home page
ગુજરાત
રાષ્ટ્રીય
આંતરરાષ્ટ્રીય
વ્યાપાર
રમત ગમત
મનોરંજન
આજનું ભવિષ્ય
ફોટો ગેલેરી
લગ્ન વિષયક
પૂર્તિ
તંત્રીને પત્ર
અવસાન નોંઘ
આજ નું કાર્ટુન
પ્રથમ પાનું > પૂર્તિ

કામની વાત

યોગ શરૂ કરવા પૂર્વે....

સંસ્કૃતમાં યોગ એટલે મન, શરીર અને આત્માનું જોડાણ- યોગમાં આસન, પ્રાણાયમ અને ઘ્યાનનો સમાવેશ થાય છે. આનાથી માનસિક તાણમાં રાહત મળેછે. આથી આજકાલ તાણ દૂર કરવા માટે યોગ કરવાની સલાહ આપવામાં આવે છે. તમે યોગ કરવાનો નિર્ણય લો ત્યારબાદ આગળ કેમ વધવું તેની જાણ ન હોય તો નિયમીત યોગ કરનાર વ્યક્તિનો અથવા યોગગુરુનો સંપર્ક કરવો. કોઈપણ પ્રકારની કસરત કે યોગ શરૂ કરતા પહેલાં તમારા ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે. જો તમને કોઈ શારીરિક તકલીફ હોય તો તેના કારણે યોગ કરવામાં કોેઈ મુશ્કેલી ઉદ્‌ભવી શકે કે નહિ તેની વાતચીત ડોક્ટર સાથે વિસ્તારપૂર્વક કરો. યોગનો આરંભ આસનથી થાય છે. એકસાથે બધા જ પ્રકારના આસન કરવા નહિ અને જે આસન કરવા અસુવિધાજનક લાગે તે પરાણે કરવા નહિ. સહેલા આસનથી શરૂઆત કરી ધીમે ધીમે આગળ વધવું. તે જ પ્રમાણે તમારી ફિઝિકલ ફિટનેસ અને વ્યક્તિત્વ પ્રમાણે ચોક્કસ પ્રકારના આસન પસંદ કરી તેની નિયમીત પ્રક્ટીસ કરો. આ અંગે વઘુ માહિતી મેળવવા ઈન્ટરનેટ પર સર્ચ કરો. અથવા નજીકની લાઈબ્રેરીમાંથી તે અંગેનું પુસ્તક લાવી વાંચો.

આજકાલ અખબારોમાં માનસિક તાણમાં રાહત આપતાં યોગના વર્ગોની ઢગલાબંધ જાહેરખબર જોવા મળે છે. પરંતુ તેમાં પડવાને બદલે તમારી મેળે જ આસનો કે પ્રાણાયમ કરતાં મિત્રો અથવા સંબંધીઓની સાથે વાત કરી માહિતી એકઠી કરો. જો કોઈ વર્ગમાં જ જોડાવવું હોય તો ત્યાં રહેલા શિક્ષકો અને આવતા વિદ્યાર્થીઓ વિશે પહેલાં જાણકારી મેળવો. તમારી વય પ્રમાણે ત્યાં વિદ્યાર્થીઓ આવે છે કે નહિ તેની ખાસ તપાસ કરવી તથા યોગશિક્ષિકા પણ તાલીમબઘ્ધ તથા અનુભવી હોવા જોઈએ. બને ત્યાં સુધી યોગ્ય જ્ઞાન ધરાવતાં શિક્ષક પાસેથી જ આસાન અને પ્રાણાયમ શીખો. અત્યંત સુવિધાજનક કપડાં પહેરી જ આસન કરવા. બને ત્યાં સુધી લાયક્રાના જ પોશાક પહેરવા. યોગમાં બૂટ પહેરવાની જરૂર હોતી નથી. માત્ર એક પાતળી ચાદર જ જોઈએ. યોગ કરવાના થોડા કલાક પહેલાં હળવો આહાર લેવો. યોગ કરતી વેળા પાણી ન પીવું. યોગવર્ગમાં તમને જે આસન કરવા આસાન ન લાગે તેની જાણ શિક્ષકને કરવી.

યોગના ક્લાસના પહેલા દિવસે કોઈ મુશ્કેલી સર્જાય કે કંઈ જરૂર ઉદ્‌ભવે તો શિક્ષકની સાથે વાત કરવી.

યોગવર્ગમાં આવતાં તમારી વયના જ અન્ય વિદ્યાર્થી સાથે વાત કરવાથી પણ ઘણી માહિતી મળશે. તે જ પ્રમાણે અનુભવીઓ સાથે તુલના કરી દુઃખી ન થવું.

રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવો

શરીરની રોગપ્રતિકારક શક્તિ મજબૂત હશે તો કોઈપણ વાયરસનો ચેપ લાગશે નહિ. શરદી કફ-ફ્‌લુ વગેરેના બેક્ટેરિયા આસપાસના પરિસરમાં હોવા છતાં તમે તંદુરસ્ત રહી શકશો. સમતોલ આહાર, નિયમીત કસરત અને પૂરતી ઊંઘ રોગપ્રતિકારક શક્તિને સશક્ત બનાવવાની ગુરુચાવી છે. હંમેશા એક વાત યાદ રાખો કે તમે જીવાણુઓથી તમારી રક્ષા નહિ કરી શકો પરંતુ જો શરીર તંદુરસ્ત હશે તો આવા જીવાણુઓનો સામનો કરી તમે નિરોગી રહી શકશો. કુદરતી વિટામીન અને એન્ટિઓક્સીડન્ટથી ભરપૂર સ્વાસ્થ્યપ્રદ આહાર લેવાથી શરીરની પ્રતિકાર શક્તિને બળ મળે છે. આથી ઘેરા લીલા, લાલ અને પીળા રંગના શાકભાજી અને ફળો લેવા. આમાં વિટામીન એ, સી, ઈ, બિટા-કેરોટીન ઉપરાંત એન્ટિઓક્સીડન્ટ હોય છે.

જ્યારે પણ તમે ચાલો અથવા દોડો છો ત્યારે તમારી પ્રતિકારશક્તિમાં વૃઘ્ધિ થાય છે. નિયમીત ૩૦ મિનિટ ચાલવું અથવા ૧૦-૧૦ મિનિટના ત્રણ તબક્કામાં ચાલવું અત્યંત સ્વાસ્થ્યપ્રદ ગણાય છે. તમે જેટલું વઘુ ચાલશો કે કસરત કરશો એટલા વઘુ તંદુરસ્ત રહેશો.

મોટાભાગના પુખ્તોને ૭ થી ૮ કલાકની ઊંઘ જોઈએ છે. જ્યારે કિશોરોએ નિયમીત નવ કલાક તથા નાના બાળકોએ ૧૦ થી ૧૨ કલાક ઊંઘવું જરૂરી છે. વઘુ પડતી માનસિક તાણની વિપરીત અસર રોગપ્રતિકારક શક્તિ પર થાય છે. આઘુનિક જીવનશૈલી મેળવવા માટે તમે જે દોડધામ કરો છો કે માનસિક તાણમાં રહો છો તે મળ્યા પછી કદાચ તમે બીમાર પડી શકો છો. એટલે શરીરના ભોગે મેળવેલું સુખ તમે ક્યારેય ભોગવી નહિ શકો તે વાત સદાય યાદ રાખો.

દેશભરમાં ૨૦૦૦ રેડિયો સ્ટેશનો ગૂંજતાં થઇ જશે

શરકારની રેડિયો નીતિને ઊલટાવી નાખવા માહિતી અને પ્રસારણ મંત્રાલયે નીમેલી પેનલે ખાનગી પાર્ટીઓને છુટ્ટો દોર આપવા વિચાર્યું છે. જો પેનલની ભલામણો સ્વીકારવામાં આવશે તે દેશમાં હાલ ૨૩ રેડિયો સ્ટેેશનો છે તેને સ્થાને લગભગ ૨૦૦૦ રેડિયો સ્ટેશન થઇ જશે, જ્યારે સરકારને કુલ આવકના ચાર ટકા મળશે. ફિક્કીના મહામંત્રીની આગેવાની હેઠળ પેનલે માહિતી અને પ્રસારણ પ્રધાનને તેનો હેવાલ સુપરત કર્યો હતો. આ હેવાલમાં ભલામણ કરવામાં આવી છે કે પ્રથમ તબક્કામાં જે બીડરો ડિફોલ્ટરો પુરવાર થયા છે તેમને નવો બીજા તબક્કામાં બ્લેક લિસ્ટ ન કરવા. બીજું, પેનલે ખાનગી ઓપરેટરો માટે એન્ટ્રી ફી જણાવી છે. સીધા વિદેશી મૂડીરોકાણ માટે પણ ૨૬ ટકાની મર્યાદા સૂચવવામાં આવી છે. ન્યૂસ અને કરંટ અફેર્સની એફએમ ચેનલ્સ શરૂ કરવા પર પણ ભાર મૂકવામાં આવ્યો છે. કમિટીએ એક જ શહેરમાં મલ્ટીપલ પરવાના આપવાની પણ વિનંતી કરી છે. એક જ બ્રોડકાસ્ટને વિવિધ સ્ટેશનનું નેટવર્ક સ્થાપવા દેવા અને કો.લોકેશન શરત દૂર કરવા જણાવાયું છે.

Copyright   © Gujarat Samachar