શેરબજારઓટો,
સોફ્ટવેર, રિલાયન્સ શેરોમાં ફંડોની વેચવાલી (ગુજરાત
સમાચાર પ્રતિનિધિ) મુંબઇ, ગુરુવાર અમેરિકી
અર્થતંત્રને મંદીમાંથી બહાર લાવવાના પ્રયાસોમાં બરાક ઓબામાના ૯૦૦ અબજ ડોલરના
પેકેજની મંજૂરીની ધારણા છતાં બેરોજગારીના આંકમાં થઇ રહેલા વધારા સામે
પેન્ડિંગ હોમ વેચાણમાં એકાએક આશ્ચર્યજનક વધારા સામે હવે વિશ્વની બીજી સૌથી મોટી
રીઇન્સ્યોરન્સ કંપની સ્વીઝ જાયન્ટ સ્વીઝ રીઇન્સ્યોરન્સ કંપનીએ મુશ્કેલીમાં આવી જતાં વોરન
બફેટની હેથવે ઇન્ક. પાસે ત્રણ અબજ સ્વીઝ ફ્રેન્કની (૨.૬ અબજ ડોલર) મદદ માગતા
અને ભયંકર મંદીમાં સપડાયેલા બ્રિટનમાં બેંક ઓફ ઈંગ્લેન્ડ હવે વ્યાજ દર ઝીરો
કરે એવી શક્યતાએ કથળતી વૈશ્વિક આર્થિક મંદીની પરિસ્થિતિમાં વિશ્વના શેરબજારોમાં
આજે સુધારો ધોવાઇ ફરી મંદી જોવાઇ હતી. અમેરિકી શેરબજારોમાં બુધવારે
ડાઉ જોન્સ ઇન્ડેક્ષની ૧૨૨ પોઇન્ટની નરમાઇ બાદ આજે એશીયન શેરબજારોમાં ટ્રેડીંગનો
આરંભ અપેક્ષીત નરમાઇએ છતાં જાપાનના નિક્કી ઇન્ડેક્ષમાં સુઝુકી કોર્પોરેશનના કંગાળ પરિણામે
નરમાઇએ થયો હતો, અને નિક્કી ઇન્ડેક્ષ ૯૦ પોઇન્ટ ઘટયા સામે હોંગકોંગ શેરબજારમાં આકર્ષણે
હેંગસેંગ ૧૧૫ પોઇન્ટ વધીને આવતા મુંબઇ શેરબજારોમાં ટ્રેડીંગનો આરંભ છેતરામણો
થયો હતો. હોંગકોંગના સુધારા પાછળ છેતરામણા આરંભમાં સિમેન્ટ, મેટલ શેરોમાં
આકર્ષણ બતાવી સેન્સેક્ષને આગલા બંધ ૯૨૦૧.૮૫ સામે ૩૯.૭૧ પોઇન્ટ ગેપમાં ઉપર ૯૨૪૧.૫૬
મથાળે ખોલીને એક તબક્કે ઉપરમાં ૯૨૪૭.૦૯ મથાળે લઇ જવાયો હતો. પરંતુ સવારથી જ રિલાયન્સ
ઇન્ડસ્ટ્રીઝ, એચડીએફસી, ભારતી એરટેલ સહિતમાં વેચવાલી સાથે ટાટા મોટર્સ તેના વેન્ડરો
અને સપ્લાયરોને રૂા. ૧૨૦૦ કરોડ ચૂકવવામાં નિષ્ફળ રહ્યાના અહેવાલે ટાટા મોટર્સ અને અન્ય
ઓટો શેરો મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, તેમજ પેરન્ટ સુઝુકી કોર્પોરેશનના નબળા પરિણામે
મારૂતી સુઝુકી સહિતમાં એફઆઇઆઇ, લોકલ ફંડોની વેચવાલી નીકળતા તેમજ યુનીલીવર પાછળ
હિન્દુસ્તાન યુનીલીવર, લાર્સન, સ્ટરલાઇટ, ટીસીએસ, ઇન્ફોસીસ, વિપ્રોમાં નાણા સંસ્થાઓ
એલઆઇસી સહિતની મોટી વેચવાલી નીકળતા સેન્સેક્ષ ગબડીને એક તબક્કે ૧૮૪.૭૭ પોઇન્ટ તૂટીને
