home page
ગુજરાત
રાષ્ટ્રીય
આંતરરાષ્ટ્રીય
વ્યાપાર
રમત ગમત
મનોરંજન
આજનું ભવિષ્ય
ફોટો ગેલેરી
લગ્ન વિષયક
પૂર્તિ
તંત્રીને પત્ર
અવસાન નોંઘ
આજ નું કાર્ટુન
પ્રથમ પાનું > ગુજરાત >

આજથી નાગપુર ખાતે શરૂ થતી
ભાજપની રાષ્ટ્રીય કારોબારી ને રાષ્ટ્રીય પરિષદમાં મોદી હાજર રહેશે

અમદાવાદ, ગુરૂવાર

નાગપુર ખાતે આવતીકાલે તા. ૬ ફેબુ્રઆરીના રોજ ભાજપની રાષ્ટ્રીય કાર્યકારીણી તથા તા. ૭ અને ૮ ફેબુ્રઆરીના રોજ રાષ્ટ્રીય પરિષદ યોજાશે. ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સહિત તમામ મંત્રીઓ, સાંસદો અને ધારાસભ્યો ઉપરાંત અન્ય કાર્યકરો તેમાં હાજરી આપશે. આ બેઠકમાં આર્થિક ઠરાવમાં વૈશ્વિક મંદી અને તેના ભારતમાં પડનારા પ્રત્યાઘાતોનો ઉલ્લેખ કરી કેન્દ્ર સરકારની નીતિઓની આલોચના કરવામાં આવશે. જ્યારે રાજકીય ઠરાવમાં આતંકવાદના મુદ્દ યુ.પી.એ. સરકારની ઢીલી નીતિની આલોચના કરવામાં આવશે.

સંમેલનમાં રજૂ થનારા રાજકીય અને આર્થિક ઠરાવમાં ચૂંટણી પ્રચારના મુદ્દાઓ રહેશે

આવતીકાલે શુક્રવારે મળનારી કારોબારી સમિતિની બેઠકમાં ગુજરાતમાંથી માત્ર નરેન્દ્ર મોદી, રૂપાલા, ભીખુભાઈ દલસાણીયા, રાજેન્દ્રસંિહ રાણા તથા કાનાજીભાઈ પટેલ હાજર રહેશે. જ્યારે ૭ ફેબુ્રઆરીથી બે દિવસ માટે મળનારી રાષ્ટ્રીય પરિષદમાં તમામ સાંસદો, ધારાસભ્યો, જિલ્લા પંચાયતના પ્રમુખો, મેયર્સ ઉપરાંત પ્રદેશના હોદ્દેદારો, મોરચા અને ટોચના પ્રમુખો, જિલ્લા ભાજપના પ્રમુખ-મહામંત્રી વગેરે ભાગ લઈશકશે.

રાષ્ટ્રીય પરિષદમાં રજૂ થનારા ઠરાવોને આવતીકાલે રાષ્ટ્રીય કારોબારી મંજૂર કરશે. આ ઠરાવો આગામી લોકસબાની ચૂંટણીના પ્રચાર મુદ્દા બની રહેશે. મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે કારોબારીમાં તથા તા. ૭મીએ રાષ્ટ્રીય પરિષદમાં બે દિવસ હાજરી આપી પરત આવશે. જ્યારે અન્ય મંત્રીઓ અને કાર્યકરો ૩ દિવસ રોકાઈ રવિવારે પરત આવશે.

Copyright   © Gujarat Samachar