home page
ગુજરાત
રાષ્ટ્રીય
આંતરરાષ્ટ્રીય
વ્યાપાર
રમત ગમત
મનોરંજન
આજનું ભવિષ્ય
ફોટો ગેલેરી
લગ્ન વિષયક
પૂર્તિ
તંત્રીને પત્ર
અવસાન નોંઘ
આજ નું કાર્ટુન
પ્રથમ પાનું > ગુજરાત >

યુનિ.ની ઘોર બેદરકારીના પાપે જ સર્જાયેલી દુર્ઘટના

વડોદરા,ગુરૂવાર

ચં.ચી. મહેતા ઓડિટોરિયમમાં ટેકનિકલ કર્મચારીઓની ખાલી જગ્યા, મેઇનટેનન્સનો અભાવ, બહાર નીકળતી હવા માટે અપુરતી વ્યવસ્થા, એકઝોસ્ટ ફેનનો અભાવ તથા ઇમરજન્સી એકિઝટ સહિતના વધારાના દરવાજાઓના અભાવને કારણે ગૂંગળામણની દુર્ઘટના સર્જાયાનો દાવો થયો છે.

મેઇનટેનન્સ થતું નથી, ટેકનિકલ સ્ટાફ નથી, હવાને બહાર નીકળવાનો માર્ગ નથી કે વધારાની ઇમર્જન્સી એક્ઝિટ નથી

તાજેતરમાં મ.સ. યુનિ.ના ચં.ચી. મહેતા ઓડીટોરીયમ (જનરલ એજ્યુકેશન ઓડીટોરીયમ)માં ગેસ ગળતરને લઇ થયેલી દુર્ઘટના સર્જાવાનું મુળ કારણ શું અને તેને માટે જવાબદાર ક્યા તત્વો છે તેની તપાસ તજજ્ઞ વ્યક્તિઓને સાથે રાખી કરેલી તપાસમાં અત્યંત ગંભીર અને ચોંકાવનારી હકીકતોનો પર્દાફાશ થયાનો દાવો કરતા માજી સેનેટ સભ્ય નરેન્દ્ર તિવારી જણાવે છે કે, મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીનું ચંદ્રવદન ચીમનલાલ મહેતા ઓડીટોરીયમનું જુનુ નામ જનરલ એજ્યુકેશન ઓડીટોરીયમ હતું.

આ ચં.ચી. મહેતા ઓડીટોરીયમમાં આશરે વર્ષ ૧૯૯૯માં ગેસ આધારીત એ.સી. પ્લાન્ટ લગાડવામાં આવ્યો છે. આ એ.સી. પ્લાન્ટ લગાડ્યા બાદ તેને કોન્ટ્રાકટ પઘ્ધતિથી ચલાવવા આપવામાં આવ્યો છે. આ કોન્ટ્રાકટરો પ્લાન્ટો ઉપર પ્લાન્ટના બીનઅનુભવી ઓપરેટરોને ટેકનીકલ ઓપરેટરમાં ખપાવી તેમને માસીક જુજ રકમ આપી નિમણુંક કરે છે. તેથી પ્લાન્ટમાં એક બાદ એક ખામીઓ સર્જાતી રહી. આ બીનઅનુભવી ઓપરેટરો ફક્ત પ્લાન્ટને ચાલુ બંધ કરવાની સ્વીચો અને કુલીંગ મેઇન્ટેન થાય છે કે નહી, તેટલુ ંજ જાણતા હોય છે. તેથી જ સારા પ્લાન્ટની હાલત ખરાબ થઇ છે.

આ પ્લાન્ટમાં હવાના ઇનકમીંગ અને આઉટ ગોઇંગ શટરો અને તેના ભુંગળાઓની નિયમિત સફાઇ વર્ષોથી થતી જ નહોતી. ઓડીરોટીયમના બન્ને એ.સી. પ્લાન્ટ મુળ તો એક પ્લાન્ટ ચાલુ થાય તો બીજો પ્લાન્ટ બંધ થાય એવું ઘણા સમયથી ચાલતુ આવ્યુ છે. જેથી ઓડીટોરીયમમાં પુરતુ કુલીંગ મળતું જ ન હોતુ. મૌખિક ફરિયાદો સત્તાવાળાઓને અનેક વખત થઇ છે.

યુનિ. એન્જીનીયરીંગ ડીપાર્ટમેન્ટ તરફથી આ પ્લાન્ટનું નિયમિત ચકાસણી કરી તે અંગેનું પ્રમાણપત્ર લેવાનો પ્લાન્ટ શરૂ થયા પછી પ્રયાસજ થયો નથી. આઉટગોઇગ હવા જવાના સ્ટેજ ઉપર જે ફ્રેમ વ્યવસ્થા કરવામાં આવી છે તે અપુરતી કહેવાય. આવી વ્યવસ્થા સ્ટેજની બન્ને દિશાએ પુરતી હોવી જોઇએ, અને તે ચાલુ હાલતમાં હોવી જોઇએ જેની આ ઓડીટોરીયમમાં ગંભીર ખામી છે. સ્ટેજની ઉપરની બાજુની દિવાલની એક દિશામાં જ આઉટ ગોઇંગ હવા જવાની જે સીસ્ટમ કરી છે તે સ્ટેજથી છ ઇંચજ ઉંચી છે, અને તેના ઉપર અકસ્માત ન સર્જાય તે માટે જાળી લગાડી છે. પરીણામે સ્ટેજ ઉપરની કોઇપણ વ્યક્તિ કે બેંક સ્ટેજના માણસો આ જાળી પાસે આસાનીથી ઉભા રહે છે, અને ત્યાં સામાન પણ મુકી શકે છે. ખરેખર તો આ જાળી પાસેનો આગળનો ભાગ ૪ થી ૫ ફુટ પાઇપ લગાડી વિસ્તાર કોર્ટન કરવો જોઇએ. જેથી તેની પાસે કોઇ જઇ નહી શકે કે સામાન મુકી શકે નહી અને આઉટ ગોઇગ હવા સહેલાઇથી બહાર નીકળી શકે. પરંતુ બીન ટેકનીકલ અનુભવ ધરાવતા કો-ઓર્ડીનેટર પ્રો. હરીશ વ્યાસને સુઝ્‌યુ નથી.