નીચામાં ૯૦૧૭.૦૮ સુધી જઇને અંતે ૧૧૦.૯૭ પોઇન્ટના ઘટાડે ૯૦૯૦.૮૮ મથાળે બંધ
રહ્યો હતો. બજેટ ખાધ વધીને
ત્રણ ગણી થવાનો અંદાજ વૈશ્વિક
માઠા સમાચાર સાથે ઘરઆંગણે ભારતમાં ફુગાવાનો દર શાકભાજી અને ફળોના ભાવ તીવ્ર
ઘટાડાએ ઘટીને ૫.૦૭ ટકાની સપાટીએ આવતા આર્થિક- ગ્રાહક માગ પરિસ્થિતિ વઘુ વણસી રહ્યાના
સંકેત સાથે વડાપ્રધાન નમનોહન સિંહના આર્થિક સલાહકાર સુરેશ તેંડુલકરે ખર્ચમાં વૃઘ્ધિથી
ભારતની બજેટ ખાધ ચાલુ વર્ષમાં ત્રણ ગણી થવાનો અંદાજ બતાવતા અને યુરોપના
બજારો નરમાઇએ ખુલતા સ્થાનિકમાં શેરોમાં વેચવાલી વધતી જોવાઇ હતી. એનએસઇનો
નિફ્ટી કેશ ઇન્ડેક્ષ આગલા બંધ ૨૮૦૩.૦૫ સામે ૨૮૦૨.૭૫ ખુલીને ઉપરમાં ૨૮૧૬.૮૦ થઇ
નીચામાં ૨૭૫૪.૮૫ સુધી જઇને છેલ્લે ૨૩ પોઇન્ટના ઘટાડે ૨૭૮૦.૦૫ મથાળે બંધ
રહ્યો હતો. ડેરીવેટીવ્ઝમાં નિફ્ટી બેઝડ પાછલા બે દિવસમાં મોટા મંદીના
તોફાનમાં છોટે બંઘુના જોકી-મહારથીના મોટા વેપાર સાથે સોરોસે ૨૫ લાખ નિફ્ટી વેચ્યાની
અને ૨૨૦૦ નિફ્ટી ઘ્યાને ૪૫ લાખ નિફ્ટી પૂટના વોલ્યુમે સર્જાયેલા ફફડાટમાં ઘણા ખેલંદાઓ
નવી લેવાલીથી દૂર રહ્યા હતા. નિફ્ટી ફેબુ્રઆરી ફ્યુચર ૫૮૯૦૪૫ કોન્ટ્રેક્ટસમાં રૂા.
૮૧૨૮ કરોડના ટર્નઓવરે ૨૭૮૧.૩૫ સામે ૨૮૦૫ થઇ નીચામાં ૨૭૩૧.૧૦ થઇ છેલ્લે ૨૭૭૩.૪૦ બોલાતો
હતો. નિફ્ટી ફેબુ્ર. માર્ચમાં ૨૨૦૦
ઘ્યાને પૂટના કામકાજ નિફ્ટી ફેબુ્રઆરીમાં
સોરોસની મોટી વેચવાલીની ચર્ચા સાથે નિફ્ટી માર્ચમાં ૨૨૦૦ ઘ્યાને પૂટના મોટા કામકાજ
થવા લાગ્યા હતા. જેથી ઓપન ઇન્ટરેસ્ટ વઘુ ૫૨ ાલખથી વઘુ થયું હતું. નિફ્ટી માર્ચમાં ૨૨૦૦
સ્ટ્રાઇક ભાવે આજે ૨૧૧૯૮ કોન્ટ્રેક્ટસમાં રૂા. ૨૩૮ કરોડના ટર્નઓવરે ૪૦.૨૫ સામે ઉપરમાં
૪૯.૪૦ અને નીચામાં ૩૬ થઇ છેલ્લે ૪૧.૭૦ બોલાતો હતો. હેવીવેઇટ
શેરો રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, ભારતી એરટેલ, એચડીએફસીમાં આરંભથી જ મોટી વેચવાલીએ
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ નીચામાં રૂા. ૧૨૭૧.૬૦ થઇ છેલ્લે રૂા. ૨૦.૬૫ ઘટીને રૂા. ૧૨૮૬.૭૫, ભારતી
