|
નવા વર્ષના પ્રથમ સુર્યોદયને ૧૫૦ છાત્રોએ કાગળ ઉપર ઉતાર્યો ભુજ ઃ ૨૦૦૯ના વર્ષના પ્રથમ સૂર્યોદયે ૨૨ જેટલા દેસોમાં આંતરરાષ્ટ્રીય ખગોળ વર્ષની ઉજવણી કરાઈ આ પ્રસંગે ભુજમાં કચ્છ એમેચ્યોર એસ્ટ્રોનોમર્સ કલબ તથા રોટરી કલબ તરફથી અહીંના કિલગાર્ડનમાં ઉજાસના ઉત્સવનું આયોજન કરાયું હતું. ભુજમાં નવા વર્ષના પ્રથમ દિવસે આંતરરાષ્ટ્રીય ખગોળ વર્ષની ઉજવણી કરી છાત્રો માટે તત્કાલ ચિત્ર સ્પર્ધા યોજાઈ આ પ્રસંગે ભુજના વિવિધ પ્રાથમિક માઘ્યમિક શાળાના ૧૫૦ જેટલા છાત્રોએ સૂર્યને કેન્દ્રમાં રાખી તત્કાળ ચિત્ર સ્પર્ધામાં ભાગ લીધો હતો. તત્કાળ ચિત્રસ્પર્ધામાં પ્રાથમિક વિભાગમાં સેંટ ઝેવિયર્સની શીખા સ્નેહશાહ પ્રથમ જયારે એંકરવાલા વિદ્યામંદિરની બ્રિંદા જોષીને આશ્વાસન ઈનામ અપાયું હતું. માઘ્યમિક વિભાગમાં સેંટ જેવિયર્સની કૌશલ પોમા પ્રથમ જયારે માતૃછાયા કન્યાવિદ્યાલયની ભૂમિ નરેન્દ્ર પીઠડીયાને આશ્વાસન ઈનામ અપાયું હતું. ટેલિસ્કોપ દૂરબીનથી સૂર્યનું પ્રોજેકશન દ્વારા દર્શન કરાવાયું હતું. |