home page
ગુજરાત
રાષ્ટ્રીય
આંતરરાષ્ટ્રીય
વ્યાપાર
રમત ગમત
મનોરંજન
આજનું ભવિષ્ય
ફોટો ગેલેરી
લગ્ન વિષયક
પૂર્તિ
તંત્રીને પત્ર
અવસાન નોંઘ
આજ નું કાર્ટુન
પ્રથમ પાનું > આજ નું ભવિષ્ય > દિનમહિમા

આજનો દિનમહિમા

આજે છઠ્ઠી ફેબુ્રઆરી, માઘ સુદ બારસ, સામાન્ય દિવસ છે.

ફ્રાન્સના મહાન લેખક અને નોબેલ પારિતોષિક વિજેતા રોમાં રોલાં

અર્વાચીન યુગમાં માનવી માનવી તરીકે જીવી શકે તે માટે ફ્રેન્ચ સાહિત્યકાર માનવતાપ્રેમી ચંિતક રોમાં રોલાં છેલ્લા શ્વાસ સુધી લડતા રહ્યા. આઈ વિલ નોટ રેસ્ટ, હું જંપવાનો નથી. એ તેમના લેખોનો સંગ્રહ છે. એ તેમનો જીવનમંત્ર બની રહ્યો.

૬-૨-૧૮૬૬માં તેમનો જન્મ થયો. કલા-માનવીને પોતાના ક્ષુદ્ર અહંમાંથી મુક્ત કરી એક નવાજ પ્રસન્ન જગતમાં લઈ જાય છે એમ તેઓ માનતા.

‘ઝયાં ક્રિસ્તોફ’ તેમની ખ્યાતિ અપાવનાર નવલકથા છે. એ સંગીતકારની વિકાસગાથા છે. અનેક આપત્તિઓ, ગેરસમજો, ભૂલો, ઈર્ષાની આંધીઓ, નસીબ અને કુદરતની બલિહારીઓ - એ બધાંને કલાકાર પાર કરી જાય છે અને એનું સંત જેવું વ્યક્તિત્ત્વ સિદ્ધ થાય છે.

શ્રી રામકૃષ્ણ, વિવેકાનંદ, ગાંધીજી, રવીન્દ્રનાથ તરફ તેમને અદમ્ય આત્મીયતા- પ્રીતિ હતા. વિશ્વયુદ્ધોથી રોલાં બેચેન હતા. રવીન્દ્રનાથને તેમણે લખેલું કે હિન્દની ભૂમિમાં તેઓ કદી પગ મૂકશે નહિ છતાં પોતાને અંતરથી ભારતવાસી માને છે. ઉદાત્ત ચરિત્રોને ઝીલવા માટે ઉત્તમ હૃદયદર્પણ જોઈએ. માઈકલ એન્જેલો, ગ્યુઈથે, બિચોવન જેવાં ઉત્તમ ચરિત્રો તેમણે આપ્યાં.

સંત કવિ ભાણસાહેબ

આજે રવિ-ભાણ સંપ્રદાયના આદ્યસ્થાપક- ભાણસાહેબનો જન્મદિન છે. બે સદી પહેલાં ભાણ ફોજ-ભાણસાહેબનાં ભક્ત શિષ્યોની ફોજ ગુજરાતભરમાં જ્યાં જ્યાં મુકામ કરતી ત્યાં ત્યાં ધરતી ધન્ય બની જતી. પ્રભુભક્તિની સાહ્યબી માણતાં આ સંપ્રદાયનાં સ્થાપક ભાણસાહેબ છે. ભાણ, ખીમ, રવિ, મોરાર, ત્રિકમ સૌ ભજનિક છે.

શિવપ્રાર્થના ઃ

હે રુદ્ર ! ભાથું તમારું શરથી ભરેલ,

તે રાખજો દેવ, અમાંથી દૂર,

ભાંગી બધી બાણ અણિ, મહેશ,

બનો અમારા પ્રતિ, શાન્ત સ્વસ્થ (રુદ્રી)

Copyright   © Gujarat Samachar