home page
ગુજરાત
રાષ્ટ્રીય
આંતરરાષ્ટ્રીય
વ્યાપાર
રમત ગમત
મનોરંજન
આજનું ભવિષ્ય
ફોટો ગેલેરી
લગ્ન વિષયક
પૂર્તિ
તંત્રીને પત્ર
અવસાન નોંઘ
આજ નું કાર્ટુન
પ્રથમ પાનું > પૂર્તિ

એન્કાઉન્ટર

ઍનકાઉન્ટર માણવાની ચાવી

દરેક સવાલ વાંચીને, પહેલાં તમારી રીતે જવાબ વિચારી જાુઓ.....

અને પછી અમારો જવાબ વાંચો....ત્યારે ખ્યાલ આવશે કે,

અમારા કરતાં તો તમને વઘુ સારા જવાબો આપતાં આવડે છે.

તમારા ફેન્સ તમારો ઓટોગ્રાફ લેવા આવે છે, તેમાં કયો મેસેજ લખી આપો છો ?

- એવું કાંઈ નહિ... હમારે ત્યાં ગ્રાહકોને ઓર્ડર મુજબનો માલ બનાવી આપવામાં આવે છે.

(શ્વેતા મનોજ, મુંબઈ)

આ નવા વર્ષે તમે કયો સંકલ્પ કર્યો ?

- કાયમ હસતા રહેવાનો.

(વનિતા આર. જાદવ, પાલનપુર)

કોઈ નેતા દારૂ પીને છાકટો બને તો પોલીસ તેની સામે પગલાં ભરતાં કેમ ગભરાય છે ?

- એ વખતે પોલીસ પોતે ભાનમાં હોવો જોઈએ ને ?

(રમાગૌરી એમ. ભટ્ટ, ધોળકા)

હવે મુસ્લિમ મદરેસાઓને વઘુ સહાયની જાહેરાત કરીને આ કોંગ્રેસીઓ સાબિત શું કરવા માંગે છે ?

- કોંગ્રેસનું નવું નામ આવી રહ્યું છે, ‘અલ કોંગ્રેસ.’

(ઘનશ્યામ વસાણી, સુરત)

નરેન્દ્ર મોદી ગુજરાતમાં ભવ્યતાથી વિજયી બન્યા છે. હવે તેમણે ગુજરાતની પ્રજા માટે કેવા કામો કરવા જોઈએ ?

- ભ’ઈ... એમની પાસે બે મિનિટ પણ મને મળવાનો ટાઇમ નથી. મારું નામ સાડા પાંચ કરોડ ગુજરાતીઓમાં આવે પછી તમને જવાબ આપું.

(શુભમ- ભારત)

અશોક દવે, સ્ટીવ બકનોર તમારો ભાઈ હોત તો ?

- ગાલી મત દે કાલિયા....!

(પ્રવીણ માળી, ગાંધીનગર)

મૌન પાળવાનો ઉપાય બતાવશો ?

- કોઈ પાર્ટીમાં પાંચસો ગ્રામ કાચી ડુંગળી ચાવીને પહોંચી જાઓ.

(સુમન પટેલ, વડોદરા)

લોકો નવા વર્ષની શરૂઆત શરાબ અને શબાબથી કેમ કરે છે ?

- નવું વર્ષ નવું લાગે માટે.

(મેહુલ પરમાર, શિવરાજપુર)

હરભજનસંિઘ, સ્ટીવ બકનોર, સીડની ટેસ્ટ...

- મને પર્થ ટેસ્ટ યાદ રહી ગઈ છે... કેવા ખેંચી ખેંચીને માર્યા છે સાલાઓને... મજા પડી ગઈ !

(રમણ એમ. વર્મા, અમદાવાદ)

પુત્રને ઘરનો કુળદીપક કહેવાય છે... પુત્રીને ?

- કુળ CNG

(રક્ષિત ઉષાકર વોરા, અમદાવાદ)

મચ્છર હંમેશા કાનની પાસે જ આવીને ગુણગુણગુણ કેમ કરે છે ?

- શરીરના બીજા કોઈ સ્થળે આપણને સંભળાય નહિ માટે.

(ભરત વાજા, રામપરા- વેરાવળ)

આપણા માટે ૨૦૦૮નું આ નવું વર્ષ શું લાભદાયી રહેશે ?

- હું ટ્રાય કરી જોઉં...

(રશીદા હાકેમ સવઈ, મુંબઈ)

કાગડા બધે કાળા જ કેમ હોય છે ?

