શોધ-સંશોધન
ટેક્ષીને ટ્રેક કરે તેવું સોફ્ટવેર
બીપીઓમાં નોકરી કરતી દીકરીની ચંિતા તેના મા-બાપને હોય છે. નોકરી પરથી રાત્રે દિકરી સલામત પાછી ફરે તેવી ઇચ્છા રાખી તેઓ કલાકો સુધી જાગતાં રહે છે. આવાં મા-બાપને શાંતિની ઊંઘ આપવા માટે એક સોફ્ટવેર કંપનીએ એવું સોફ્ટવેર બનાવ્યું છે, જે દીકરીની ટેક્સી પર ઘ્યાન રાખે છે. ટેક્સી ઉભી રહે કે બીજે માર્ગે ચઢી જાય તો તરત મા-બાપને અને ઓફિસને આ અંગેનો એસએમએસ મળે છે.
ઓક્ટો.૨૦૦૩ની રાત્રે પુનાની ઈન્ફોટેકની ૨૨ વર્ષની જ્યોતિ ચૌધરીનું મઘ્યરાત્રિએ ડ્રાઈવરે ખૂન કર્યું હતું. ડ્રાઈવરો રાત્રે એકલી યુવતીના કાર્ડ લઈ પૈસા પણ પડાવી લેતા હોય છે.
બેંગલોરમાં પાંચ બીપીઓ યુનિટમાં આવા સોફ્ટવેર લગાડવામાં આવ્યા છે. સોફ્ટવેર વડે કર્મચારીનો મોબાઈલ સેન્ટ્ર્લ સર્વર સાથે જોડાયેલો રહેવાથી કાર ટ્રેક થઈ શકે છે. ઓફિસ અને મા-બાપના ફોનને પણ આ સર્વર સાથે જોડવામાં આવે છે.
|