home page
ગુજરાત
રાષ્ટ્રીય
આંતરરાષ્ટ્રીય
વ્યાપાર
રમત ગમત
મનોરંજન
આજનું ભવિષ્ય
ફોટો ગેલેરી
લગ્ન વિષયક
પૂર્તિ
તંત્રીને પત્ર
અવસાન નોંઘ
આજ નું કાર્ટુન
પ્રથમ પાનું > આજ નું ભવિષ્ય

સુપ્રભાતમ્‌

ëT UèíTA ý«T §TèTg

ëT §TèNý«T UôÃTA ¤

UèíTg §TUè UôÃTÃTA è

®T»nãT³© [î®nõýT ¤¤

- સત્‌ પુરુષોના મનમાં જે હોય તેવું જ તેમની વાણીમાં અને વાણીમાં જે હોય તેવું જ તેમનાં કાર્યોમાં આવે. સજ્જનોનાં મન, વાણી અને કાર્યમાં એકરૂપતા - સમાનતા હોય છે. - અનુ. કુલીનચંદ્ર યાજ્ઞિક

આજનો દિન મહિમા

આજનું પંચાંગ

તા. ૬-૨-૨૦૦૯ શુક્રવાર ફાગણ સુદ અગિયારસ - બારસનો ક્ષય ધંઘુકા સ્વામિનારાયણ મંદિરનો પાટોત્સવ ઉન્મત ગંગોત્સવ

દિવસના ચોઘડિયાં ચલ, લાભ, અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ.
રાત્રિના ચોઘડિયાં રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ.
જન્મરાશિ આજે જન્મેલ બાળકની મિથુન (ક.છ. ઘ.) રાશિ આવશે.

વિક્રમ સંવત ઃ ૨૦૬૫, શાકે ઃ ૧૯૩૦, જૈનવીર સંવત ઃ ૨૫૩૫.
વિક્રમ સંવત્સર ઃ શાર્વરી, શક સંવત્સર ઃ સર્વધારી, ઉત્તરાયણ શિશિર ૠતુ, ફાગણ સુદ અગીયારસને શુક્રવાર. બારસનો ક્ષય છે. આજે જયા એકાદશી છે. વૈદ્યુતિયોગ સવારના ૧૦ ક. ૧૯ મિ. સુધી. ઉન્મત ગંગોત્સવ. ધંઘુકા-સ્વામિનારાયણ મંદિરનો પાટોત્સવ. બજારોમાં વધઘટ જણાય. હવામાનમાં ફેરફારી જણાય ? પંડિત મોતીલાલ નહેરૂની પુણ્યતિથિ.

અમદાવાદ સૂર્યોદય ઃ ૭ ક. ૧૯ મિ., સૂર્યાસ્ત ઃ ૧૮ ક. ૨૯ મિ.
સુરતસૂર્યોદય ઃ ૭ ક. ૧૫ મિ., સૂર્યાસ્ત ઃ ૧૮ ક. ૩૦ મિ.
મુંબઈ સૂર્યોદય ઃ ૭ ક. ૧૨ મિ., સૂર્યાસ્ત ઃ ૧૮ ક. ૩૨ મિ.
મુસલમાની હિજરીસન ૧૪૩૦ સફર માસનો દસમો રોજ.
પારસી શહેનશાહી વર્ષ શહેરેવર માસનો બાવીસમો રોજ ગોવાદ.

આજનું ભવિષ્ય

તા. ૦૬-૦૨-૨૦૦૯

મેષ ઃ આજે નોકરી-ધંધાના કામ અંગે બહાર જવાનું થાય, અગત્યના કામમાં પ્રગતિ જણાય. યશ-સફળતા મળે. વેપાર-ધંધો થઈ શકે.

વૃષભ ઃ નોકરી-ધંધામાં આવક થાય. ઘર, પરિવાર, કુટુંબના કામમાં ઘ્યાન આવી શકો. પુત્ર-પૌત્રાદિકના કામમાં સાનુકૂળતા જણાય.

મિથુન ઃ માનસિક પરિતાપ છતાં કામમાં વ્યસ્ત રહો. બેંકના, શેરોના, ધંધાના કામમાં ઘ્યાન આપી શકો. નોકરીમાં રાહત જણાય.

કર્ક ઃ નાણાંકીય જવાબદારીવાળા કામમાં ઘ્યાન રાખવું. શેરોની લે-વેચમાં, ખરીદીમાં ઉતાવળ કરવી નહીં. સરકારી, રાજકીય કામની ચંિતા રહે.

સંિહ ઃ વિલંબમાં પડેલ કામ ઉકેલાય. સંતાનના કામમાં ઘ્યાન આપી શકો. સીઝનલ ધંધો મળવાથી, આવક થવાથી હળવાશ જણાય.

કન્યા ઃ વેપાર-ધંધામાં, બજારોની વધઘટમાં ધીરજથી, શાંતિથી નિર્ણય કરવો. રાજકીય-સરકારી કે સંસ્થાકીય કામમાં, નોકરીમાં ઘ્યાન આપવું પડે.

તુલા ઃ વિલંબમાંપડેલ કામમાં સાનુકૂળતા પ્રગતિ જણાય. ધંધો થાય, આવક આવવાથી રાહત રહે. નોકરીના કામમાં શ્રમ-થાક જણાય.

વૃશ્વિક ઃ આજે આપે નુકસાન થાય નહીં તેની તકેદારી રાખવી. શારીરિક-માનસિક અસ્વસ્થતા-સુસ્તી-કંટાળો-ચંિતા અનુભવાય.

ધન ઃ આનંદથી તમારું તેમજ અન્યનું કામકાજ કરી શકો. નોકરી-ધંધાના તેમજ પુત્ર પૌત્રાદિક, પરિવારના કામમાં ઘ્યાન આપી શકો.

મકર ઃ કામકાજમાં વ્યસ્ત રહો, કામ કરી શકો પરંતુ આનંદ, ઉત્સાહ જણાય નહીં. બીજાના કામમાં સમય-શ્રમ-નાણાં ખર્ચાય.

કુંભ ઃ પુત્ર પૌત્રાદિકના કારણે ચંિતારહે. વાણીમાં મીઠાશ ને વ્યવહારમાં નમ્રતા રાખીને નોકરી-ધંધાનું, સંતાનનું કામ કરવું પડે.

મીન ઃ ઘર-પરિવારના કામમાં વ્યસ્ત રહેવાનું થાય. સગાસંબંધી, મિત્રવર્ગથી ખર્ચ થાય. નોકરી-ધંધાના કામમાં ચંિતા પછી રાહત જણાય.

જન્મતારીખ વર્ષસંકેત

તા. ૬ ફેબુ્રઆરી ૨૦૦૯

આજથી શરૂ થતું આપનું જન્મવર્ષ સંઘર્ષ-ચંિતાનું રહે. શારીરિક-માનસિક અસ્વસ્થતાના કારણે આપના રોજીંદા કામમાં, નોકરીધંધામાં રૂકાવટ-મુશ્કેલી અનુભવો. આ વર્ષમાં આપે મનુષ્યસર્જીત ભૂલ દ્વારા મોટી આપત્તિ-મુશ્કેરીને નોંતરવી નહીં. નાણાંકીય લેવડદેવડના વ્યવહારમાં આપે નિયમિતતા રાખવી જરૂરી રહેશે. દેવું થાય, દેવુંવધે તેવા ખર્ચા કરવા નહીં.

Copyright   © Gujarat Samachar