એરટેલ નીચામાં રૂા. ૬૧૮.૨૦ થઇ અંતે રૂા. ૫.૧૫ ઘટીને રૂા. ૬૮૨.૫૫, એચડીએફસી નીચામાં
રૂા. ૧૩૭૭.૬૫ થઇ છેલ્લે રૂા. ૫૨.૮૦ ઘટાડે રૂા. ૧૩૮૯.૬૫, સ્ટરલાઇટ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા મુશ્કેલીમાં
મૂકાયેલી કોપર માઇનીંગ કંપની અસારકોને હસ્તગત કરવાની તૈયારીમાં હોવાના અહેવાલ છતાં
લંડન મેટલ એક્ષચેન્જમાં મેટના ભાવો ફરી તૂટતા શેર રૂા. ૧૫.૯૫ તૂટીને રૂા. ૨૬૩.૪૦ રહ્યા
હતાં. બિગબુલ પસંદગીના શેરોમાં
લેવાલ વ્હાઇટ એન્ડ વ્હાઇટ દિગ્ગજ
ઘર આંગણે પ્રસંગ હોઇ હેવ ઓછી સક્રીયતા સાથે સામે મંદીનો પાછલા દિવસોમાં
કરેલા મોટો વેપાર હજુ ઊભો રાખ્યાની અને બેંક, ઓટો, મેટલ શેરોમાં વેચવાલ હોવાની
ચર્ચા હતી. આ સામે બિગબુલની ઇન્ડેક્ષ બેઝડ મંદી સામે પસંદગીના શેરોમાં ટૂંકાગાળાના
તેજીનો વેપાર કરીને પાવર, ટેક્સટાઇલ, રીયાલ્ટી શેરોમાં લેણ કર્યાની ચર્ચા હતી. પસંદગીના
સ્મોલ-મિડ કેપ શેરોમાં ઘટાડે કોનરીંગ રોકડાના
સ્મોલ-મિડ કેપ શેરોમાં સંખ્યાબંધ કાઉન્ટરોમાં હજુ ખપતા ભાવે ઇન્વેસ્ટરોની વેચવાલી
છતાં ઉંચા ભાવે શેરો વેચીને હળવા થયેલા દિગ્ગજો, લોકલ ફંડો, ઓપરેટરો સાથે
બિગબુલે પસંદગીના સ્મોલ-મિડ કેપ શેરોમાં લાંબાગાળા માટે વેલ્યુબાઇંગ કર્યાની ચર્ચા
હતી. માર્કેટબ્રેડથ સતત નેગેટીવ બની રહી આજે બીએસઈમાં કુલ ટ્રેડિંગ થયેલી ૨૫૬૮ સ્ક્રીપમાંથી
ઘટનારની સંખ્યા ૧૪૫૭ અને વધનારની ૧૦૦૨ રહી હતી. ૨૧૨શેરોમાં ઓનલી સેલરની મંદીની
નીચલી સર્કિટ હતી. જયારે વેલ્યુબાઈંગ સાથે ઘટાડે સસ્તામાં કોનરીંગે ૧૬૯ શેરોમાં ઓનલી
બાયરોની તેજીની ઉપલી સર્કિટ હતી. ઓટો
શેરોમાં ધબડકો સેન્સેક્ષના પ્રમુખ
ઘટનાર અન્ય શેરોમાં મારૂતી સુઝુકી પેરન્ટ સુઝુકી કોર્પ.ના નબળા પરિણામે રૂા. ૨૪.૫૦ ઘટીને
રૂા. ૫૭૭.૫૦, મહિન્દ્રા એન્ડ મહિનદ્રા રૂા. ૧૬.૧૯૦ ઘટીને રૂા. ૨૬૬.૭૫, ટાટા મોટર્સ વેન્ડર્સ
અને સપ્લાયરોને રૂા. ૧૨૦૦ કરોડની ચૂકવણી બાકી હોવાના અહેવાલે રૂા. ૩.૭૫ ઘટીને રૂા.
૧૩૧.૫૦, લાર્સન રૂા. ૧૬.૮૦ ઘટીને રૂા. ૬૩૬.૮૫, રિલાયન્સ કોમ્યુનિકેશન રૂા. ૩.૫૦ ઘટીને
રૂા. ૧૫૯.૮૫, ઇન્ફોસીસ ટેક્નોલોજી લાઇફ ઇન્સ્યોરન્સની વેચવાલીએ રૂા. ૨૨.૯૫ ઘટીને રૂા.