પ્રો. હરીશ વ્યાસની કો-ઓર્ડીનેટર તરીકેની મુદત ક્યારની પુરી થઇ ગઇ છે. છતા ક્યા નિયમના આધારે, કંઇ આવડતને લઇ, કોની છત્રછાયાથી પ્રો. હરીશ વ્યાસ આ હોદ્દા પર હજી સુધી ચાલુ રહ્યા છે, તે બાબત ગંભીર તપાસ માંગી લે છે એમ તેમણે જણાવ્યુ હતું.

ચં.ચી. મહેતા ઓડીટોરીયમમાં સુપરવાઇઝરની પોસ્ટ ઉપર છેલ્લા આશરે ૧૦ (દશ) વર્ષ ઉપરાંત સમયથી અને ઇલેકટ્રીકશીયનની પોસ્ટ ઉપર આશરે પાંચ વર્ષ ઉપરાંત સમયથી જે ટેમ્પરરી કર્મચારી તરીકે કામ કરતા હતા, તેઓ જાણકાર હતા. પરંતુ પ્રો. હરીશ વ્યાસે તેમની ફરજમાં ન આવતી કામગીરી આ બન્ને કર્મચારીઓને કરવાની ફરજ પાડતા, તેઓએ તે નકારતા, આ બન્ને અનુભવી ટેમ્પરરી કર્મચારીઓને ચારથી પાંચ મહિના પહેલા જ છુટા કર્યા. ત્યારબાદથી આ ઓડીટોરીયમની હાલત બગડી છે.

હાલમાં ઓડીટોરીયમમાં બે જ કાયમી ટેકનીશીયન છે. એક સાઉન્ડ સીસ્ટમના ઓડીયોબીજ્યુલ ટેકનીશીયન અને બીજો સ્ટુડીઓ આસીસ્ટંટ ટેકનીશીયન આ બન્નેના માથે હાલમાં ઓડીટોરીયમની બધી જ જવાબદારી કો-ઓર્ડીનેટરે પ્રો. હરીશ વ્યાસે લાદી છે, અને યુનિવર્સિટી સત્તાધિશોને સબ સલામત હૈ એવુ બતાવે છે.

આ ઓડીટોરીયમમાં ગેસ આધારીત એ.સી. પ્લાન્ટ લગાડ્યા બાદ જરૂરીયાત મુજબ સ્ટેજ ઉપર ઇમરજન્સી ડોર તથા વિન્ડો હોવી જરૂરી છે તે છેજ નહી. મેકઅપ રૂમ પાસે બહાર જવા જે સ્ટેજ - દરવાજાથી જ મેકઅપ રૂમમાં આવ-જા કરવી પડે છે. અને સ્ટેજ ઉપર એકતરફ શટર લગાડેલુ છે તે કાયમ બંધ હોય છે. આ શટર આગળ ઓડીટોરીયમનો ફર્નીચર, પાટ, વગેરે સામાન કાયમી ધોરણે મુકેલો છે. જેથી શટર ખોલવાનો સંભવજ નથી.

સ્ટેજના ભાગે, ઓડીટોરીયમ તથા મેકઅપ રૂમમાં એકઝોસ્ટ ફેન નથી. ઓડીટોરીયમમાં એક જ દિશાએથી પ્રેક્ષકો પ્રવેશ આપવાના દરવાજા છે, અને આજ દરવાજાઓ દ્વારા પ્રેક્ષકો કાર્યક્રમ પુરો થયા બાદ બહાર નીકળે છે. બહાર નીકળવાનો માર્ગ અલગ હોવો જોઇએ. જે છેજ નહી. ઓડીટોરીયમમાં પ્રેક્ષકગૃહમાં બીજી દિશાએ દરવાજા છે, પરંતુ તે કાયમને માટે બંધ જ હોય છે, અને આ દિશામાં બહારની ગેલેરીમાં જનરેટર ગોઠવેલું છે. પ્રેક્ષકો માટેનો માર્ગ બંધ છે. જો આ માર્ગ ખુલ્લો હોત તો પ્રેક્ષકો બન્ને દિશાના દરવાજે બહાર નીકળત, તો વઘુ સંખ્યામાં જલ્દીથી વઘુ પ્રેક્ષકો બહાર નીકળત તો દુર્ઘટનાની અસર ઓછી થાત.

ટેકનીકલ અનુભવી જાણકાર ટેકનીશીયનોની નિમણુંક થવી જોઇએ, જે થતી નથી. આ ઓડીટોરીયમના એસી પ્લાન્ટ યુનિવર્સિટીએ પોતાના હસ્તક લેવા જોઇએ. આ બનેલ બનાવની ગંભીર નોધ લઇ, તટસ્થ ન્યાયી કમીટી રચી તપાસ કરવી જોઇએ.

Copyright   © Gujarat Samachar