home page
ગુજરાત
રાષ્ટ્રીય
આંતરરાષ્ટ્રીય
વ્યાપાર
રમત ગમત
મનોરંજન
આજનું ભવિષ્ય
ફોટો ગેલેરી
લગ્ન વિષયક
પૂર્તિ
તંત્રીને પત્ર
અવસાન નોંઘ
આજ નું કાર્ટુન
પ્રથમ પાનું > ગુજરાત >

ન્યૂ સ્વદેશી મિલની જમીનમાં મેડિકલ કોલેજ સ્થાપવા મંજૂરી

ગાંધીનગર,

અમદાવાદમાં બંધ પડેલી ન્યૂ સ્વદેશી મીલની જમીનમાં મેડીકલ કોલેજ સ્થાપવા રાજ્ય સરકારે મંજૂરી આપી છે અને તેની દરખાસ્ત મેડીકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા (એમસીઆઇ)ને મોકલવામાં આવી રહી છે. અન્ડર ગ્રેજ્યુએટની ૧૫૦ અને પોસ્ટ ગ્રેજ્યુએટની ૫૦ મળી કુલ ૨૦૦ બેઠકો સાથે આ કોલેજ જૂન-૨૦૧૦માં શરૂ કરી દેવામાં આવશે અને તેની પાછળ ૩૯૬ કરોડનો ખર્ચ કરવાનું આયોજન છે.

સેટેલાઇટ કેન્દ્રો દ્વારા કેન્સર સ્ક્રીનંિગ નિદાનની સેવાઓ રાજ્યવ્યાપી બનાવાશેઃસ્ટેમસેલ રિસર્ચનો ઉપયોગ કરાશે

વિશ્વ કેન્સર દિન નિમિત્તે આરોગ્ય મંત્રી જયનારાયણ વ્યાસે આજે પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું હતું કે ગુજરાતમાં દર વર્ષે કેન્સરના ૪૫,૦૦૦ દર્દીઓ ઉમેરાય છે. કેન્સરની સામે જન જાગૃતિ, વહેલું નિદાન, સ્ક્રિનીંગ, આઘુનિક સારવાર પદ્ધતિ અને સારવાર માટે સંશોધન કેન્દ્રો સાથે રાજ્ય સરકારે એક વ્યૂહરચના બનાવી છે. સ્ટેમસેલની મદદથી કેન્સરનો ઇલાજ કરવા માટે રાજ્ય સરકારે એક અમેરિકન સિસર્ચ કંપની સાથે સમજૂતી કરાર કર્યા છે.

અમદાવાદના વાસણાના કોમ્યુનિટી ઓન્કોલોજી કેન્દ્રમાં સ્ક્રિનીંગ તેમજ કેમોથેરાપી અને રેડિયેશનની સારવાર શરૂ કરવામાં આવી છે,

હવે રાજ્યભરમાં ૧૦ કરોડના ખર્ચે સેટેલાઇટ સ્ક્રિનીંગ સેન્ટરો ખોલવાનું નક્કી કર્યું છે. બીજી તરફ સ્કૂલોની આસપાસ તમાકુ અને તમાકુની બનાવટોનું વેચાણ ન થાય તે માટે આરોગ્ય, પોલીસ અને શિક્ષણ વિભાગની એક સંયુક્ત બેઠક બોલાવવામાં આવશે અને તેમાં કડક સૂચનાઓ અપાશે.

અમદાવાદમાં ઉભી થનારી મેડીકલ કોલેજ માટે ૨૦૦ કરોડની જમીન આપવામાં આવી છે અને સરકાર દ્વારા બાંધકામની મંજૂરી પણ આપી દેવામાં આવી છે. ન્યૂ સ્વદેશી મીલના કમ્પાઉન્ડમાં જનરલ હોસ્પિટલ તેમજ સેલ્ફ ફાયનાન્સ કોલેજ બનાવવામાં આવશે.

Copyright   © Gujarat Samachar