home page
ગુજરાત
રાષ્ટ્રીય
આંતરરાષ્ટ્રીય
વ્યાપાર
રમત ગમત
મનોરંજન
આજનું ભવિષ્ય
ફોટો ગેલેરી
લગ્ન વિષયક
પૂર્તિ
તંત્રીને પત્ર
અવસાન નોંઘ
આજ નું કાર્ટુન
પ્રથમ પાનું > પૂર્તિ

ગ્રહોનાં તેજ-તિમિર

લાલુપ્રસાદ માટે ૨૦૦૮ના અંત સુધીનો સમય શુભ

પૂર્ણ યોગી અને તત્ત્વજ્ઞાનના ભંડાર કબીરજીએ એમના એક વિખ્યાત ‘દોહા’માં જાતકના જન્મ અને તેને ભોગવવાના પ્રારબ્ધ કર્મ વિષે સમજૂતી આપતાં કહ્યું છે કે ‘પહેલે બના પ્રારબ્ધ ફિર બના શરીર’. માનવ આ જગતમાં શરીર તરીકે જન્મ લે તે પહેલાં તેણે પૂર્વજન્મોમાં કરેલાં સારાં-નરસાં કર્મોનો ભોગ પૂરો કરવા માટે, ઈશ્વર તેને જન્મ આપે છે એટલે શરીર - ક્ષર દેહ આપે છે અને ગત જન્મનાં પ્રારબ્ધ કર્મો અનુસાર તેને અનુકૂળ-પ્રતિકૂળ સંજોગો આપે છે.

આજે આપણે આ લેખમાં પ્રારબ્ધ કર્મની લીલાના, રંકમાંથી રાય બનાવતા સંજોગો - પ્રારબ્ધ કર્મ - ગ્રહયોગો, ધરાવતા બિહારના એક અતિ સામાન્ય કુટુંબમાં જન્મેલાં અને ફકત કર્મના બળે બિહારના એક સમયના મુખ્ય પ્રધાન અને હાલના કેન્દ્ર સરકારના રેલવે પ્રધાન લાલુપ્રસાદ યાદવની મેષ લગ્ન ધરાવતી જન્મકુંડળીના સારાં-નરસાં પાસાંઓને તપાસીએ.

એક વર્ષના ટૂંકા ગાળામાં દેશમાં લોકસભાની સામાન્ય ચૂંટણીઓ આવવાની છે અને હાલની રાજકીય ગતિવિધિ જોતાં દેશની સત્તાના સર્વોચ્ચ પદ ‘વડાપ્રધાન પદ’ના ઘણા દાવેદારો છે - આ ‘જ્યોતિષશાસ્ત્ર’ના કોલમમાં, લગભગ તમામ દાવેદારોની જન્મકુંડળી ઉપરથી જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ તેમના દાવાના બળાબળનો એક અભ્યાસ રજૂ કરવાનો પ્રયત્ન છે. આજે આ ક્રમાંકમાં સૌથી પહેલાં પોતાની હાજરજવાબી વાણીથી બધાને પ્રભાવિત કરી નાખનાર, મેષ લગ્નના જાતક લાલુપ્રસાદની કુંડળીના ‘લેખાજોખાં’ તપાસવાનો પ્રયત્ન કર્યો છે.

૧૯૪૮ના જૂન માસમાં જન્મેલા આ વિચક્ષણ રાજકારણીની કુંડળીમાં ત્રીજા સ્થાનમાં મિથુન રાશિનો સ્વગ્રહી બુધ છે. બુઘ્ધિ-ચાતુર્ય અને વાણીના કારક બુધ આ કુંડળીમાં ઘણો બળવાન છે - આ ચાતુર્યના કારક બુધના કારણે પહેલી નજરે ભોળા સરળ લાગતાં આ રાજકારણી અંદરથી અત્યંત ચતુર અને ગણતરીબાજ બન્યા છે. આ વાણી વાહનવ્યવહાર મુસાફરીના કારક બુધ ઉપર પણ ભાગ્યસ્થાનમાં રહેલા સ્વગૃહી ગુરુની શુભ દ્રષ્ટિના કારણે આ સ્થાન અને તેના ફળને અત્યંત શુભ બનાવ્યું છે - કદાચ આ જ ગ્રહયોગોને કારણે તેઓ વાહનવ્યવહાર - મુસાફરી જેમાં સંકળાયેલા છે તેવા ‘રેલ્વે’ ખાતાના કેન્દ્રિય પ્રધાન બનવા ભાગ્યશાળી બન્યા છે.

હવે તેમના આગામી ભાવિ વિષે વિચારીએ તા. ૨૮ એપ્રિલથી ગોચરનો રાહુ લગભગ દોઢ વર્ષ માટે મકર રાશિમાં ભ્રમણ કરવાનો છે - આ મકરનો રાહુ લાલુપ્રસાદ યાદવની કુંડળીમાં દસમા સ્થાનમાંથી ભ્રમણ કરશે અને મૂળ કુંડળીના રાહુ સાથે અશુભ કેન્દ્ર યોગ કરશે - આ જ રાહુ જન્મના શનિ-ચંદ્ર સાથે પણ અશુભ કેન્દ્રયોગ કરશે - આ અશુભ ગ્રહયોગો ૨૦૦૯ના મઘ્ય ભાગ સુધી ચાલશે - આ ગ્રહોની ગતિવિધિ ૨૦૦૯ના વર્ષની શરૂઆતમાં આવનારી લોકસભાની સામાન્ય ચૂંટણી પછી તેમને દેશના સર્વોચ્ચ પદ ઉપર પહોંચવા દે તેમ ગ્રહોની ગતિવિધિ બતાવતી નથી.

આ સાથે એ વાતની પણ નોંધ લેવી જોઈએ કે લગભગ આ વર્ષના અંત સુધી ગોચરના ધન રાશિના ગુરૂનું ભ્રમણ આ યાદવ નેતા માટે અત્યંત શુભ નીવડવાનું છે. આ ગુરુને કારણે તેઓ આ વર્ષનાં અંત સુધી કેન્દ્રિય રાજકારણમાં અગ્રેસર રહેવાના છે. અને તેમની અત્યંત બળવાન જન્મ કુંડળી જોતાં હજુ ઘણાં લાંબા સમય સુધી દેશના રાજકારણમાં તેઓ અગત્યનો ભાગ ભજવવાના છે એમ તેમના ગ્રહો સંકેત આપી રહ્યાં છે.

Copyright   © Gujarat Samachar