કટાક્ષ કથા
અમ્પાયરનું એમ્પાયર
એક શેઠે એના નોકરને કાઢી મૂક્યો. નોકર બબડતો રહ્યો કે શેઠ મને કાઢી મૂકે તો ચાલે, મારાથી શેઠને થોડા કાઢી મુકાય છે ? ઘરમાં શેઠનું રાજ છે. ક્રિકેટ મેચમાં અમ્પાયરનું સામ્રાજ્ય (empire) છે. મેચમાં કોઈ બેટ્સમેનનો વિકેટ કીપરે કેચ કર્યો. જોરદાર અપીલ કરી. હાઉઝ ધેટ ! અમ્પાયરે આંગળી ઊંચી કરી. બેટ્સમેન ભલે કહે કે બેટને બોલ અડ્યો જ નથી. કટ થઈ જ નથી. પણ અમ્પાયર કહે ઃ ‘હું આઉટ કહું એટલે આઉટ.’ બેટ્સમેન બહુ બહુ તો આંખો કાઢી શકે, બેટ પછાડી શકે પણ ક્રિકેટ એટલે અમ્પાયરનું એમ્પાયર.
કોઈ બેટ્સમેનના પેડ પર બોલ અથડાય અને બોલર અપીલ કરે, હાઉઝ ધેટ !
અમ્પાયર આઉટ આપવાના મૂડમાં હોય તો આંગળી ઊંચી કરી દે. બેટ્સમેનથી ફરિયાદ માટે આંગળી ઊંચી થાય નહિ. બોલ ભલે પેડને વાગતા પહેલાં બેટને અડ્યો હોય. પણ અમ્પાયર કહે, ક્રિકેટ ઈઝ માય એમ્પાયર. આઉટ એટલે આઉટ.
બેટ્સમેન દલીલ કરે તો સીધો ચાલીસ ટકા, પચાસ ટકા દંડ...!
અમ્પાયરને કશું કહેવાય નહંિ.
ક્રિકેટ મેચ એટલે અમ્પાયરનું એમ્પાયર, એનું જ સામ્રાજ્ય.
|