home page
ગુજરાત
રાષ્ટ્રીય
આંતરરાષ્ટ્રીય
વ્યાપાર
રમત ગમત
મનોરંજન
આજનું ભવિષ્ય
ફોટો ગેલેરી
લગ્ન વિષયક
પૂર્તિ
તંત્રીને પત્ર
અવસાન નોંઘ
આજ નું કાર્ટુન
પ્રથમ પાનું > પૂર્તિ

ફ્‌લેશ મેમરી

‘ચાચા’ હિટલરની દુર્લભ રંગીન તસવીરો

લેટેસ્ટ અને બ્રેકંિગ ન્યૂઝ માટે જાણીતા ઇન્ટરનેટ પર ફક્ત ગરમાગરમ સમાચાર જ મળે, એવું જરૂરી નથી. દુનિયાભરના ખાંખાખોળા કરનારા માણસો પોતાને મળેલી અવનવી દુર્લભ ચીજવસ્તુઓ, વિડીયો અને તસવીરો ‘સબ ભૂમિ ગોપાલકી’ જેવી ઇન્ટરનેટ પર મુકે છે. એનો એક નમૂનો એટલે બ્લેક એન્‌ વ્હાઇટ યુગના નેતા હિટલરની રંગીન તસવીરો.

હિટલરે ફ્રાન્સ પર આક્રમણ કરીને પેરિસ પર કબજો જમાવી દીધો તેનાં ચાર વર્ષ પહેલાં ફ્રાન્સમાં એક આર્કાઇવ્ઝ (જૂનો ખજાનો જાળવી રાખતી સંસ્થા)ની સ્થાપના થઇ હતી. એ જ આર્કાઇવ્ઝમાંથી આટલાં વર્ષો પછી કેટલાંક ન્યૂઝરીલ મળી આવ્યાં છે. જેમાં હિટલરની રંગીન તસવીરો જોવા મળે છે. હિટલરની રંગીન તસવીરો ઘણી રીતે મહત્ત્વની છેઃ

૧) રંગીન તસવીરોની ટેકનિક ભાંખોડીયાં ભરતી હતી, ત્યારે આ તસવીરો લેવાઇ

૨) હિટલરની તસવીરો આટલા દાયકા સુધી સચવાઇ. બાકી, હિટલરની તસવીર પાડનાર તેનો ભક્ત હોય તો મોટે ભાગે વિશ્વયુદ્ધ વખતે ખપી ગયો હોય અને તેનો દુશ્મન હોય તો પોતાની પડતી પહેલાં હિટલરે તેનો ખાત્મો કરી દીધો હોય.

૩) હિટલરની વ્યાપક અને સાચી છબી સામુહિક નરસંહાર કરનાર આસુરી વૃત્તિના, ઉશ્કેરાટથી ભરપૂર શાસક તરીકેની છે, પરંતુ આ તસવીરોમાં હિટલરનો જુદા જ ચહેરો નજરે પડે છે.

૪) હિટલરને કોઇ ‘ચાચા હિટલર’ મથી કહેતું એ જુદી વાત છે, પણ હિટલરને બાળકો ઘણાં ગમતાં હતાં. પોતાની સેક્રેટરી ઇવા બ્રાઉન સાથે પ્રેમસંબંધ ધરાવતા અને અંતીમ ક્ષણોમાં તેની સાથે પરણેલા હિટલરને પોતાનાં સંતાનો ન હતાં. પણ ‘શુદ્ધ આર્યત્વ’ના વિશ્વવિજય માટે હિટલરને જર્મન નસલનાં બાળકો ખૂબ વહાલાં હતાં. જર્મનીની આર્યસત્તા આગામી એક હજાર વર્ષ સુધી જગત પર શાસન કરશે, એવો ચક્રમ જેવો વિશ્વાસ હિટલરને થઇ ગયો હતો.

અહીં આપેલી તસવીરો હિટલરની પચાસમી બર્થ ડે પાર્ટીની છે. તેમાં હિટલરે જર્મનીના ભાવિ નાગરિકોને ઉજવણી માટે બોલાવ્યાં હતાં. તેનાં પ્રિય પાત્રોમાં પ્રચાર (અને જૂઠાણાં) મંત્રી ગોબેલ્સનાં છ બાળકો અને હિટલરના આર્કિટેક્ટ આલ્બર્ટ સ્પીઅરનાં બાળકો મુખ્ય હતાં.

નવાઇની વાત એ છે કે નેતાગીરીના શરૂઆતના દિવસોમાં હિટલર કેમેરા સામે શરમાતો હતો, પણ ટંૂક સમયમાં તેને દ્રશ્ય માઘ્યમની તાકાતનો ખ્યાલ આવ્યો. એટલે તેણે પોતાના નાઝી પક્ષના એક કાયમી સભ્ય હોફમેનને ફોટોગ્રાફીનો આખો વિભાગ ઉભો કરવાનું કામ સોંપ્યું. હોફમેનની પહોંચ બ્લેક એન્ડ વ્હાઇટ તસવીરો પૂરતી હતી, એટલે આ રંગીન ફોટોગ્રાફ્‌સ હ્યુગો જેગર જેવા કલર ફોટોગ્રાફીના અનુભવી ફોટોગ્રાફરે પાડ્યા હશે. હિટલરને વ્હાલથી વીંટળાઇને બેઠેલાં બાળકો અને ઉંમરલાયક થઇ રહેલા હિટલરની તસવીરો પરથી એ પણ સમજાય છે કે જે દેખાય છે તે હંમેશાં અને કાયમી સત્ય હોતું નથી.

Copyright   © Gujarat Samachar