home page
ગુજરાત
રાષ્ટ્રીય
આંતરરાષ્ટ્રીય
વ્યાપાર
રમત ગમત
મનોરંજન
આજનું ભવિષ્ય
ફોટો ગેલેરી
લગ્ન વિષયક
પૂર્તિ
તંત્રીને પત્ર
અવસાન નોંઘ
આજ નું કાર્ટુન
પ્રથમ પાનું > પૂર્તિ

સેલિબ્રીટી કોર્નર

સૌંદર્ય રજનીકાંત...

૧૦ મીલીયન ડોલરના ખર્ચે બની રહેલી ભારતની પ્રથમ થ્રી-ડી એનીમેશન ફિ્‌લ્મ બનાવનાર કોણ છે, તેની ખબર છે ? તેનું નામ છે સૌંદર્ય રજનીકાંત. બોલીવુડમાં સૌથી વઘુ પૈસા લેતા અભિનેતા રજનીકાંતની બે દિકરીમાંથી સૌંદર્ય નાની દિકરી છે. ૨૩ વર્ષની ઉંમરે ભારતની સૌથી મોટી એનીમેશન ફિલ્મ સૌંદર્ય બનાવે તે ખરેખર ગૌરવની વાત છે. આ ફિલ્મમાં એનીમેશન હિરો રજનીકાંત છે. સૌંદર્યની મમ્મી લત્તા પણ આ પ્રોજેક્ટમાં રસ લે છે. આ કુટુંબ માટે એનીમેશનનો આ પ્રોજેક્ટ ખૂબ મહત્વનો છે, આખું કુટુંબ બેલ્જીયમ જઈ આવ્યું છે અને તેની પાછળ ખઈ-ખપૂચીને પડી ગયું છે. રજનીકાંતની લોકપ્રિયતાનો ઉપયોગ તેની દિકરી ઉઠાવે તેમાં ખોટું પણ શું છે ?! રજનીકાંત પોતે ફિલ્મની સાથે સાથે રાજકારણમાં છે. હવેની ચૂંટણીઓમાં તે સારો દેખાવ કરશે એમ મનાય છે. રજનીકાંતનું સેટીંગ ઘણું સારું છે. એનીમેશન ફિલ્મોમાં સૌંદર્ય છવાઈ જાય તે માટે રજનીકાંત તન-મન-ધનથી સહાય કરશે.

રધુનો ધુરકાટ...

તમે કોઈ એવો ટીવી રીયાલીટી શૉ જોયો છે કે જેના જજ થોડા સૌમ્ય અને પોલાઈટ હોય !! લગભગ બધા જ રીયાલીટી શૉના જજ બોલવામાં તડ્‌-ફડ્‌ અને રફ હોય છે. આ લોકો સ્વભાવે એવા નથી હોતા પણ ટીવી-શૉનું ટીઆરપી રેટીંગ વધારવા તેમને રફ બનવાના નાટક કરવા પડે છે. આશ્ચર્યની વાત તો એ છે કે ટીવી જોતા નવા જનરેશનને રફ એન્ડ ટફ્‌ જજ ખૂબ પસંદ પડે છે. જે છે એ કહેવાનું, થોડું પણ સુગરકોટેડ નહીં, એ ટ્રેન્ડ શરૂઆતમાં લોકોને ગળે નહોતો ઉતરતો પરંતુ હવે બધાને આવા જજ કોઠે પડી ગયા છે.

તમે અનુ મલીક ને જુઓ, કે જાવેદ અખતરને જુઓ કે આલીશા ચીનોઈને જુઓ બધા જ ચોખ્ખે-ચોખ્ખું બોલનારા છે. જોકે આજકાલ રિયાલીટી શૉમાં ટફ અને સ્પષ્ટ બોલનારામાં સૌથી વઘુ લોકપ્રિય એમટીવી રોડીસ વાળો રધુ છે. રધુની સાથે નિખીલ હોય છે. આ બંને પાર્ટીસીપન્ટને એટલું બઘું ટોર્ચર કરે છે કે બિચ્ચારો જુઠ્ઠું બોલી શકતો નથી. નવી જનરેશન આવા રધુ જેવા જજને એટલા માટે સ્વીકારે છે કે તેમના મતે રોજ જુઠ્ઠું સ્મિત આપવાનું, જુઠ્ઠું બોલવાનું, નભાવતું હોય તો પણ ભાવે એમ કહેવાનું વગેરે કારણોસર આપણી આસપાસ જૂઠ્ઠી માયાજાળ રચાઈ જાય છે. આવા સમયે તેને સાચું બોલવું અને સાચું સાંભળવું ગમે છે. આવા રિલાલીટી શૉ જોવાથી લોકો આઉટ સ્પોકન બને છે. અમેરિકન આઈડોલના જજ સિમોન કોવેલને સાંભળવા ગમે એવા છે. તે પોતાનો સ્પષ્ટ અભિપ્રાય એટલી સરળ રીતે આપે છે કે પાર્ટીસીપન્ટને ખોટું પણ ના લાગે !! આપણે ત્યાં કેટલાક જજ પોતે બહુ બાહોશ છે એમ સમજીને અભિપ્રાય આપે છે. હકીકત તો એ હોય છે કે તેમના પ્રોફેશનલ ક્ષેત્રમાં તેઓ નિષ્ફળ હોય છે. ટીવી કંપની તરફથી રફ બનવા માટેના તેમને પૈસા મળતા હોય છે...