- કાગડી કઈ તમને ધોળી લાગી ?

(હાર્દિક કે. ગોસ્વામી, શમશેરપુરા)

‘એનકાઉન્ટર’માં સવાલ પૂછવાનું તમને કદી મન નથી થતું ?

- હંિમત થતી નથી.

(અલકા મુકેશ ચંદારાણા, મીઠાપુર)

પ્રેમને આંધળો કેમ કહ્યો છે ?

- ...અઅઅઅ, જરા મોટેથી બોલશો ? મને કંઈ સંભળાતું નથી...

(સતિષ સી. પટેલ, હસ્નાપુર)

મંદિરા અને મદિરા વચ્ચે શું તફાવત ?

- મંદિરા બે’દિ (દિવસ) કામમાં આવે...

(ભાષા મહેશ માંકડ, અમદાવાદ)

સાયમંડ્‌સને વાંદરો કહેવો, એમાં વાંદરાઓનું અપમાન નથી ?

- એમાં આપણને બન્નેને શું વાંધો હોય ?

(નયન ભટ્ટ, મુંબઈ)

તમને કરિના કપુર સાથે ફિલ્મોમાં કામ કરવા મળે તો સ્વીકારો કે નહિ ?

- એના નાના ભાઈ તરીકે હું બહુ મોટો ન પડું ??

(નિરંજન ડી. વૈષ્ણવ, જૂનાગઢ)

ઇંગ્લિશ ફિલ્મ ઉદ્યોગ માટે હોલીવૂડ, હંિદી માટે બોલીવૂડ તો ગુજરાતી ફિલ્મો માટે ?

- શાયર ખલિલ ધનતેજવીએ એને માટે ‘ઢોલીવૂડ’ નામ આપ્યું છે.

(મહંમદ ખોખર, કડી)

શ્રીફળ શુકનિયાળ હોવા છતાં તેને પડકનાર ગોરધનો આખી જંિદગી પરેશાની કેમ ભોગવે છે ?

- અમે લોકો તો આવા પ્રસંગે ખાનગીમાં વધારાનુ એક સ્પેર શ્રીફળ રાખતા હોઈએ છીએ.

(ઘૂ્રવ વ્યાસ, અમદાવાદ)

સંસ્કારી યુવતીઓ પણ યુવાનોને આકર્ષવા વિવિધ બોડી-લેંગ્વેજનો ઉપયોગ કરતી હોય છે. સુઉં કિયો છો ?

- પર્સનલી મને આકર્ષવા માટે તો એ લોકોએ આટલું ય કરવું પડતું નથી.

(હકુભા જીલુભા, રાજકોટ)

ઉપરવાળાએ આંખો શેના માટે આપી છે ? સ્ત્રીઓને જોવા માટે કે એમનું સન્માન કરવા માટે ?

- કેમ આખો દહાડો અમારે બીજો કોઈ કામધંધો જ નહિ હોય ?

(સીમા બંગલાવાલા, અમદાવાદ)

કૂતરાની પૂંછડી વાંકી કેમ ?

- એ લોકો સાઇડ આલતા હોય છે.

(પાર્થિવ આર સુથાર, છીપડી)

ડાકોરવાળા રણછોડરાય અને મુંબઈવાળી ઐશ્વર્યા રાય વિશે અમદાવાદવાળા અશોક રાય બે શબ્દ કહે...

- ડાકોરવાળાના ચરણોમાં મારું સ્થાન છે. મુંબઈવાળીનું સ્થાન મારા ચરણોમાં નથી.. બિચ્ચારી બચી ગઈ !

(નિલેશ પરીખ, વડોદરા)

નેતાઓના ગાદી માટેના મોહનો આખરી અંજામ શું ?

- હરસ, મસા અને ભગંદર.

(હંસાબેન ભરૂચા, મુંબઈ)

તમને માથામાં તેલ નાંખેલી સ્ત્રીઓ નથી ગમતી. શું એનો અર્થ એવો પણ થયો કે, તમને સાઉથ ઇન્ડિયનો નથી ગમતા ?

- મને ઇન્ડિયન માત્ર ગમે. ગુજરાતીયો પહેલા અને સાઉથીયો બીજા કે ત્રીજા, એવું ન હોય. રહી વાત તેલવાળી સ્ત્રીઓની... કાંઇ નહિ બોલું....! ઘણીવાર મને બ્લક-મેઇલ કરવા હકી પણ તેલો નંખીને ફરે છે...!

(નીના કુરૂપ, વડોદરા)

Copyright   © Gujarat Samachar