| વટવા
વિસ્તારના ગોરના કૂવા પાસે હાઈ વોલ્ટેજ લાઈનના થાંભલેથી
પાગલને માંડ-માંડ ઉતાર્યો અમદાવાદ, વટવા
વિસ્તારના ગોરના કૂવા નજીકથી પસાર થતી ૬૬ હજાર કિલોવોટની ક્ષમતા ધરાવતી હાઈ વોલ્ટેજ
વીજ પુરવઠા લાઈનના ઊંચા થાંભલા ઉપર આજે સાંજના ચડી ગયેલા પાગલ આદમીએ સ્થાનિક
વસ્તીમાં જબરજસ્ત કૌતુક ફેલાવી દીઘું હતું. ૬૦ ફૂટ ઊંચાઈએ ચડી જઈને વિચિત્ર હરકતો
કરી રહેલા પાગલ આદમીને જોવા માટે લોકટોળુ જામી ગયું હતું. વીજપ્રવાહ
બંધ કરાવી ફાયરબ્રિગેડે સ્નોરકેલની મદદથી ઉતારતાં હાશકારો વીજ
થાંભલાની ચોમેર એકત્રિત થયેલા ટોળાએ ‘નીચે ઉતર... નીચે ઉતર...!’ની બૂમાબૂમ
શરૂ કરી ત્યારે તો પાગલ આદમી ઔર ઊંચે ચડવા લાગ્યો હતો. હાઈ વોલ્ટેજ વીજ પુરવઠા
લાઈનના ક્ષણિક સ્પર્શ થતાં જ જોરદાર કરન્ટ લાગતાની સાથે જ પાગલ આદમી સળગી
જશે એવા દહેશતભર્યા માહૌલ વચ્ચે ફાયરબ્રિગેડને જાણ કરવામાં આવી હતી. ફાયરબ્રિગેડના
ડીવીઝનલ ઓફીસર પી. એસ. પરમાર સ્ટાફ સાથે ઘટનાસ્થળે આવી પહોંચ્યા ત્યારે તો લોકોના
ટોળામાં ઉશ્કેરાટ સાથે જબરજસ્ત નજારો જોવા મળ્યો હતો. ફાયરબ્રિગેડના કેટલાક કર્મચારીએ
વીજ થાંભલા પાસે પહોંચીને ઉપર ચડવાનું સાહસ શરૂ કર્યું ત્યારે તો પાગલ આદમી વઘુ
ઉપર ચડવા લાગ્યો હતો. વીજ પુરવઠા વ્યવહાર
ચાલુ હોવાથી સહુ પ્રથમ તો તેને થોડાંક સમય સુધી સ્થગિત કરાવી દેવાનું વિચારીને
ફાયરબ્રિગેડના અધિકારીએ વીજ કંપનીના અધિકારીઓને તાબડતોબ ઘટનાસ્થળે બોલાવી
લીધા હતા. આ ઉપરાંત ૬૦ ફૂટથી વઘુ ઊંચાઈએ ચડી ગયેલા પાગલને હેમખેમ નીચે ઉતારવા
માટે ફાયરબ્રિગેડના મુખ્ય મથકેથી સ્નોરકેલ મંગાવી લીધી હતી. સ્થાનિક પોલીસે પણ
કોર્ડનકરીને લોકોના ટોળાને શાંત રહેવા અનુરોધ કર્યો હતો. આખરે
વીજ કંપનીના અધિકારીઓએ વીજ પુરવઠા વ્યવહાર બંધ કરાવી દીધો
હતો. ફાયરબ્રિગેડ કર્મચારીઓ પણ સ્નોરકેલના સહારે થાંભલા ઉપર ચડી ગયા હતા ત્યારે પાગલે
પણ થાંભલાની રેલીંગ પકડીને ગોળ ગોળ ફરવાનું શરૂ કર્યું હતું. જોકે, ઉપર પહોંચી ગયેલા
કર્મચારીઓએ મહાપ્રયાસે પાગલને ઝડપી લઈને ‘સ્નોરકેલ’ની મદદથી તેને
નીચે ઉતારી લાવ્યા હતા. પોલીસ પાગલને પકડીને પોલીસ મથકે જવારવાના થઈ હતી. |