ઃ-) ૅનડ
કમ્પ્યુટર સ્ત્રી કે પુરૂષ?
કમ્પ્યુટર શોધાયું ત્યારથી તેની જાતિ વિશે ચર્ચા ચાલે છે. મહિલાઓ માને છે કે તે પુરૂષજાતનાં લખ્ખણ ધરાવે છે અને પુરુષો માને છે કે કમ્પ્યુટર સ્ત્રીઓના ગુણધર્મો દર્શાવે છે. અંતિમ ફેંસલો આવ્યો નથી. આવે એમ લાગતું પણ નથી, છતાં બન્ને પક્ષની દલીલો જાણવા જેવી છે.
કમ્પ્યુટર પુરૂષ છે કારણ કે-
- એમની પાસે બહુ બધો ડેટા છે, તો પણ અટવાતા ફરે છે.
- એ સમસ્યાના ઉકેલમાં મદદરૂપ થતા હોવાનું મનાય છે, પણ ખરેખર અડધાઅડધ કિસ્સામાં એ પોતે જ સમસ્યા હોય છે.
- તમે એકને પ્રાપ્ત કરો એટલે તરત તમને સમજાય છે કે થોડી રાહ જોઇ હોત તો વઘું સારું મોડેલ મળી શક્યું હોત.
- પાંચ વર્ષમાં તે આઉટડેટેડ થઇ જાય છે. પણ ત્યાં સુધીમાં એ મોડેલમાં એટલું રોકાણ થઇ ચૂક્યું હોય છે કે પછી એના સાથે નિભાવી લેવા સિવાય છૂટકો રહેતો નથી.
- એમને કહો એટલું જ કામ કરે છે. એમને જાતે કામ સૂઝતું નથી.
- બહારનાં સાધનસરંજામ પર તેમનો બહુ મોટો આધાર હોય છે.
કમ્પ્યુટર સ્ત્રી છે કારણ કે -
- સર્જનહાર સિવાય બીજું કોઇ તેનો તાગ પામી શકતું નથી.
- બે કમ્પ્યુટરો એકબીજા સાથે ‘વાત’ કરે એમાં બીજા કોઇને કશી ખબર પડતી નથી.
- કમ્પ્યુટર પર આવતો ‘બેડ કમાન્ડ ઓર ફાઇલનેમ’નો મેસેજ વાંચીને શું સમજવું? એ જ રીતે,‘મારું મગજ કેમ છટક્યું છે એની તને ખબર ન પડતી હોય, તો હું કહેવાની પણ નથી.’ એવું સાંભળીને શું સમજવું?
- તમારી નાનામાં નાની ભૂલો મેમરીમાં કાયમી ધોરણે સ્ટોર થઇ જાય છે અને વખત આવ્યે તેને ‘રીકોલ’ કરી શકાય છે.
- એક સાથે પનારો પાડ્યા પછી તમારી આવકનો અડધોઅડધ હિસ્સો તેની પાછળ ખર્ચાઇ જાય છે.
|