શબ્દોનું સ્કેનંિગ
QUICK
અંગ્રેજી શબ્દોએ પોતાના મૂળ અર્થ બદલ્યા હોય એ શ્રેણીમાં આ શબ્દનો પણ સમાવેશ થાય છે. ક્વીક એટલે જીવિત વસ્તુ-સજીવ એવો અર્થ થતો હતો. તેરમી સદી સુધી તો ક્વીકનો અર્થ મરણ પામેલ વ્યક્તિ નહીં એવો જ થતો હતો. પ્રાગ્ ઐતિહાસિક યુગમાં જર્મન ભાષાના kwikwaz
શબ્દનો ઈન્ડો યુરોપિયન ભાષામાં ફુલ ઓફ લાઈફ એવો અર્થ થતો હતો. રેસમાં દોડતા ઘોડા માટે સૌપ્રથમ વખત ક્વીક રનર એવો અર્થ થતો હતો. ધીમે ધીમે અચાનક કે ઝડપથી ઘટતી ઘટના માટે આ શબ્દ વપરાવા લાગ્યો. આમ, સજીવને બદલે ઝડપી એવો અર્થ ક્રમશઃ વપરાવા લાગ્યો.
અળંબો
સામાન્ય રીતે અળંબો એ ઓળંબો તરીકે બોલાય છે. અને કડિયા-સુથાર સીધ માપવા માટે આ ઓજાર વાપરે છે. પરંતુ આ એક જાતની ફૂગ જેવી વનસ્પતિ પણ છે. બિલાડીનો ટોપ,કૂતરાનો કાન, ચોમાસામાં જમીન,લાકડું કે બીજી કોઇ વસ્તુને સડો લાગતાં તેની ઉપર આ વનસ્પતિ થાય છે. તે ઉકરડા,સડેલા પદાર્થ અને કહોવાયેલા છાણ ઉપર વધારે પ્રમાણમાં ઉગે છે. તેના બે પ્રકાર હોય છે. (૧) વિષારી, (૨) સારો. અળંબો ખાવાથી કેફ ચડે અને પેટ પણ ફૂલે. તેનાં બીયાં ઘણાં ઝીણાં હોય છે. અને તે શીતબળ વધારનાર,રેચક, ત્રિદોષકારક, અને વીર્ય વધારનાર ગણાય છે. તેની ભાજી સારી થાય છે.
|