home page
ગુજરાત
રાષ્ટ્રીય
આંતરરાષ્ટ્રીય
વ્યાપાર
રમત ગમત
મનોરંજન
આજનું ભવિષ્ય
ફોટો ગેલેરી
લગ્ન વિષયક
પૂર્તિ
તંત્રીને પત્ર
અવસાન નોંઘ
આજ નું કાર્ટુન
પ્રથમ પાનું > ગુજરાત >

જિનેટીકલી મોડીફાઇડ ખેતપેદાશો દ્વારા
આરોગ્ય તથા ખેતી સાથે થતાં ચેડાં અટકાવવા આંદોલન કરોે

(પ્રતિનિધિદ્વારા) વડોદરા,ગુરૂવાર

જિનેટીકલી મોડીફાઇડ એટલે કે જનીન બંધારણમાં ચેડાં કરી પકાવાયેલા અનાજના કારણે માનવ આરોગ્ય પર વિઘાતક અસરો થઇ રહી છે. વઘુમાં , ભારત જેવા કૃષિપ્રધાન દેશની પરંપરાગત ખેતીવાડીને તથા જમીનને કદી ભરપાઇ ના થઇ શકે તેવું નુકસાન થઇ રહ્યું છે. સરકારી તંત્ર તો બહુરાષ્ટ્રીય વિદેશી કંપનીઓના તાલે નાચતા રહીને ેદશમાં આવા પાક લેવાને પરવાનગી અને અન્ય સવલતો આપી રહ્યું છે આથી, આ કંપનીઓ સામેની લડાઇ ભારતના સામાન્ય નાગરિકો અને ખાસ તો ખેડૂતોએ જ લડવી પડશે અને આ કંપનીઓના સંકજામાંથી છૂટવા તથા જનીન સાથે ચેડાં કરાયેલાં ખોરાકથી બચવા ગાંધીજીના નમક સત્યાગ્રહ જેવું રાષ્ટ્રવ્યાપી આંદોલન છેડવું પડશે એમ કેનેડા સરકારના આરોગ્ય તંત્રના સલાહકાર રહી જૂકેલા બાયોટેકનોલોજીસ્ટ શિવ ચોપરાએ આજે વડોદરામાં જણાવ્યું હતું.

બહુરાષ્ટ્રીય કંપનીઓના સંકજામાંથી સરકારી તંત્ર નહીં જ બચાવે ઃ બરબાદી નોતરતા બીટી પાકોની ભારતને કોઇ જરૂર નથી ઃ કેનેડાના બાયોટેકનોલોજીસ્ટ શિવ ચોપરા

જનીન રૂપાંતરણના યુગમાં આપણું આરોગ્ય અને ખોરાકની સલામતી એ વિષય પર વડોદરામાં આજે જાહેર પ્રવચન આપવા આવેલા ડૉ. શિવ ચોપરાએ કહ્યું હતું કે દરેક ભારતીયએ પોતાના ખોરાકને પાંચ ચીજોથી બચાવવાનો હક્ક સરકાર પાસેથી માગવો જોઇએ. આ પાંચ ચીજોમાં સૌથી પહેલી બાબત એ છે મારા ખોરાકમાં કોઇ જાતના હોર્મોન ભેળવેલાં ના હોવાં જોઇએ. બીજુે કે ખોરાકમાં કોઇ જાતના એન્ટીબાયોટીકનો ઉપયોગ ના થવો જોઇએ. ત્રીજું ખેતીમાં જંતુનાશકો એટલે કે પેસ્ટીસાઇડ્‌ઝ નો ઉપયોગ ના થવો જોઇએ. આપણા ખોરાકમાં જિનેટીકલી મોડીફાઇડ ચીજો એટલે કે બીટી રીંગણ કે બીટી બટેટા વગેરેના હોવાં જોઇએ. ખેતીમાં બીટી બિયારણ પણ ના હોવું જોઇએ. ખેડૂતોને તેનું બિયારણ ઉગાડવાનો હક્ક હોવાો જોઇએ. બિયારણ પર કોઇ પેટન્ટ ના હોવી જોઇએ. પાંચમી બાબત એ કે ખોરાકમાં કતલખાનાનો કચરો જેવો કે પ્રાણીના હાડકાં, માંસ અથવા તો વિષ્ટા વગેરે ભેળવેલાં ના હોવાં જોઇએ. કતલખાનામાં પ્રાણીઓની કતલ વખતે નીકળતા આ બધા કચરાને પાઉડર કે લિક્વીડ સ્વરૂપે જાત જાતની ખાધ પેદાશોમાં ઉપયોગમાં લેવામાં આવે છે. આઇસ્ક્રીમ, દવાઓ સહિતની અનેક ખાવાની ચીજોમાં આ કચરો હોય છે. ગાય જેવાં દૂધાળાં પ્રાણીઓને ખોરાક તરીકે આ કચરામાંથી બનાવેલી ચીજો અપાય છે આથી તેનાં દૂધમાં પણ તેના અંશો આવી જાય છે.

