home page
ગુજરાત
રાષ્ટ્રીય
આંતરરાષ્ટ્રીય
વ્યાપાર
રમત ગમત
મનોરંજન
આજનું ભવિષ્ય
ફોટો ગેલેરી
લગ્ન વિષયક
પૂર્તિ
તંત્રીને પત્ર
અવસાન નોંઘ
આજ નું કાર્ટુન
પ્રથમ પાનું > ગુજરાત >

લોકસભાની ચૂંટણી પૂર્વે
કરજણમાં કોંગ્રેસના સંમેલનમાં લધુમતી કાર્યકરોનો ટાયફો

(પ્રતિનિધિદ્વારા) વડોદરા,ગુરૂવાર

લોકસભાની ચૂંટણી પૂર્વે આજે વડોદરા જિલ્લાના કરજણ તાલુકામાં યોજાયેલા કોંગ્રેસના સંમેલન દરમિયાન લધુમતી કોમના અગ્રણીઓ અને કાર્યકરોએ ભારે હોબાળો મચાવી કાર્યક્રમનો બહિષ્કાર કર્યો હતો. એક તબક્કે પ્રદેશ પ્રમુખે તેઓને મનાવવાના પ્રયાસો કર્યા હતા અને તા.૧૦મીએ અમદાવાદ ખાતે ખાસ બેઠક યોજવાની પણ તૈયારી બતાવી હતી. આમ છતાં લધુમતી કાર્યકરો એકના બે થયા ન હતા અને ભોજન સમારંભનો ત્યાગ કર્યો હતો.

લધુમતી નેતાઓની પત્રિકામાંથી બાદબાકી થતાં ઘેરા પ્રત્યાઘાત ઃ સમારંભનો બહિષ્કાર કર્યો

વડોદરા જિલ્લાના કરજણ તાલુકાનો ભાગ ભરૂચ લોકસભા બેઠકમાં સમાવિષ્ટ થતો હોઇ ચૂંટણીઓ પૂર્વે આજે કરજણ ખાતે પ્રદેશ પ્રમુખની હાજરીમાં યોજાયેલા સંમેલનમાં ભારે ટાયફો થયો હતો.

આજના સંમેલનમાં કેન્દ્રીય રેલરાજ્યમંત્રી ઉપરાંત ભરૂચ બેઠકના ઓબ્ઝર્વર, કરજણ, પાવીજેતપુર, સાવલીના ધારાસભ્યો ઉપરાંત અન્ય આગેવાનો તેમજ હોદેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમની આમંત્રણ પત્રિકામાં વડોદરા જિલ્લા પંચાયતના માજી ઉપપ્રમુખ અને લધુમતી કોમના અગ્રણી સહિત કેટલાક આગેવાનોના નામો નહીં છપાતા ૨૦૦ જેટલા કાર્યકરો અને સરપંચોએ કાર્યક્રમનો બહિષ્કાર કર્યો હતો અને તેમણે બહાર નીકળીને સૂત્રોચ્ચાર કર્યો હતો.

લધુમતી કોમના કાર્યકરોએ તેઓ કોંગ્રેસની સાથે જ છે પરંતુ ભાજપા સાથે મળી ગયેલા અને હોદાઓ પચાવી બેઠેલા આગેવાનોને દુર કરો તેવી માંગણી જારી રાખી હતી.

પ્રદેશ પ્રમુખે કાર્યકરોને તા.૧૦મીએ અમદાવાદ ખાતે ખાસ બેઠક યોજી સાંભળવાની ખાતરી આપી હતી. કાર્યકરો ભોજન સમારંભમાં પણ સામેલ થયા ન હતા.

આમ ચૂંટણીના પડઘમ સાથે જ જૂથબંધીના બનાવો બહાર આવી રહ્યા છે.

Copyright   © Gujarat Samachar