home page
ગુજરાત
રાષ્ટ્રીય
આંતરરાષ્ટ્રીય
વ્યાપાર
રમત ગમત
મનોરંજન
આજનું ભવિષ્ય
ફોટો ગેલેરી
લગ્ન વિષયક
પૂર્તિ
તંત્રીને પત્ર
અવસાન નોંઘ
આજ નું કાર્ટુન
પ્રથમ પાનું > ગુજરાત >
વજુભાઈના બંગલે માંડવો અને જમણવાર પણ પ્રસંગ નથી

ગાંધીનગર,

નાણામંત્રી વજુભાઈ વાળાના ગાંધીનગર ખાતેના ૨૩ નંબરના બંગલામાં ૬ દિવસથી માંડવો બંધાયો છે. પંખા અને લાઈટોની પણ ઝાકમઝોળ છે. રોજ જમણવાર પણ થાય છે. તેમ છતાં વજુભાઈના આંગણે એવો કોઈ પ્રસંગ નથી. ભાજપ લોકસભા ચૂંટણીની તૈયારી કરે છે. જેથી રોજ ત્રણેક જિલ્લામાંથી આગેવાનો આવે તેમને સાંભળવા અને ચર્ચા કરવા વજુભાઈના બંગલાની પસંદગી કરવામાં આવી છે.

ભાજપના જિલ્લાના આગેવાનોની બેઠક માટે મુખ્યમંત્રીના બંગલાની સામેનો બંગલો જ પસંદ કરાયો

આ બંગલો મુખ્યમંત્રીના બંગલાની સામે આવેલો છે. જેથી મુખ્યમંત્રી આસાનીથી આવી શકે. મુખ્યમંત્રીના બંગલે આવી બેઠક યોજવામાં આવે તો સલામતિ રક્ષકોથી આગેવાનોને કદાચ નારાજ થવું પડે જેથી ૨૩ નંબરનો બંગલો વઘુ યોગ્ય જણાયો છે.

અહીં પાંચ દિવસથી બપોરે અને સાંજે જમણવાર પણ હોવાથી અન્ય મંત્રીઓના બંગલાઓના સ્ટાફને વઘુ મઝા પડી ગઈ છે.

આ મંડપમાં ૩ મોટા પેડલ સ્ટેન્ડ ફેન સતત ૬ દિવસથી અવિરત ચાલ્યા કરે છે. ત્રણે ફેનના મોંઢા વિરૂદ્ધ દિશામાં છે. આથી એક કર્મચારીએ કહ્યું હતું કે આ પાવરનું કેન્દ્ર છે તે દર્શાવવા આ ફેન સતત ચાલુ રહે છે.

Copyright   © Gujarat Samachar