કુકંિગ વિથ તરલા દલાલ
સ્પ્રાઉટ્સ અને જ્યૂસ
એક સમયે ફણગાવેલા કઠોળ અને લીલી ભાજીને ઘાસપુસ કહીને તે ખાનારની ઠેકડી ઉડાડવામાં આવતી હતી. પરંતુ આજે હૃદયરોગ, બ્લડપ્રેશર અને ડાયાબિટીઝના વધતા જતાં પ્રમાણ સામે ચેતવણી આપતાં ડોક્ટરો ફણગાવેલા કઠોેળ અને ફળોના રસને લેવાનું ખાસ સૂચન કરે છે. સ્પ્રાઉટ્સમાં કેલેરી ઓછી હોય છે. પોષકતત્વોથી ભરપૂર ફણગાવેલા કઠોળનું પાચન પણ સહેલાઈથી થઈ જાય છે. કઠોળમાં ફણગાં ફૂટે છે ત્યારે તેમાં પોષક તત્વોનું પ્રમાણ સારું એવું વધી જાય છે. ફણગાં ફૂટતાં ચરબીનું ફેટ્ટી એસિડમાં, કાર્બોહાઈડ્રેટ, પ્રોટીનનું શર્કરા અને એમિનો એસિડમાં તથા ખનીજતત્વોનું શરીરમાં સહેલાઈથી શોષાઈ જાય તેવા તત્વોમાં રૂપાંતર થાય છે અને વિટામીનનું પ્રમાણ પણ ખૂબ જ વધી જાય છે.
તે જ પ્રમાણે પ્રત્યેક વયની વ્યક્તિ માટે જ્યૂસ પોષણક્ષમ આહારનો ઉત્તમ પર્યાય સાબિત થઈ શકે છે. વ્યસ્ત જીવનશૈલીમાં ફળો અને શાકભાજીના રસોના મિશ્રણમાંથી બનાવવામાં આવેલોર ‘ટેસ્ટી જ્યૂસ’ ઉતાવળે કરવામાં આવતાં ભોજનમાં રહેલી ખામીને સરભર કરે છે.
રેડ ચણા સ્ટયુ
તૈયારીનો સમય ઃ ૧૦ મિનિટ
બનાવવાનો સમય ઃ ૩૫ મિનિટ
માત્રા ઃ ૪ વ્યક્તિ માટે
સામગ્રી ઃ
૧/૨ કપ લાલ ચણા ફણગાવેલા
૨ ચમચી તેલ
૧ લવંિગ
૧ ટુકડો તજ
૧/૪ ચમચી રાઈ
૧/૪ ચમચી જીરુ
એક ચપટી હંિગ
૬ થી ૮ લીમડાના પાન
૧/૨ ચમચી આદુ-મરચાંની પેસ્ટ
૧/૪ ચમચી હળદર
૧/૨ ચમચી લાલ મરચાંની ભૂકી
૨ ચમચી ગોળ
મીઠું સ્વાદાનુસાર
પીરસતી વખત
૨ ચમચી લીંબુનો રસ
ઉપરથી સજાવવા માટે
૧ ચમચો કોથમીર બારીક સમારેલી
રીત ઃ (૧) પ્રેશરકૂકરમાં ચણા અને ૪ કપ પાણી નાંખી ઢાંકણ બંધ કરી ૪ થી ૫ સીટી વગાડો
(૨) ચણા બફાઈ જાય એટલે ગાળીને પ્રવાહી અને ચણાને અલગ અલગ કરો.
(૩) એક વાસણમાં તેલ ગરમ કરી તેમાં રાઈ, જીરુ, લવંિગ અને તજ નાંખો.
(૪) તે તતડી જાય એટલે લીમડા પાન નાંખો.
(૫) તેમાં ચણામાંથી છૂટું પાડેલું પ્રવાહી, ૧/૨ કપ પાણી, આદુ-મરચાંની પેસ્ટ, હળદર, લાલ મરચાંની ભૂકી, ગોળ અને મીઠું નાંખી ૧૫ મિનિટ ઉકાળો. પછી ગેસ પરથી ઉતારો.
(૬) પીરસતાં પૂર્વે લીંબુનો રસ અને કોથમીર નાંખો.
* આને ચણાનું ઓસામણ પણ કહી શકાય. આમાં માત્ર પાણીનો જ ઉપયોગ કરવામાં આવે છે. બાફેલા ચણાને નીચે આપેલી પેશાવરી ચણાની રેસિપીમાં ઉપયોગમાં લઈ શકાય. ઉપર જણાવેલી રીત પ્રમાણે મગ, મઠ કે અન્ય કોઈપણ ફણગાવેલા કઠોળનું ઓસામણ બનાવી શકાય.
પેશાવરી ચણા
તૈયારીનો સમય ઃ ૧૦ મિનિટ
બનાવવાનો સમય ઃ ૨૦ મિનિટ
માત્રા ઃ ૪ વ્યક્તિ માટે
સામગ્રી ૧ ચમચી દાડમના સુકવેલા દાણા, ૨ ચમચી તેલ, ૧/૪ કપ કાંદા બારીક સમારેલા, ૧ મોટી એલચી, ૧ ટુકડો તજ, ૧/૨ કપ ટામેટા બારીક સમારેલા, ૧ ચમચી આદું વાટેલું, ૨ ચમચી લીલા મરચાં વાટેલા, ૨ ચમચી ધાણાનો પાઉડર, ૧ ચમચી લાલ મરચાંની ભૂકી, ૨ ચમચી છોલે મસાલો, ૧ કપ બાફેલા લાલ ચણા, મીઠું સ્વાદાનુસાર
ઉપરથી સજાવવા માટે
૨ ચમચી કોથમીર બારીક સમારેલી
રીત ઃ (૧) દાડમના દાણાને તવા પર થોડી સેંકડ શેકો, આ દાણા ઠંડા થાય એટલે મિક્સરમાં વાટીને ભૂકો કરો.
