કોમોડિટીઝ
સોનામાં
રૂ.૧૭૫, ચાંદીમાં રૂ.૩૭૫નો ઉછાળો મુંબઈ
ચાંદીના ભાવો આજે કિલોના રૂ.૩૭૫ ઉછળી રૂ.૨૦ હજારની સપાટી કૂદાવી ગયા હતા.
સોનાના ભાવો રૂ.૧૭૫ વધી ફરી રૂ.૧૪ હજારની સપાટીને પાર કરી ગયા હતા. ચાંદી
૯૯૯ના ભાવો આજે કિલોના રૂ.૧૯૭૧૦ વાળા રૂ.૧૯૮૨૫ ખુલી રૂ.૨૦૦૮૫ બંધ રહ્યા હતા.
સોનાના ૧૦ ગ્રામના ભાવો ૯૯.૫૦ના રૂ.૧૩૯૭૦ વાળા રૂ.૧૪૦૭૦ ખુલી રૂ.૧૪૧૪૫ બંધ રહ્યા
હતા. જયારે ૯૯.૯૦ના ભાવો રૂ.૧૪૦૩૫ વાળા રૂ.૧૪૧૩૦ ખુલી રૂ.૧૪૨૦૫ બંધ રહ્યા હતા.
વિશ્વ બજારમાં આજે સોનાના ભાવો ૮૯૯.૭૦થી ઉછળી ૯૧૯ થઈ ૯૧૮ ડોલર રહ્યા હતા. જયારે ચાંદીના
ભાવો ૧૨.૪૪ વાળા વધીને ૧૨.૮૮ ડોલર રહ્યાના સમાચારો હતા. ડોલરના ભાવો રૂ.૪૮.૮૧થી
ઘટી રૂ.૪૮.૭૭ રહ્યા હતા. વિશ્વ બજારમાં પણ યુરો સામે ડોલરના ભાવો ઘટતાં સોનામાં ઘટાડે
આજે હેજફંડોની લેવાલી વઘ્યાના સમાચારો હતા. સોનાના ૧૦ તોલાના બિસ્કિટના ભાવો
વધી આજે રૂ.૧૬૫૯૦૦ આસપાસ રહ્યા હતા. ઘાણા
તથા હળદરમાં નીચલી સર્કિટ વૈશ્વિક
બજારોમાં લેવાલી નીકળતા આજે બુલિયન અને તેલિબંિયાનાં વાયદાઓમાં સતત બીજા દિવસે
તેજી જોવા મળી હતી. જયારે મસાલાનાં વાયદામાં ઘટાડો દેખાયો હતો એનસીડેક્સ
ખાતે આજે હળદર તથા ઘાણાનાં વાયદાઓમાં ૨થી ૩ ટકાની નીચલી સર્કિટ લાગી
હતી. સુરેન્દ્રનગર ૭૯૭ કપાસનાં વાયદામાં આજે ૭૪૭ ગાડીનાં કારોબાર સાથે ૭ કરોડનાં
વેપાર થયા હતા. દરમિયાન એનસીડેક્સ ખાતે આજે સાંજે પ્રથમ સત્રનાં કારોબારને અંતે
કુલ ૬૦,૦૭૬ સોદામાં ૨૧૯૦ કરોડ રૂપિયાનાં વેપાર થયા હતા. ક્રુડ તેલના વાયદામાં
આજે માત્ર પ્રથમ સત્રમાં ૭૫,૪૦૦ બેરલના વાયદા વેપાર થયા હતા. આજે
દિવસ દરમિયાન ચણામાં ૫૬,૦૧૦ ટન તથા ગુવારસીડમાં૮૫,૨૬૦ ટનનાં વેપાર થયા
હતા. જયારે સોયાતેલનાં વાયદામાં ૫૭,૧૩૦ ટનનાં વેપાર હતા. સોનાનાં વાયદામાં
૨૯૦ કિલો અને ચાંદીના વાયદામાં ૪,૯૮૫ કિલોનાં કામકાજ થયા હતા. આજે
ગુવારસીડનાં વાયદામાં ૧૪૧ કરોડ, ચણામાં ૧૩૨ કરોડ, સોયાતેલમાં ૨૬૦ કરોડ,
સોયાબીનનાં વાયદામાં ૫૦૦ કરોડ, સરસવનાં વાયદામાં ૪૧ કરોડ તથા ખાંડમાં
