home page
ગુજરાત
રાષ્ટ્રીય
આંતરરાષ્ટ્રીય
વ્યાપાર
રમત ગમત
મનોરંજન
આજનું ભવિષ્ય
ફોટો ગેલેરી
લગ્ન વિષયક
પૂર્તિ
તંત્રીને પત્ર
અવસાન નોંઘ
આજ નું કાર્ટુન
પ્રથમ પાનું > ગુજરાત >

માત્ર નવ મહિનામાં તૈયાર થશે
વાસણામાં ૧.૨૦ કરોડના ખર્ચે અમદાવાદનો સૌથી મોટો બગીચો

અમદાવાદ,ગુરુવાર

અમદાવાદ અત્યારે બગીચાઓનું શહેર બનવા તરફ ધસી રહ્યું છે. ૨૧૯ બગીચાઓ ધરાવતાં અમદાવાદમાં મ્યુનિ. હવે શહેરનું સૌથી મોટું ગાર્ડન બનાવવા જઇ રહ્યું છે. શહેરના વાસણા વિસ્તારમાં બનનારો આ બગીચો તેના લેન્ડસ્કેપંિગથી પોતાની આગવી ઓળખ ઉભી કરશે તેમ મ્યુનિ.ના અધિકારીઓ માની રહ્યા છે.

ગાર્ડનના એક છેડાને રિવરફ્રન્ટ સાથે જોડાશે સૌથી મોટા લોન અને જોગર્સ ટ્રેક હશે

અમદાવાદના વાસણાબેરેજ વિસ્તારમાં શહેરનું સૌથી મોટું ગાર્ડન ૩૫,૦૦૦ સ્ક્વેર યાર્ડસનો હશે. આ બગીચા માટે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરાતાં હવે માત્ર ૯ મહિનામાં નાગરિકો વિવિધ રીતે તેમાં મજા માણી શકશે.આ બગીચાની સૌથી મહત્વની બાબત તેની ડીઝાઇન હશે. આ વિશે મ્યુનિ.ના અધિકારીએ જણાવ્યું હતુ કે, બગીચો કોર્પોરેટ ડીઝાઇન ધરાવતો હશે. તેના પ્રવેશદ્વાર અન્ય મ્યુનિ. બગીચાઓથી અલગ હશે. નાગરિકો સાબરમતી નદીની રમણીયતા માણી શકે તે માટે બગીચાનો પાછળનો ભાગ સાબરમતી દેખાય તે રીતે ડીઝાઇન કરવામાં આવ્યો છે. આ બગીચામાં અમદાવાદના તમામ બગીચાઓની સરખામણીએ સૌથી મોટો જોગર્સ ટ્રેક અને સૌથી મોટી લોન હશે.

બગીચાના પ્રવેશદ્વારને વઘુ આકર્ષક બનાવવા માટે તેની બંને બાજુ રંગબેરંગી છોડવા સાથેના સુંદર ફુવારા નાંખવામાં આવશે. પ્રવેશદ્વારની વચ્ચોવચ્ચ સિક્યુરીટીની કેબિન હશે. બગીચો મુખ્ય દરવાજાથી ઉંચાઇ પર બનાવવામાં આવશે જે તેની સુંદરતામાં વધારો કરશે. નાગરિકોને બેસવા માટેની જગ્યા કુદરતી લાગે તે માટે તેને વુડન લુક આપવામાં આવશે.

આ બગીચામાં ૮૦૦ સ્ક્વેર યાર્ડનું નાનકડું તળાવ હશે. બાળકાને રમવા માટે ૧૫૦૦ સ્ક્વેર યાર્ડની જગ્યા અલગથી ફાળવવામાં આવી છે. બગીચામાં બાળકોને રમવા માટેના સાધનો વઘુ એડ્‌વેન્ચરસ હશે તેમ મ્યુનિ.અધિકારીએ જણાવ્યું હતું.ઉલ્લેખનીય છે કે, અમદાવાદમાં હાલમાં સૌથી મોટા ગાર્ડન તરીકે લોગાર્ડન અને પરિમલ ગાર્ડન છે. આ બંને ગાર્ડનનો એરિયા ૨૬,૦૦૦ સ્ક્વેર યાર્ડનો છે. જ્યારે પ્રહલાદનગર ગાર્ડન ૧૬,૦૦૦ સ્ક્વેર યાર્ડ એરિયા ધરાવે છે. વાસણા બેરેજ ગાર્ડન ૩૫,૦૦૦ સ્ક્વેર યાર્ડ એરિયા સાથે અમદાવાદનો સૌથી મોટો ગાર્ડન બની રહેશે.

Copyright   © Gujarat Samachar