રાજકીય ગપસપ
ભૈરોસંિહ જગ્યા શોધે છે
ભૂતપૂર્વ ઉપરાષ્ટ્રપતિ ભૈરોસંિહ શેખાવતને રાષ્ટ્રપતિપદતો ના મળ્યું પણ હવે સમસ્યા એ ઉભી થઈ છે કે તેમનો ક્યાંય સમાવેશ થતો નથી. રાષ્ટ્રપતિપદ માટે તેમને એમ હતું કે પ્રાદેશિક પક્ષો તેમને વ્યક્તિગત રીતે સહાય કરશે પણ આટલા અનુભવી રાજકારણી હોવા છતાં તેમણે સહાયની આશા રાખી હતી તે આશ્ચર્ય ભર્યું હતું. જે હોય તે, આ ચેપ્ટર હવે જુનું થઈ ગયું છે પણ નવું ચેપ્ટર એ છે કે તેમને હજુ સુધી ચોક્કસ ‘જગ્યા’ નથી મળી. તેઓ એનડીએના કન્વીનર બનવા ઇચ્છતા હતા પણ અગાઉ એવું નક્કી કરાયું હતું કે કન્વીનર તો ભાજપ સિવાયનો ચહેરો જ બની શકે !! હવે તેમને રાજસ્થાનના રાજકારણમાં પ્રવેશવું છે પણ ત્યાં વસુંધરારાજે સંિધીયા હાથ નથી મુકવા દેતા. પહેલાં તો ભાજપના નેતાઓ તેમની સલાહ લેવા જતા હતા પણ હવે તો તે સાવ એકલા-અટ્ટુલા છે. રાષ્ટ્રપતિ પદના એક સમયના ઉમેદવારની દશા તો જુઓ !!
રાહુલ અને મોબાઈલ ફોન
રાહુલ ગાંધી પાસે બ્લેકબેરી મોબાઈલ ફોન છે. આખો દિવસ તે ફોનમાં માંથુ રાખીને કંઈ ને કંઈ કરતા દેખાઈ આવે છે. કોંગી નેતાઓ દુરથી જોયા કરે છે. તેમને લાગે છે કે રાહુલ ગાંધી ક્યાં તો મોબાઈલ ગેમ રમે છે અથવા તો મોબાઈલમાંથી ટેકનીક શીખે છે. કેટલાક વફાદારોએ કહ્યું કે તમામ પ્રદેશના નેતાઓનો રેકોર્ડ તેઓ રાખે છે અને બધાને એસએમએસ દ્વારા સુચના આપે છે. રાહુલ ગાંધી મોબાઈલમાં શું કરે છે તે વિવાદ બહુ ચગતા કેટલાક કોંગીજનો હંિમત કરીને પાસે ગયા ત્યારે ખબર પડી કે રાહુલ ત્યાંના કુદરતી સૌદર્યના ફોટા મોબાઈલ દ્વારા પાડતા હતા અને સમય મળે ત્યારે તેની એડીટ કરતા હતા !!
ઉમા ભારતીને એક માણસ એન્ટ્રી અપાવી શકે છે
ઉમા ભારતી ફરી પાછા તેમના ગુરૂના શરણે ગયા છે. ભાજપ હમણાં ૮ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીમાં અને એનડીએના સાથી પક્ષોને ભેગા કરવામાં વ્યસ્ત છે એટલે ઉમાભારતીની એન્ટ્રી અંગે વિચારવામાં કોઈને રસ નથી. રાજનાથસંિહ અને અડવાણી બંને ઉમાભારતીના પ્રવેશ અંગે કંઈ ખુલાસીને કહેતા નથી. એટલે મામલો ગુંચવાય છે. ઉમાભારતીના ટેકેદારો ઘટતાં જાય છે. હવે તે પણ ફરી ભાજપમાં પ્રવેશવા પ્રયાસો કરી રહ્યા છે. બંને પક્ષે વાત બરાબર જામતી નથી. ઉમા ભારતીના ગુરૂ વચ્ચે પડ્યા છતાં પરિસ્થિતિ જૈસે-થે જેવી છે.
ઉમા ભારતીના એક નજીકના સમર્થકે કહ્યું હતું કે બહેનજી એક માણસ તમને એન્ટ્રી અપાવી શકે એમ છે, પણ તમે તેને બહુ ગાળો દીધી છે એટલે સમસ્યા છે. ઉમાજીએ કહ્યું કે મેં તો બધાને ગાળો દીધી છે, તું માત્ર નામ બોલ !!.... જવાબ મળ્યો નરેન્દ્ર મોદી.
સોનિયા ગાંધીના બે ટેન્સન
કોંગ્રેસના સુપ્રિમો સોનિયા ગાંધીનું ટેન્સન વધારતા બે મુદ્દા છે. એક તો કર્ણાટકમાં ચૂંટણીનો સમય નક્કી કરવો અને બીજો કર્ણાટકમાં કોંગ્રેસનો હવાલો કોને સોંપવો. ચૂંટણીનો કાર્યક્રમ મોડો નક્કી થશે તો વિપક્ષ ભાજપને તેનું નેટવર્ક વઘુ અસરકારક બનાવવાનો સમય મળી રહેશે, અને વહેલો જાહેર થશે તો ભાજપ સહાનુભૂતિના મોજાનો લાભ લેશે. આમ, ભાજપના બે હાથમાં લાડુ છે. કોંગ્રેસ હવે કર્ણાટકનો હવાલો કોંગી નેતા વીરપ્પા મોઈલીને સોંપવા માગે છે. કર્ણાટકના કોંગીજનો કહે છે કે મોઈલી પર તેમને આટલો બધો ભરોસો છે તો પછી તેમનું નામ મુખ્ય પ્રધાન તરીકે કેમ નથી મુકતા ?! કોંગ્રેસમાં તકરાર શરૂ થઈ ગઈ છે. સ્થાનિક નેતાને જ પ્રદેશ પ્રમુખ તરીકે રખાય એવી સલાહ સોનિયા ગાંધીને કોણ આપશે ?!
કરૂણાનીધી શૅર તો કોંગ્રેસ...
રાજકારણમાં કેવા-કેવા રાજકીય કાર્ડ ઉતારવામાં આવે છે, તેનો આ વાત વાંચીને ખ્યાલ આવશે. રામસેતુના મુદ્દે પીછેહઠ કરાશે તો ટેકો પાછો ખેંચી લઈશું એવી ધમકી આપનાર કરૂણાનીધી અચાનક જ ઠંડાગાર થઈ ગયા હતા. તેમને હતું કે આપણે ટેકો પાછો ખેંચીશું તો યુપીએ સરકાર ઉથલી પડશે. પરંતુ કરૂણાનીધીને આઘાત તો ત્યારે લાગ્યો કે જ્યારે કોંગ્રેસે પાછલા બારણે મુલાયમસંિહ યાદવની સમાજવાદી પાર્ટીનો સંપર્ક શરૂ કર્યો હતો. કરૂણાનીધી ટેકો પાછો ખેંચે તો મુલાયમની મદદ લેવાનું નક્કી થયું હતું. મુલાયમ મદદે આવે તો સરકાર બચી શકે એમ છે. કરૂણાનીધિ શૅર છે તો કોંગ્રેસ સવાશેર છે...
|