે પાલિકાના આ બજેટને નવા વિસ્તારના વિકાસવક્ષી તથા ઐતિહાસિક ગણાવ્યું હતું.
દલાલે બજેટ અંગેની માહિતી આપતાં જણાવ્યું હતું કે,વર્ષ ૨૦૦૮-૦૯ના બજેટમાં રેવન્યુ
આવક ૬૦.૬૫ લાખ તથા કેપીટલ આવક ૧૨.૨૬ કરોડનો વધારો કરતાં આ બજેટમાં કુલ
૧૩ કરોડ રૂપિયાનો વધારો થયો છે. આવી જ રીતે રેવન્યુ ખર્ચમાં ૪૮ કરોડનો ઘટાડો
સુચવતાં કુલ્લે ૧૦૭ કરોડ રૂપિયાનો ઘટાડો કરી ૧૪૨૧ કરોડનું બજેટ સામાન્ય સભાની મંજુરી
માટે રજુ કરાશે. આ ઉપરાંત ડ્રાફ્ટ બજેટ અંગે તેઓએ જણાવ્યું હતું કે, મ્યુનિસિપલ
કમિશ્નરે ૨૧૩૪ કરોડ રૂપિયાનું ડ્રાફ્ટ બજેટ રજુ કર્યું હતું તેમાં તાપી નદી પરના
કેબલ સ્ટેઈડ બ્રિજ ઉપરાંત બીજા બે નવા બ્રિજની જોગવાઈ કરવામાં આવી છે. આ ઉપરાંત સુરત
શહેરમાં ટ્રાફિકની સમસ્યામાં ઘટાડો કરવા માટે જુદી જુદી નવ જગ્યાએ ફ્લાય
ઓવર બ્રિજ બનાવવાની જોગવાઈ કરવામાં આવી છે. આવા નવા પ્રોજેક્ટના કારણે કેપીટલ કામોમાં
૬૮ કરોડનો વધારો થયો છે. પાલિકાની
સ્થાયી સમિતિ દ્વારા પાણીના મીટરની નીતિમાં કરવામાં આવેલા ફેરફારના કારણે કેપીટલ આવકમાં
૪.૫૦ કરોડ રૂપિયાનો ઘટાડો થશે. આ ઉપરાંત પાલિકા કર્મચારીઓને છઠ્ઠા પગાર પંચના અમલ
સાથે એરિયર્સનો ખ્યાલ રાખીને રેવન્યુ ખર્ચમાં ૬૫ કરોડ રૂપિયાનો વધારો સુચવવામા
ંઆવ્યો છે. આવા તમામ સુધારા વધારા સાથે મ્યુનિસિપલ કમિશ્નરે રજુ કરેલા
ડ્રાફ્ટ બજેટમાં ૧૩૨ કરોડ રૂપિયાનો વધારો થતાં પાલિકાનું આગામી ડ્રાફ્ટ બજેટ
૨૨૬૬ કરોડનું મંજુર કરી સામાન્ય સભાની મંજુરી માટે ભલામણ કરી છે. બજેટ
અંગેની માહિતી આપતાં મુકેશ દલાલે વઘુમા ંજણાવ્યું હતું કે, પાલિકામાં સમાવિષ્ટ
નવા વિસ્તારની પ્રાથમિક સુવિધા માટે ૨૧૯ કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે.
જેમાં ૧૨૨ કરોડ સ્ટ્રોમ ડ્રેઈન માટે, ૫૫ કરોડ રૂપિયા પાણીની સુવિધા માટે તથા
૪૨ કરોડ રૂપિયા ડ્રેનેજની સુવિધા માટે જોગવાઈ કરવામાં આવી છે. આ ઉપરાંત નવા
વિસ્તારોમાં ઝડપથી પ્રાથમિક સુવિધા થાય તે માટે ઝોન દ્વારા નવા વિસ્તારમાં ૭૬ કરોડ
રૂપિયાની કામગીરી કરવામાં આવશે. જેના કારણે નવા વિસ્તારની પ્રાથમિક સુવિધા માટે
બજેટમાં કુલ્લે ૨૯૦ કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી હોવાથી નવા વિસ્તારના લોકોને
પ્રાથમિક સુવિધા આપવા ઉપરાંત નવા વિસ્તારનો વિકાસ પણ ઝડપી થશે. મ્યુનિસિપલ
કમિશ્નરે રજુ કરેલા ડ્રાફ્ટ બજેટમાં ભાજપ શાસકોએ કેટલાક નવા કામો રજુ કર્યા છે. આ
અંગે સ્થાયી અઘ્યક્ષે જણાવ્યું હતું કે જુના હોપ પુલની જગ્યાએ નવો બ્રિજ બનાવવા માટે
પણ જોગવાઈ કરવામાં આવી છે. આવી જ રીતે સુરતના ઈનર રીંગ રોડને જોડી શકાય તે માટે
જીલાની ટાવરથી ભરીમાતાને જોડતો એક બ્રિજ બનાવવા માટે પણ બજેટમાં સુચન કરવામાં આવ્યું
હતું. આ સાથે બી.આર.ટી.એસ. પ્રોજેક્ટ માટે શહેરી બસ સેવામાં ૨૫ બસોની ખરીદી
માટે ૫ કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. આમ પાલિકાની સ્થાયી સમિતિ દ્વારા બજેટમાં
૧૩૨ કરોડના વધારા સાથે સામાન્ય સભા સમક્ષ૨૨૬૬ કરોડ રૂપિયાનું બજેટ મંજુર કર્યું
છે. |