ફિલ્મી
ગપસપ...!
‘વેલેન્ટાઈન ડે’ના દિવસે સલમાન, કેટરીનાને નવું ઘર ભેટમાં આપશે
! સલીમ ખાન ભલે ‘સામના’
અખબારમાં પોતાનો દિકરો - સલમાન ખાન પરણેલો હોવાની વાત કરે, પરંતુ તે લગભગ
સ્ટન્ટ સાબિત થઈ રહ્યું છે, કારણ કે આગામી ‘વેલેન્ટાઈન ડે’ એટલે કે ૧૪ ફેબુ્રઆરી,
૨૦૦૯ના રોજ સલમાન ખાન પોતાની ગર્લફ્રેન્ડ (નોટ વાઈફ !) કેટરીના કૈફને બાન્દ્રા (મુંબઈ)માં
એક ખૂબ જ શાનદાર ફ્લેટ ભેટમાં આપી રહ્યો છે ! આ ફ્લેટની સજાવટનું કામ ૠત્વિક
રોશનની ઈન્ટિરીયલ ડેકોરેટર પત્ની- સુજેનની દેખરેખમાં કરવામાં આવ્યું છે. આશા
રાખીએ કે સલમાન ખાનની આ લેટેસ્ટ ‘ગર્લફ્રેન્ડ’ કેટરીના કૈફ, ટુંકસમયમાં તેની ‘વાઈફ’
બની, માન્યતાની માફક ગૌરવભેર બોલીવુડમાં હરી-ફરી શકે !!
શાહરૂખ ખાન, અમૃતા અરોરાના લગ્નમાં ઉપસ્થિત નહીં રહે ! આગામી
છઠ્ઠી માર્ચ, ૨૦૦૯ના રોજ જાણીતી એક્ટ્રેસ અમૃતા અરોરાના લગ્ન થવાના છે. આ લગ્ન માટે અમૃતા
અરોરાએ પરમ દિવસે જ શાહરૂખ ખાનને પર્સનલી ઈન્વિટેશન આપવા ગઈ હતી, કારણ કે તે
તેને ખૂબ પસંદ કરે છે. પરંતુ ‘અંદર ખાને’ એવું જાણવા મળ્યું છે કે
પર્સનલ ઈન્વીટેશન આપવા આવેલી અમૃતા અરોરા સમક્ષ શાહરૂખખાને, અમૃતાની બહેન મલ્લૈકા અરોરાના
જેઠ- સલમાન ખાન સાથેની તેની લડાઈને કારણે તે શુભ દિવસે તનાવપૂર્ણ સ્થિતિ પેદા
થઈ શકવાની શક્યતાની ચંિતા વ્યક્ત કરી હતી. પરિણામે શાહરૂખ ખાન કોઈપણ સંજોગોમાં અમૃતા
અરોરાના લગ્ન, ઈચ્છા હોવા છતાં ય એટેન્ડ નહીં કરે ! આમ છતાં ય શાહરૂખની પત્ની ગૌરી
ખાન, જેની અમૃતા અને મલ્લૈકા સાથે સરસ મૈત્રી છે, તે જરૂર આ લગ્નમાં હાજરી આપશે !
સંજય દત્ત ‘‘મુન્નાભાઈ’’ની ઈમેજને ચૂંટણીમાં વટાવશે ? ઈલેકશન
માટે ઝુકાવ્યા પછી સંજય દત્ત અને માન્યતા બન્ને પતિ-પત્ની ચૂંટણી અને રાજનીતિની
જ વાતો કરતા ફરે છે. સંજય દત્તે કહ્યુંકે આગામી લોકસભાની ચૂંટણીઓમાં
તેનું મુખ્ય લક્ષ્ય પોતાના પ્રચાર માઘ્યમથી પોતાની ‘મુન્નાભાઈ’ ઈમેજને અગ્રગણ્ય રાખશે.
‘મુન્નાભાઈ’નું પાત્ર આમે ય સંજય દત્તની ખૂબ જ નજીક છે, જે તેના રાજકારણમાં
ગયા પછી પણ નહીં બદલાય. ડિયર સંજુબાબા, તેં તારા ‘મુન્નાભાઈ’ના પાત્રની તો
ઢગલાબંધ વાતો કરી પરંતુ મને એ ના કહ્યું કે તું ‘મુન્નાભાઈ’ના ગાંધીવાદી
પાસાની વાત કરી રહ્યો છે કે તેના ‘ભાઈ’ બ્રાન્ડ પાત્રની ?!!! |