| ગુજરાત
સરકારનાં બાળ અને મહિલા કલ્યાણ મંત્રી માયા
કોડનાની અને જયદીપના આગોતરા જામીન મંજૂર અમદાવાદ,
ગુરૂવાર નરોડા પાટીયાકાંડ અને
નરોડા ગામના હત્યાકાંડ પ્રકરણમાં બાળ અને મહિલા કલ્યાણ ખાતાના મંત્રી ડૉ. માયાબેન કોડનાની
અને વિશ્વ હિન્દુ પરિષદના નેતા ડૉ. જયદીપ પટેલે આગોતરા જામીન માટે
કરેલી અરજી સેશન્સ કોર્ટે આજે મંજૂર કરી છે. આગોતરા જામીન મંજૂર કરવા સો કોર્ટે
કેટલીક શરતો પણ મૂકી છે. ચાર્જશીટ
ન થાય ત્યાં સુધી નરોડા વિસ્તારમાં પ્રવેશવું નહીંંઃ કોર્ટ સ્પેશ્યલ
ઇન્વેસ્ટિગેશન ટીમે ગોધરાકાંડ બાદના કોમી તોફાનો અંગે નરોડા ગામ અને
નરોડા પાટીયાકાંડના બનાવમાં આ બન્ને નેતાઓ પોતાની સંભવિત ધરપકડ સામે આગોતરા
જામીન માટે અરજી કરી હતી. એડિશનલ સેશન્સ જજ એ.કે.આસ્વાણીએ આજે સવારે બન્ને પક્ષોની
રજૂઆતો સાંભળ્યા બાદ આજે સાંજે તેઓના જામીન મંજૂર કરતો હુકમ કર્યો હતો
અને એ સાથે દિવસભરની ઉત્તેજનાનો અંત આવ્યો હતો. બન્નેના આગોતરા જામીન
મંજૂર રાખતી વેળાએ કોર્ટે એવી પણ શરત મૂકી હતી કે, તેઓએ આ કેસોની ચાર્જશીટ
ન થાય ત્યાં સુધી નરોડા વિસ્તારમાં જવું નહી. કોર્ટે એવું પણ ઠરાવ્યું હતું કે
આગોતરા જામીન અંગે ક્રિમિનલ પ્રોસીજર કોડમાં દર્શાવેલી શરતોનું અરજદારોએ
પાલન કરવાનું રહેશે. ગોધરાકાંડ
બાદ નરોડા ગામમાં અને પાટીયા ખાતે ટોળાએ સર્જેલા હત્યાકાંડમાં માયાબેન કોડનાની
અને વિશ્વ હિન્દુ પરિષદના નેતા ડૉ.જયદીપ પટેલની સંડોવણી હોવાનો
આક્ષેપ થયો હતો.આ બન્ને નેતાઓની હાજરી નરોડા ખાતે હોવા અંગેના સાક્ષીઓના નિવેદનો
સ્પેશ્યલ ઇન્વેસ્ટીગેશન ટીમને પ્રાપ્ત થયા હતા. આ નિવેદનોના સંદર્ભંમાં સ્પેશ્યલ
ઇન્વેસ્ટીગેશન ટીમે આ બન્ને નેતાઓની ધરપકડ માટે કરવાની કાર્યવાહી આદરતા
તેઓએ આગોતરા જામીન માટે અરજી કરી હતી. રીમાન્ડ
માગવાની છૂટ રહેશે પાસપોર્ટ જમા કરાવવો પડશે અમદાવાદ,
ગુરૂવાર નરોડા પાટીયા અને નરોડા ગામ
ખાતેના હત્યાકાંડમાં ડૉ. માયાબેન કોડનાની સંડોવાણી હોવા અંગેના ગુનામાં તેઓએ
બન્ને કેસમાં આગોતરા જામીન માટે અરજી કરી હતી. જ્યારે ડૉ.જયદીપ પટેલ વિરૂઘ્ધ
નરોડા પાટીયાકાંડમાં સંડોવણી હોવાનો આક્ષેપ હોઇ તેઓએ આ કેસમાં આગોતરા
જમીન માટે અરજી કરી હતી. પોલીસ ધરપકડ
કરે ત્યારે ૨૦-૨૦ હજારના જામીન આપવાના રહેશે કોર્ટે
આ ત્રણેય અરજીઓ મંજૂર રાખી હતી અને તે માટે નીચે મુજબની શરતો મૂકી હતી. ૧.
ક્રિમિનલ પ્રોસીજર કોડમાં આગોતરા જામીન માટેન કલમ ૪૩૮(૧)માં દર્શાવેલી શરતોનું
પાલન કરવું. ૨. તપાસનીશ પોલીસ અધિકારી
જ્યારે પણ બોલાવે ત્યારે તેઓ સમક્ષ ઉપસ્થિત થઇ તપાસમાં સહકાર આપવો. ૩.
પોલીસ ધરપકડ કરે ત્યારે રૂા.૨૦-૨૦ હજારની જામીનગીરી આપવી. ત્યાર બાદ ૧૫ દિવસની
અંદર નિયમીત જામીન મેળવવા. ૪. તપાસનીશ
અધિકારી ધરપકડ બાદ રીમાન્ડની માગણી કરી શકશે. ૫.
બન્ને અરજદારોએ પોતાના પાસપોર્ટ તાત્કાલિક સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમ સમક્ષ જમા
કરવવા. ૬. કોર્ટની પરવાનગી વગર ભારત દેશ
છોડવો નહીં. ૭. તપાસનીશ અધિકારી
ચાર્જશીટ ન ફરમાવે ત્યાં સુધી નરોડા વિસ્તારમાં જવું નહીં. ૮.
આગોતરા જામીન અંગેનો આ હુકમ ૯૦ દિવસ સુધી જ અમલમાં રહેશે. |