૧૨૬૦, વિપ્રો રૂા. ૪.૨૫ ઘટીને રૂા. ૨૧૯.૭૦, ટીસીએસ રૂા. ૧૬.૩૦ ઘટીને રૂા. ૪૮૨.૭૫, હિન્દુસ્તાન
યુનીલીવર રૂા. ૪.૧૫ ઘટીને રૂા. ૨૬૩.૬૦ રહ્યા હતાં. સોફટવેર
શેરોમાં એફઆઇઆઇ- લોકલ ફંડોની એક્ઝિટ સોફ્ટવેર
ઉદ્યોગ માટે નાસ્કોમે નબળું ચિત્ર બતાવી આઇટીબીપીઓ નિકાસ વૃઘ્ધિ ઘટીને ૧૬થી
૧૭ ટકા કરી ૪૭ અબજ ડોલરનો લક્ષ્યાંક મૂકતા અને સત્યમ કોમ્પ્યુટરના એકાઉન્ટિંગ કૌભાંડથી
દેશની આઇટી કંપનીઓની ખરડાયેલી છબી અને હવે ઇન્ફોસીસે પણ નિકાસ વૃઘ્ધિ
ઘટવાનો અંદાજ મૂકતા અને હવે સત્યમ સાથેનો કોન્ટ્રેક્ટ ઓસ્ટ્રેલીયાની નેશનલ બેંક
રદ કરતા અને સત્યમ કોમ્પ્યુટરને હસ્તગત કરવા કોઇ આગળ નહીં આવવાની ચર્ચાએ સોફ્ટવેર
શેરોમાં એફઆઇઆઇ- લોકલ ફંડો, નાણા સંસ્થાઓની સતત વેચવાલી રહી હતી. ‘એ’
ગુ્રપના ઘટનાર શેરોમાં સિન્ટેક્ષ ઇન્ડસ્ટ્રીઝ રૂા. ૧૦.૨૫ તૂટીને રૂા. ૧૧૫.૪૫, સ્પાઇસ ટેલી
રૂા. ૬.૧૫ તૂટીને રૂા. ૭૬.૪૦, એબીબી રૂા. ૨૫.૯૦ તૂટીને રૂા. ૪૩૭.૪૦, નાગાર્જુન કન્સ્ટ્રક્શન
રૂા. ૨.૩૫ તૂટીને રૂા. ૪૫, પેન્ટાલૂન રીટેલ રૂા. ૭.૬૫ તૂટીને રૂા. ૧૪૭.૨૦, દિવીઝ
લેબ. રૂા. ૩૮.૧૫ તૂટીને રૂા. ૮૧૫.૮૫, કોટક બેંક રૂા. ૧૦.૩૫ ઘટીને રૂા. ૨૬૧, ગેમન ઇન્ડિયા
રૂા. ૨.૪૫ ઘટીને રૂા. ૬૨.૫૦, જૈન ઇરીગેશન રૂા. ૧૦.૪૫ ઘટીને રૂા. ૩૧૬.૬૫ રહ્યા હતાં. પસંદગીના
પાવર, ટેક્સટાઇલ, રીયાલ્ટી શેરોમાં બિગબુલની સક્રીયતાની ચર્ચા વચ્ચે સિમેન્સ રૂા. ૫.૨૦ વધીને
રૂા. ૨૦૩.૯૫, સુઝલોન એનર્જી રૂા. ૧.૦૫ વધીને રૂા. ૪૩.૦૫, અરેવા મહારાષ્ટ્રમાં ન્યુક્લીયર
પાવર ક્ષેત્રે સક્રીય થતા રૂા. ૪.૨૫ વધીને રૂા. ૧૮૫.૭૦ રહ્યા હતા. બિગબુલે પસંદગીના
અન્ય કાઉન્ટરોમાં પણ સક્રીય થયાની ચર્ચા વચ્ચે બંગ ઓવરસીઝ ઉપરમાં રૂા. ૧૪૪.૪૦ થઇ અંતે
રૂા. ૫.૧૦ વધીને રૂા. ૧૪૩.૫૫, આકૃતિ સિટી રૂા. ૬૦.૫૦ ઉછળીને રૂા. ૮૮૭.૫૦, ઇન્ડિયાબુલ્સ