કેનેડાના આરોગ્ય તંત્રમાં દાયકાઓ સુધી ફરજ બજાવીને આરોગ્ય તથા ખોરાકની બાબતોમાં બહુ રાષ્ટ્રીય કંપનીઓ દ્વારા ધાર્યું કરાવવા માટે આચરાતો ભ્રષ્ટાચાર ડૉ. શિવ ચોપરાએ નજરે જોયો છે. તેમણે ચાર દાયકા સુધી તેની સામે લડત આપી છે. તેમના નવાં પુસ્તક ’’ંકરપ્ટ ટુ ધી કોર’’(મૂળીયાં સુધી ભ્રષ્ટ)માં આ ભ્રષ્ટ રીત રસમોનો ચિતાર આપવામાં આવ્યો છે. આ ભ્રષ્ટાચાર સામે લડત આપવાના કારણે તેમણે વર્ષો સુધી શોષાવું પણ પડયું છે અને લાંબી કાનૂની લડાઇ પણ લડવી પડી છે.

મુળ પંજાબના વતની અને વિશ્વ આરોગ્ય સંસ્થાના ફેલો સહિતા અનેક બહુમાન મેળવી ચૂકેલા ડો. ચોપરાએ જણાવ્યું હતું કે ઘણા દેશોમાં જિનેટિકલી મોડીફાઇડ ક્રોપ પર નિયંત્રણો આવી રહ્યા છે. આવો ખોરાક અનેક પ્રકારની બિમારીઓને નોતરે છે. તેા કારણે શરીરનો વિકાસ રૂંધાય છે, રોગપ્રતિકારક શક્તિ ઘટી જાય છે, પ્રજનન ક્ષમતા ઘટે છે , પાચનતંત્રમાં નુકસાન થાય છે. કીડની અને યકૃતમાં ચાંદં પડે છે. બાળ મૃત્યુનું પ્રમાણ વધે છે, કેન્સર સહિતના રોગોને તે જન્મ આપે છે.

તેમના મતે આવા પાકને કારણે આરોગ્ય ઉપર નુકસાન જેટલું જ ગંભીર ખેતીને નુકસાન છે. અમેરિકા અને કેનેડાની ખેતી બરબાદ થઇ ચૂકી છે. ભારતે તેમનું આંધળું અનુકરણ કરવાની જરૂર નથી. ભારત ખેતી પ્રધાન દેશ છે જયાં દેશની ૬૦ ટકા વસતિના જીવન નિર્વાહનો મુખ્ય આધાર ખેતી છે. આપણને ખેતીનો સદીઓનો અનુભવ છે. આપણે આપણી પરિસ્થિતિ અને જરૂરીયાત પ્રમાણે ખેતી કરવી જોઇએ. ંંંબહુરાષ્ટ્રીય કંપનીઓ પોતાના નફા માટે ભ્રષ્ટ રસ્તા અપનાવી શકે છે તેવો મારો કેનેડાનો અનુભવ છે. આવો જ અનુભવ દુનિયાના અનેક દેશો ને છે. કેનેડાના આરોગ્ય ખાતામાં બાયો સેફટી અંગેના સિનિયર સલાહકાર વિજ્ઞાની તરીકે મેં જોયું છે કે નફા માટે કેવી રીત રસમો અપનાવાયા છે.

રાજકારણીઓ અને તંત્રવાહકો ભ્રષ્ટ થઇ શકે છે આથી આરોગ્ય અને ખોરાકની બાબતો તેમના પર છોડવામાં જોખમ છે. માત્ર ગ્રાહક જાગૃતિ માટે કામ કરવાથી કસું નઙીં વળે. કડક કાયદા અને નિયંત્રણ વ્યવસ્થા લાદવા પ્રજાએ જ દબાણ ઉભું કરવું પડશે. આ માટે મહાત્મા ગાંધીના નમક સત્યાગ્રહ જેવું આંદોલન છેડવું પડશે.

ડૉ. ચોપરા તથા તેમના સાથી દારઓ ૧૯૯૮માં ગાયનૂં દૂધ વધારી આપનારા બોવાઇન ગ્રોથ હોર્મો સામે લડત ઉપાડી હતી અને તેમના પ્રયાસોના કારણે ા હોર્મોનનો કેનેડામાં વરાશ તેઓ અટકાવી શકયા હતા.

Copyright   © Gujarat Samachar