| બાપુનગર
મ્યુનિ. શાળાની ઘટના અંગે સ્કૂલ બોર્ડ અને મ્યુનિ.
વિભાગો વચ્ચે સંકલનનો અભાવ જવાબદાર અમદાવાદ, અમદાવાદ
મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડ સંચાલિત બાપુનગરની શાળામાં બીજા ધોરણમાં અભ્યાસ કરતી સંગીતા
મારવાડી નામની વિદ્યાર્થિની પર બળાત્કાર ગુજાર્યા પછી તેની હત્યા કરાયા બાદ તેની લાશ
આ શાળામાંથી મળી આવ્યાની ઘટનાના ગંભીર પ્રત્યાઘાત પડ્યા છે. આ શાળાનો પગી રજા બહારગામ
ગયો હતો. સ્કૂલ બોર્ડ અને કોર્પોરેશનના વિભાગો વચ્ચે સંકલનના અભાવે વૈકલ્પિક પગીની
વ્યવસ્થા કરાઈ ન હોવાના સંજોગોમાં બનેલી આ ઘટના અંગે તપાસ કરીને જવાબદાર સામે
પગલાં લેવાશે. પગીની રજા મંજૂર કરી
પરંતુ વૈકલ્પિક વ્યવસ્થામાં બેદરકારી મદદનીશ શાસનાધિકારીના અહેવાલને
આધારે પગલાં લેવાશે શહેરના
પૂર્વ ઝોનમાં આવેલા બાપુનગરમાં મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના બિલ્ડંિગમાં ત્રણ શાળાઓ ચાલે
છે. આ મકાનમાં ગુજરાતી શાળા-૧૩ અને શાળા-૧૪ તેમજ હંિદી માઘ્યમની ૫ નંબરની શાળા
ચાલે છે. આ ત્રણ શાળાના ત્રણ આચાર્ય રમીલાબેન પટેલ, ગંગાબેન સોલંકી અને ભંવરલાલ વર્મા
છે. આ શાળાના બિલ્ડંિગમાં સુરેશ પાટિલ પગી તરીકે ફરજ બજાવે છે. આ ત્રણેય શાળા માટે
પગી તરીકે રખાયેલ સુરેશ સામાજિક કારણોસર રજા લઈને છેલ્લાં ચારેક દિવસથી બહારગામ
ગયો છે. આ કર્મચારી રજા પર ગયો હતો પરંતુ કોર્પોરેશનના વિભાગો અને સ્કૂલ બોર્ડ
વચ્ચે સંકલનના અભાવે કારણે વૈકલ્પિક વ્યવસ્થા થઈ ન હોવાનું જાણવા મળે છે. આ પ્રકારે વૈકલ્પિક
કર્મચારીની વ્યવસ્થા કરવામાં થયેલી બેદરકારીના સંજોગોમાં બીજા ધોરણમાં અભ્યાસ
કરતી વિદ્યાર્થિની પર બળાત્કાર ગુજરાવાની અને તેની હત્યા કરવાની ઘટનાને ગંભીર ગણવામાં
આવે છે. આ ઘટના અંગે સંપર્ક કરતાં શાસનાધિકારી લગધીર દેસાઈએ જણાવ્યું
હતું કે, આ શાળાના બિલ્ડંિગમાં પગી તરીકે ફરજ બજાવતો પગી રજા પર ગયો હતો અને તે
અંગે વૈકલ્પિક વ્યવસ્થા કરવા માટે શાળાના આચાર્યનો રીપોર્ટ મુખ્ય કચેરીને મળ્યો નથી.
આ અંગે મદદનીશ શાસનાધિકારીને તપાસ કરવા જણાવાયું છે અને તે અંગેનો
રીપોર્ટ આવ્યા પછી તેના આધારે જવાબદાર સામે પગલાં લેવામાં આવશે. |