જોકે એમટીવીના રીયાલીટી શૉ એ યુવાવર્ગમાં બિન્દાસ્ત બોલવાળું વાતાવરણ ઉભું કર્યું છે જજ રધુ પાર્ટીસીપન્ટને એવી રીતે સાણસામાં લે છે કે જે અંતે ટપો-ટપ બઘું બોલવા લાગે છે. આ એક એવો ક્રેઝી શૉ છે જે યુવાનોમાં લોકપ્રિય બન્યો છે.... તાજેતરમાં એક પાર્ટીસીપન્ટે રધુને પૂછ્‌યું કે હુ આર યુ ટુ ગાઈડમી.... જવાબ મળ્યો.... તેરા બાપ !! આવા પ્રશ્નો અને જવાબો પર યુવાનો આફ્રીન છે...

સલમાન રશદી એટલે...

સલમાન રશદી કોણ ?? ઓલો બુકર પ્રાઈસવીનર કે સેતાનીક વર્સીસ ફેઈમ કે જેને ખતમ કરી નાખવાનો ફતવો આજે પણ ઉભો છે તે કે તેની દિકરીની ઉંમરની પદ્‌માલક્ષ્મી સાથે લગ્ન કરનાર કે બૉલીવુડની સેકન્ડ કેડરની હિરોઈનોના સંપર્કમાં રહેનાર ??... એટલું ચોક્કસ છે કે સલમાન રશદી સેતાનીક વર્સીસના કારણે પ્રખ્યાત થયા હતા. દુનિયા ભરમાં તેમને ધિક્કારનારાઓ હતા. ૮-૧૦ વર્ષ સુધી ભૂગર્ભમાં રહ્યા પછી બહાર આવનાર સલમાન રશદીની લગ્નની ભૂખ ઉઘડી હતી. પદ્‌મા લક્ષ્મી સાથે છૂટા પડ્યા બાદ પડેલી ખાલીજગામાં રશદી કોને પ્રવેશ આપશે તે ચર્ચાનો વિષય બન્યો છે. મુંબઈમાં ઉદ્યોગપતિ ગોદરેજ કુટુંબ રશદીને આમંત્રીને મુસ્લિમ સંગઠનોમાં વિરોધનો સામનો કરી રહ્યું છે. પરંતુ રશદી અને અભિનેત્રી રીયાસેન વચ્ચે કંઈક રંધાયું હોવાની અફવા બોલીવુડમાં ચગી હતી. આ અફવાનું ખંડન થાય-ના-થાય સુધીમાં તો એવી અફવા વહેતી થઈ હતી કે રશદી અને અભિનેત્રી મુનમુન સેન વચ્ચે મિત્રતા ફરી ખીલી ઉઠી છે.

આટલા મોટા લેખક પાસે શીખવા જેવું શું છે ?! તેમના પુસ્તક કરતાં તેમના લફરાંની સ્ટોરી વઘુ આવે છે. એક સમય હતો કે સલમાન રશદીનું નામ સેતાનીક વર્સીસના કારણે વગોવાયું હતુ, ત્યારબાદ આયતોલ્લાહ ખેમોનીએ રશદીને ખતમ કરી નાખવાનો ફતવો બહાર પાડ્યો ત્યારે બદનામ થયું હતું અને હવે એક વુમનાઈઝર તરીકે ખરડાઈ રહ્યું છે.

દિલ મળ્યા પછી... શાદી ક્યા ચીજ હૈ ??

