લાંભા-
ઇન્દિરાનગર વસાહતમાં તમંચાથી ગોળીબાર ઃ એકને ઇજા અમદાવાદ,
અમદાવાદ શહેરના સીમાડા
ઉપરના લાંભા ગામ ખાતેની ઇન્દિરાનગર વસાહતમાં ગઈકાલે મોડી રાત્રે ભાડુ એકત્રિત
કરવા આવેલા બે મિત્રોને બેઝબોલ તથા દંડાના ફટકા મારવાસાથે એક શખ્સે દેશી
બનાવટના તમંચામાંથી ગોળીબાર કરીને એક મિત્રના પગના ભાગે ઇજા પહોંચાડવા ઉપરાંત રોકડ
રકમ તથા સોનાના દોરાની મત્તા લૂંટી લેવાનો બનાવ બન્યો હતો. ઘરભાડું
વસુલવા ગયેલા બે શખ્સો પર હુમલો ઃ રોકડ- સોનાના દોરાની લૂંટ આ
બનાવ અંગે મૂળ ઉપરોક્ત વસાહતના વતની અને હાલમાં બાપુનગરમાં રહેતા મનોજ લક્ષ્મણ કોષ્ટીએ
પાંચ શખ્સોના વિરૂદ્ધમાં ફરિયાદ નોંધાવતા સબ ઇન્સ્પેક્ટર પી. બી. ચૌહાણે મુખ્યત્વે
હથિયારબંધ ધાડ તથા આર્મ્સ એક્ટ હેઠળ ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી
છે. ફરિયાદમાં સામાવાળા આરોપીઓ
તરીકે આ વસાહતમાં રહેતા (૧) સુબ્રામણીયમ ઉર્ફે ઘેટીયો પનીરવેલ કવન્ડર, (૨) બલ્લુ બાબુ
રેડ્ડી, (૩)ગૌતમ જગા સહિત પાંચ શખ્સોને જણાવાયા છે. જ્યારે
તમંચામાંથી કરવામાં આવેલા ખાનગી ગોળીબારમાં ઇજા પામનાર વિરાટનગરમાં રહેતા રધુવીરસંિહ
મોહનસંિહ રાજપૂતને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. પોલીસ
ફરિયાદમાં જણાવ્યા અનુસાર ફરિયાદી મનોજ કોષ્ટીના સાસુ ઉષાબેનનું મકાન ઇન્દિરાનગરમાં
આવેલ છે, જે ભાડે આપ્યું છે. ઘણાં લાંબા સમયથી ભાડુઆત ભાડુ ચૂકવતો નહી હોવાથી
ઉષાબહેને તેમના જમાઈ મનોજ કોષ્ટીને ભાડુ વસુલ કરી આપવા કહ્યું હતું. આથી
મનોજ કોષ્ટી તેના મિત્ર રધુવીરસંિહ રાજપૂત રાત્રે નવ વાગે લાંભા ગામ જવા બાઇક ઉપર નીકળ્યા
હતા. લાંભા ગામના સ્મશાન નજીક બાઇક થોભાવીને બંને મિત્રો ચ્હા-પાણી કરવા રોકાયા હતા.
આ વખતે સામાવાળા પાંચેય શખ્સો ત્યાં ધસી આવ્યાહતા. જેમાં સુબ્રામણ્યમ ઉર્ફે ઘેટીયાએ
મનોજ કોષ્ટીને ધમકાવી નાખતા કહ્યું હતું કે - ‘‘તમને લોકોને ઇન્દિરાનગરમાં
પગ મૂકવાની ના પાડી છે છતાં ફરી ફરીને કેમ આવો છો ?’’ આથી અંદરોઅંદર
બોલાચાલી થઈ હતી. જે દરમ્યાન સામાવાળાઓએ બેઝબોલના દંડાથી મનોજ કોષ્ટીને
ઝૂડી નાંખ્યો હતો. પોતાના મિત્ર મનોજ
કોષ્ટીને સામવાળા પાંચેય શખ્સો ઘેરી વળીને માર મારી રહ્યા હોવાથી રધુવીરસંિહ રાજપૂત
બચાવવા વચ્ચે કૂદી પડ્યો હતો. આથી નારાજ બનેલી આ ટોળકીના એક શખ્સે દેશી
બનાવટનો તમંચો કાઢીને રધુવીરને પતાવી દેવાના ઇરાદે ફાયરીંગ કર્યું હતું
જેમાં તેના પગના ભાગમાં ગોળી વાગી હતી. ગોળીબારમાં ઇજાગ્રસ્ત રધુવીરસંિહ મદદ
માટે બુમરાણ મચાવી રહ્યો હતો ત્યારે આ ટોળકી તેના ખિસ્સામાંથી રૂા. ૧૨,૫૦૦ની રોકડ
રકમ તથા સોનાના દોરાની લૂંટ ચલાવીને નાસી છૂટી હતી. |