home page
ગુજરાત
રાષ્ટ્રીય
આંતરરાષ્ટ્રીય
વ્યાપાર
રમત ગમત
મનોરંજન
આજનું ભવિષ્ય
ફોટો ગેલેરી
લગ્ન વિષયક
પૂર્તિ
તંત્રીને પત્ર
અવસાન નોંઘ
આજ નું કાર્ટુન
પ્રથમ પાનું > ગુજરાત >

દેશના અર્થતંત્રને ખોરવી દેવા
જાલીનોટો ધૂસાડવાના ષડયંત્રમાં વઘુ પાંચ જાલીનોટો મળી

(પ્રતિનિધિદ્વારા) વડોદરા,ગુરૂવાર

દેશના અર્થતંત્રને ખોરવી નાંખવા માટે જાલીનોટો ધૂસાડવાના આંતરરાષ્ટ્રીય ષડયંત્રમાં વડોદરા પણ બાકાત રહ્યુ નથી. વડોદરા શહેરની વિવિધ બેંકોમાંથી જાલીનોટો મળી આવવાનો સિલસિલો યથાવત રહ્યો છે.

શહેરની વિવિધ બેન્કોમાં રૂા.૧ હજાર અને રૂા.૫૦૦ની નોટો ભરણામાં આવી ઃ ગુના શોધકમાં ફરિયાદ

તાજેતરમાં જ રિઝર્વ બેંકના ઉચ્ચ અધિકારીઓએ શહેર પોલીસના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજીને જાલીનોટો વિશે વિગતો આપી હતી.

જાલીનોટો ધૂસાડી અર્થતંત્રને પાયમાલ કરવાના ષડયંત્રમાં વડોદરા પણ બાકાત રહ્યુ નથી. શહેરની જુદી જુદી બેંકોના ભરણામાં મળી આવેલી જાલીનોટો અંગે રિઝર્વ બેંકે જાણ કરતા શહેર ગુના શોધક શાખાએ ગુનો દાખલ કર્યો છે.

શહેરની બેંકોમાંથી રૂા.૧ હજારની એક, રૂા.૫૦૦ની બે અને રૂા.૧૦૦ના દરની બે જાલીનોટો મળી આવતા ગુના શોધકે તપાસ હાથ ધરી છે.

Copyright   © Gujarat Samachar