ફ્રાંસના પ્રમુખ નિકોલસ સરકોઝીની સાથે તેમની પ્રેમિકા કાર્લા બૂ્રની ૨૬મી જાન્યુઆરીએ ના આવી એટલે સત્તાવાળાઓનો કહેવાતો પ્રોટોકોલ સચવાઈ રહ્યો છે. પરંતુ બૂ્રની આવત તો તેને જોવા લોકોની ભીડ થાત તેમાં શંકાને સ્થાન નથી. બૂ્રની વિશે અત્યાર સુધીમાં ઘણું છપાઈ ગયું છે એટલે એવું પણ બનત કે સરકોઝી કરતાં બૂ્રનીને વઘુ માન મળત બને તે છવાઈ જાત. આશ્ચર્યની વાત તો એ છે કે આ બંને પાત્રો પરણ્યા નથી છતાં તેમના વિશે ઘણું લખાયું છે અને તેમને પતિ-પત્ની તરીકે સ્વિકારી પણ લેવાયા છે. આવા ઘણાં કપલ છે કે જેમને લગ્નના લેબલની જરૂર નથી પડી, જ્યારે કેટલાંકે લાંબો સમય સાથે રહ્યા બાદ લગ્ન કર્યા છે. ભારતમાં આવા જ એક પાવર-કપલનું નામ એમજીઆર અને જયલલિથા હતું. જયલલિથાને રાજકારણમાં લાવનાર એમ.જી. રામચંદ્રન હતા. પોતાના કરતાં ૩૧ વર્ષ મોટા એમજીઆરની સાથે જયલલિથા ફર્યા કરતી હતી. હર્યું-ભર્યું લગ્ન જીવન જીવતા એમજીઆરની સાથે સતત રહેતી જયલલિથાને એમજીઆર બધી જ ફિલ્મોમાં મેઈન હિરોઈન બનાવતા હતા. જોકે તેમ છતાં બંને ક્યારેય સત્તાવાર ‘કપલ’ તરીકે ક્યાંય હાજર રહ્યા નહોતા. જાહેર કાર્યક્રમોમાં એમજીઆર તેમની પત્નિને સાથે લઈને જતા હતા. ૧૯૮૭માં જ્યારે એમજીઆરનું અવસાન થયું ત્યારે તેમની પત્નિ જાનકીના ટેકેદારોએ જયલલિથાનું અપમાન કર્યું હતું. જોકે આજે જયલલિથા એ એમજીઆરના રાજકીય વારસદાર બની ચૂક્યા છે.

બ્રિટનમાં પ્રિન્સેસ ડાયનાના અનેક લફરાંઓ વચ્ચે પ્રિન્સચાર્લ્સના કેમીલા સાથેના સંબંધો ઢંકાઈ ગયા હતા. ડાયના જાહેરમાં કહેતી હતી કે મારા લગ્નજીવનમાં ભંગાણ પડાવનાર કેમીલા છે. બ્રિટનના અખબારોના અહેવાલો અનુસાર ડાયના એક વાર એક શોપંિગ મૉલમાં કેમીલા પર બ્રેડના ટુકડા માર્યા હતા. ડાયના સુંદર હતી, પણ તેના લફરાંથી લોકો નારાજ હતા. ડાયનાના મૃત્યુ પછી કેમીલા સત્તાવાર રીતે ચાર્લ્સના જીવનમાં પ્રવેશ્યા હતાં.

હોલીવુડનું ટોચનું કપલ બ્રાડ પીટ અને એન્જેલીના જોલી ચાર સંતાનો સાથે સત્તાવાર લગ્ન વિના રહે છે.... આ બંને એ તાજેતરમાં ભારતની મુલાકાત પણ લીધી હતી. તેમના બોડી ગાર્ડ અને ફોટોગ્રાફરો વચ્ચે ઝપાઝપી પણ થઈ હતી. જોકે કોઈએ તેમના બીનસત્તાવાર સંબંધો અંગે કોઈ વાંધો ઉઠાવ્યો નહોતો. પ્રાચીન પુરાણોના સમયની વાત કરીએ તો રાધા અને કૃષ્ણની પૅરને ભૂલવી ના જોઈએ. ભક્તિભાવથી તેમની પૂજા કરાય છે. હકીકત એ પણ છે કે રાધાએ પ્રેમના પ્રતીક સમાન છે. પરંતુ કૃષ્ણ ક્યારેય રૂકમણી કે સત્યભામા સાથે પૂજાયા નથી.

Copyright   © Gujarat Samachar