home page
ગુજરાત
રાષ્ટ્રીય
આંતરરાષ્ટ્રીય
વ્યાપાર
રમત ગમત
મનોરંજન
આજનું ભવિષ્ય
ફોટો ગેલેરી
લગ્ન વિષયક
પૂર્તિ
તંત્રીને પત્ર
અવસાન નોંઘ
આજ નું કાર્ટુન
પ્રથમ પાનું > ગુજરાત >

કોંગ્રેસની ઉમેદવાર પસંદગીની કવાયતમાં
છોટાઉદેપુર બેઠક માટે ચર્ચામાં હાલોલ- રાજપીપળા બાકાત

(પ્રતિનિધિદ્વારા) વડોદરા,ગુરૂવાર

વડોદરા જિલ્લાની લોકસભાની છોટાઉદેપુર બેઠક માટે આજે એઆઇસીસીના મહિલા નિરીક્ષકે ડભોઇ ખાતે કોંગી અગ્રણીઓ તેમજ હોદ્દેદારોને સાંભળ્યા હતા.

ડભોઇ ખાતે નિરીક્ષકને રજુઆત માટે કાર્યકરોનાં ટોળાં જામ્યાં

વડોદરા જિલ્લાની લોકસભાની વડોદરા શહેર તેમજ છોટાઉદેપુર બેઠક માટે એઆઇસીસીએ મહિલા નિરીક્ષક સુધાબેન જોષીને અત્રે મોકલતા તેમણે ગઇકાલે શહેર બેઠક માટે અભિપ્રાય મેળવ્યા હતા.

આજે ચોટાઉદેપુરની બેઠક માટે તેમણે ડભોઇ ખાતે અભિપ્રાયો મેળવ્યા હતા. ડભોઇ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં પ્રદેશ પ્રમુખ, છોટાઉદેપુર બેઠકના કો.ઓર્ડીનેટર, પાવી જેતપુરનાં ધારાસભ્ય, માજી ધારાસભ્ય, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તેમજ જિલ્લા અને તાલુકા કક્ષાના હોદ્દેદારો રજૂઆત માટે ઉપસ્થિત રહ્યા હતા.

ઉક્ત બેઠક દરમિયાન નિરીક્ષકે કોંગી સાંસદ અને રેલ રાજ્ય મંત્રીના કાર્યો તેમજ મત વિસ્તારમાં તેના પ્રત્યાઘાત વિશે પણ ચર્ચા કરી હતી. આજની બેઠકમાં છોટા ઉદેપુર બેઠકમાં આવતા નર્મદા અને હાલોલના નવા મત વિસ્તારના હોદ્દેદારોને બાકાત રાખવામાં આવ્યા હતા. તેઓને ફરીથી સાંભળવામાં આવશે.

Copyright   © Gujarat Samachar