૧૮૪ કરોડનાં વેપાર થયા હતા. સોનાનાં વાયદામાં ૪૧ કરોડ, હળદરમાં ૩૭૭
કરોડ રૂપિયાનાં વેપાર થયા હતા. મુંબઈ
તેલ-બિયાં બજારમાં આજે એરંડા વાયદા બજારમાં ભાવો આરંભમાં ઘટયા પી ઘટાડે વેચાણો
નફારૂપી કપાતાં ભાવો વધી આવ્યા હતા. જો કે મથકોએ એરંડાની આવકો આજે વઘ્યાના
સમાચારો વચ્ચે વાયદાના ભાવો બજાર બંધ થતી વખતે ફરી નરમ રહ્યા હતા. મુંબઈમાંઆજે
એરંડાના એપ્રિલના ભાવો રૂ.૨૧૫૭ વાળા રૂ.૨૧૫૨ ખુલી રૂ.૨૧૩૦ રહ્યા પછી રૂ.૨૧૬૪ રહી રૂ.૨૧૫૦
બંધ રહ્યા હતા. મુંબઈમાં આજે હાજર એરંડાના ભાવો રૂ.૨૪૫૦ વાળા રૂ.૨૪૪૦ રહ્યા હતા
જયારે દિવેલના બાવો રૂ.૨ ઘટી અનુક્રમે કોમર્શિયલના રૂ.૫૧૮ અને બીએસએસના રૂ.૫૨૮
રહ્યા હતા જયારે એફએસજી કંડલાના ભાવો રૂ.૫૦૦ના મથાળે ટકેલા રહ્યા હતા. દરમિયાન,
ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ તથા રાજસ્થાન બાજુ આજે એરંડાની આવકો વધીને ૪૭થી ૪૮
હજાર ગુણી આવી હતી અને ત્યાં ભાવો આજે હાજર એરંડાના ગામડાના રૂ.૪૫૦થી ૪૫૨ અને બિલ્ટીના
રૂ.૪૬૨ રહ્યાના સમાચારો હતા. સંિગતેલ હાજર રૂ.૫૨૦થી વધી રૂ.૫૩૦ રહ્યું હતું જયારે
રાજકોટ બાજુ ભાવો રૂ.૫૦૦ વાળા રૂ.૫૧૦ અને ૧૫ કિલોના રૂ.૮૦૦ વાળા રૂ.૮૧૦ હતા. પામતેલના
ભાવો રૂ.૩૨૩ વાળા રૂ.૩૨૬ રહ્યા હતા જયારે સોયાતેલ રિફા.ના ભાવો રૂ.૪૫૦ વાળા રૂ.૪૪૫
રહ્યા હતા. સનફલાવર તેલના ભાવો રૂ.૪૨૦ વાળા રૂ.૪૧૫ અને રિફા.ના રૂ.૪૭૦ રહ્યા હતા. કપાસિયા
તેલના ભાવો રૂ.૪૨૦થી વધી રૂ.૪૩૦ રહ્યા હતા. ખોળ બજારમાં આજે કપાસિયા ખોળના ભાવો
રૂ.૧૦૬૦૦ વાળા રૂ.૧૦૮૦૦ રહ્યા હતા. નવી મુંબઈ
સંિગદાણા બજારમાં આજે પાંખા વેપારો વચ્ચે ભાવો ટકેલા રહ્યા હતા. દરમિયાન,
આંધ્ર અને કર્ણાટક બાજુ આજે મુંબઈના અમુક નિકાસકારોએ એન્ડી કર્યાના જાવા કવોલિટીમાં
ખાસ કરીને ૮૦-૯૦ કાઉન્ટમાં છાપાછાપી કરીને રૂ.૪૦થી ૫૦ ભાવો ઉછાળીને આ નિકાસકારો
માલો લઈ રહ્યાના સમાચારો હતા. વિશ્વ બજારમાં
જો કે લંડન મેટલ એક્સ. બાજુ વિવિધ ધાતુઓના સ્ટોકમાં નવો વધારો