(૨) એક કઢાઈમાં તેલ ગરમ કરી કાંદા નાંખી સાંતળો.
(૩) તેમાં દાડમના દાણાનો ભૂકો, તજ,એલચી, નાંખી સાંતળો એટલે કાંદા ડાર્ક બ્રાઉન રંગના થશે.
(૪) તેમાં ટામેટા અને વાટેલા આદુ-મરચાં નાંખી ૩ થી ૪ મિનિટ સાંતળો.
(૫) તેમાં ધાણાનો પાઉડર, લાલ મરચાંની ભૂકી, છોલે મસાલો અને ૨ ચમચા પાણી નાંખી સરખી રીતે મિક્સ કરો. ટામેટા એકદમ ચડી જાય અને તેલ છૂટું પડે ત્યાં સુધી સાંતળો.
(૬) તેમાં બાફેલા ચણા અને મીઠું નાંખી સરખી રીતે મિક્સ કરી ૨ મિનિટ હલાવો પછી ગેસ પરથી ઉતારી લો. ઉપરથી કોથમીર નાંખી ગરમ ગરમ પીરસો.
સ્પ્રાઉટેડ મેથી વીથ ફ્રૂટી ડ્રેસીંગ
તૈયારીનો સમય ઃ ૧૫ મિનિટ
માત્રા ઃ ૪ વ્યક્તિ માટે
સામગ્રી ઃ
ફ્રૂટી ડ્રેસીંગની
૧/૨ કપ પપૈયાના ચોરસ ટુકડા
૧/૪ કપ જાડુ દહીં વલોવેલું
અન્ય સામગ્રી ઃ
૧/૪ કપ મેથીના દાણા ફણગાવેલા
૧/૨ કપ સફરજનના ચોરસ ટુકડા (છાલ સાથે)
૧/૪ કપ દાડમના દાણા
૧/૨ કપ પાલક સમારેલી
મીઠું સ્વાદાનુસાર
રીત ઃ ફ્રૂટી ડ્રેસીંગ માટે
(૧) બધી સામગ્રીને મિક્સરમાં એકરસ કરો.
(૨) ફ્રિઝમાં મૂકી જરૂર પ્રમાણે ઉપયોગમાં લો.
આગળની રીત ઃ
(૧) તમામ સામગ્રીને એક બાઉલમાં મિક્સ કરી ફ્રિઝમાં ઠંડી થવા મૂકો.
(૨) પીરસતાં પૂર્વે તેમાં ડ્રેસીંગ મિક્સ કરો. તરત જ પીરસો.
ઈન્સ્ટન્ટ એન્રઝાઈઝર જ્યૂસ
માત્રા ઃ ૨ નાના ગ્લાસ બનશે
સામગ્રી ઃ ૩ મઘ્યમ કદના ગાજરના ટુકડા (છાલ સાથે), ૧ મઘ્યમ કદનાં સફરજનના ટુકડા (છાલ સાથે), ૨ થી ૩ સિલેરી સ્ટીક સમારેલી(ઈચ્છાનુસાર), ૧ નાના સંતરાની ચીરીઓ, બરફનો ચૂરો ઉપરથી નાંખવા
રીત ઃ (૧) તમામ સામગ્રીને મિક્સરમાં એકરસ કરો. જરૂર પડે તો થોડું પાણી ઉમેરો. (૨) ગળણી અથવા મસલીનના કપડાંથી આ જ્યુસનેે ગાળો.(૩) ૨ ગ્લાસમાં થોડો બરફનો ચૂરો ઉમેરી ઉપરથી જ્યુસ રેડો. તાત્કાલિક પીરસો.
પાવર બીવરેજ
માત્રા ઃ ૨ નાના ગ્લાસ બનશે.
સામગ્રી ઃ ૧ મઘ્યમ કદના પેરના ચોરસ ટુકડા (છાલ સાથે)
૨ મોટી સ્લાઈસ અનાનસ
૧/૪ કપ કાળી દ્રાક્ષ
થોડો બરફનો ચૂરો ઉપરથી નાંખવા
રીત ઃ (૧) તમામ સામગ્રીને મિક્સરમાં એકરસ કરો. જરૂર પડે તો થોડું પાણી ઉમેરો. (૨) ગળણી અથવા મસલીનના કપડાંથી આ જ્યુસને ગાળો.(૩) ૨ ગ્લાસમાં થોડો બરફનો ચૂરો ઉમેરી ઉપરથી જ્યૂસ રેડો. તાત્કાલિક પીરસો
બીટ ટ્રીટ
માત્રા ઃ ૨ નાના ગ્લાસ બનશે.
સામગ્રી ઃ
૪ મઘ્યમ કદના ગાજરના ચોરસ ટુકડા (છાલ સાથે)
૧ મઘ્યમ કદનાં બીટરૂટના ચોરસ ટુકડા (છાલ સાથે)
૧ મઘ્યમ કદના સફરજનના ચોરસ ટુકડા (છાલ સાથે)
થોડો બરફનો ચૂરો પીરસતી વખતે
રીત ઃ
(૧) તમામ સામગ્રીને મિક્સરમાં એકરસ કરો. જરૂર પડે તો થોડું પાણી ઉમેરો.
(૨) ગળણી અથવા મસલીનના કપડાંથી આ જ્યૂસને ગાળો.
(૩) બે ગ્લાસમાં થોડો બરફનો ચૂરો નાંખો અને તેના પર જ્યૂસ રેડો.
તાત્કાલિક પીરસો.
|