રૂા. ૬.૩૦ વધીને રૂા. ૧૩૨.૫૫ રહ્યા હતાં. એસ્સાર
શિપિંગ, સેસાગોવા, પ્રાજ ઇન્ડસ્ટ્રી, સેઇલ ઉંચકાયા ‘એ’
ગુ્રપના પ્રમુખ અન્ય વધનાર શેરોમાં એસ્સાર શિપિંગ રૂા. ૨.૨૫ વધીને રૂા. ૩૧.૫૦,
ગ્રેટ ઇસ્ટર્ન શિપિંગ રૂા. ૧૧.૬૫ વધીને રૂા. ૧૮૯.૧૦, સેસાગોવા રૂા. ૫ વધીને
રૂા. ૯૧.૨૦, યુનાઇટેડ સ્પિરીટ રૂા. ૩૦.૧૦ વધીને રૂા. ૫૬૬.૯૫, ડાબર ઇન્ડિયા રૂા. ૨.૪૫
વધીને રૂા. ૯૦.૭૫, સેઇલ રૂા. ૨.૯૫ વધીને રૂા. ૮૨.૧૫, લુપીન રૂા. ૧૫.૯૫ વધીને
રૂા. ૫૮૮ રહ્યા હતાં. ગુજરાત કોટેક્ષમાં
ફરી લિસ્ટિંગે કબાડું કરાયું? ૭૫ પૈસા વાળો શેર ૪૫૦૪ ટકા (રૂા. ૩૪) ઉછાળાયો ગુજરાત
કોટેક્ષનું આજે ફરી લિસ્ટિંગ સાથે કબાડુ થયું હતું. કંપનીનો શેર અગાઉ ડીલિસ્ટ થયો
ત્યારે છેલ્લે માત્ર ૭૫ પૈસામાં ટ્રેડીંગ થયા બાદ આજે ફરી લિસ્ટિંગ રૂા. ૧૨.૬૦ ભાવે
થઇને ઉપરમાં રૂા. ૫૦ થઇ છેલ્લે ૪૫૦૪ ટકાના (રૂા. ૩૩.૭૮) ઉછાળે રૂા. ૩૪.૫૩ રહ્યો હતો.
મર્કેટર લાઇન્સમાં ઉછાળે ઓફલોડીંગનો
પ્રયાસ? સ્મોલ-મિડ કેપના પસંદગીના
અન્ય વધનાર શેરોંમાં મર્કેટર લાઇન્સમાં ઉછાળે ઓફલોડીંગ કરવારૂપી ઓપરેટરો-
સટ્ટોડિયાના તોફાનમાં શેર રૂા. ૫.૮૫ ઉછળીને રૂા. ૩૧.૧૫, કોન્સોલિડેટ કન્સ્ટ્રક્શન રૂા.
૨૧.૮૫ ઉછળીને રૂા. ૧૩૧.૧૫, બીએફ યુટીલીટી રૂા. ૧૯.૩૫ વધીને રૂા. ૪૫૦.૬૦, હોટલ
લીલાવેન્ચર રૂા. ૧૮.૮૫, જિન્દાલ ડ્રીલીંગ રૂા. ૧૦.૯૦ વધીને રૂા. ૨૫૭.૯૦ રહ્યા હતાં.
હેંગસેંગ ૧૧૫ પોઇન્ટ ઉંચકાયો ઃ
નિક્કી, તાઇવાન, સાંઘાઇ, યુરોપમાં નરમાઇ એશીયાના
અન્ય દેશોના બજારોમાં નિક્કી ઇન્ડેક્ષ ૮૯.૨૯ પોઇન્ટ ઘટીને ૭૯૪૯.૬૫, હેંગસેંગ ૧૧૫.૦૧
પોઇન્ટ વધીને ૧૩૧૭૮.૯૦, સાંઘાઇ કોમ્પોઝિટ ૯.૭૩ પોઇન્ટ વધીને ૨૦૯૮.૦૨,
તાઇવાન વેઇટેજ ૨૬.૭૨ પોઇન્ટ વધીને ૪૩૬૩.૨૫, કોસ્પી ૧૭.૪૯ પોઇન્ટ ઘટીને ૧૧૭૭.૮૮
રહ્યા હતા. યુરોપના શેરબજારોમાં સાધારણ નરમાઇ હતી. |