થતાં ત્યાં ધાતુઓના ભાવો તૂટયાના સમાચારો હતા. મુંબઈમાં આજે કોપર વાયર
બારના ભાવો કિવ.દીઠ રૂ.૧૦૦ વધી રૂ.૨૪૩૦૦ રહ્યા હતા જયારે કોપર સ્ક્રેપના ભાવો
જાતવાર રૂ.૧૦૦ વઘ્યા હતા. લંડન એક્સચેન્જમાં જો કે આજે કોપરનો સ્ટોક ૨૬૫૦ ટન વઘ્યો
હતો અને ત્યાં ત્રણ મહિનાના ભાવો ૩૪૩૫થી ઘટી ૩૪૦૦ ડોલર રહ્યાના સમાચારો હતા. દરમિયાન,
મુંબઈમાં આજે જસતના ભાવો રૂ.૧૦૦ વધી રૂ.૭૪૦૦ તથા સીસાના ભાવો રૂ.૩૦૦ વધી
રૂ.૮૪૦૦ રહ્યા હતા. સામે નિકલના ભાવો રૂ.૧૫૦૦ ઘટી રૂ.૬૮૦૦૦ રહ્યા હતા. લંડન એક્સ.માં
આજે ત્રણ મહિનાના ભાવો ટીનના ૩૫૦ ઘટી ૧૧૦૦૦ ડોલર, નિકલના ૧૧૮૦૦ વાળા ૧૧૫૭૦ ડોલર,
એલ્યુમિનિયમ ૧૪૨૫ વાળા ૧૪૩૦ ડોલર, જસતના ૧૧૭૫, સીસાના ૧૧૮૫ વાળા ૧૧૮૦ ડોલર રહ્યા
હતા. ત્યાં આજે ટીનનો સ્ટોક ૭૦ ટન, નિકલનો ૭૮ ટન, એલ્યુમિનિયમનો ૨૨૫૫૦ ટન, જસતનો
૨૩૫૦ ટન અને સીસાનો ૯૦૦ ટન વઘ્યાના સમાચારો હતા. નવી
મુંબઈ ખાંડ બજારમાં આજે ભાવોમાં ઉંચા મથાળે ઝડપી ઘટાડો નોંધાયો હતો. વઘ્યા
ભાવોએ નવી માંગ ધીમી રહી હતી. હાજરમાં આજે ભાવો રૂ.૨૧૪૬થી ૨૧૯૦ વાળા ઘટી
રૂ.૨૧૨૦થી ૨૧૫૦ રહ્યા હતા. નાકા ડિલીવરીમાં આજે ભાવો રૂ.૨૧૧૦થી ૨૧૪૦ વાળા ઘટી રૂ.૨૦૮૦થી
૨૧૧૦ રહ્યા હતા જયારે સારાના ભાવો નાકા ડિલીવરીમાં રૂ.૨૧૫૫થી ૨૧૯૦ વાળા ઘટી રૂ.૨૧૨૦થી
૨૧૫૦ રહ્યા હતા.મોડી સાંજે નાકાના ભાવો રૂ.૨૦૭૫થી ૨૧૩૦ અને સારાના રૂ.૨૧૩૦થી ૨૧૮૦
રહ્યાના સમાચારો હતા. જયારે મિલો પર ભાવો છેલ્લે નાકાના ભાવો કરતાં રૂ.૭૦ જેટલા
નીચા રહ્યાના સમાચારો હતા. એરંડા,
રબર, મરીમાં ગાબડા નેશનલ મલ્ટી કોમોડિટી
એક્સ્ચેંજમાં આજે ૩૩૧૩૬ લોટના કામકાજે રૂા. ૫૧૮.૧૮ કરોડનું ટર્નઓવર હતું. મરીમાં
રૂા. ૧૧૮ થી ૨૭૦નું ગાબડું, રબરમાં રૂા. ૯ થી ૪૦નો ઘટાડો, એરંડામાં રૂા. ૫ થી ૯૦નું
ગાબડું, ચણામાં રૂા. ૩૮ થી ૪૮નો ઘટાડો, કોફીમાં રૂા. ૧૦૫નું ગાબડું, ઇસબગુલમાં રૂા.
૫ થી ૧૦૬નો ઘટાડો હતો. ચાંદીમાં રૂા. ૩૪૦નો અને કિલોગોલ્ડમાં રૂા. ૧૭૦નો
ઉછાળો હતો. કોપરામાં રૂા. ૭૯ થી ૧૧૮૧નો સુધારો હતો. |