home page
ગુજરાત
રાષ્ટ્રીય
આંતરરાષ્ટ્રીય
વ્યાપાર
રમત ગમત
મનોરંજન
આજનું ભવિષ્ય
ફોટો ગેલેરી
લગ્ન વિષયક
પૂર્તિ
તંત્રીને પત્ર
અવસાન નોંઘ
આજ નું કાર્ટુન
પ્રથમ પાનું > રમત ગમત >

સંક્ષિપ્ત સમાચાર

દેવલ લાઠીગરા મેન ઓફ ધ મેચ

ટ્‌વેન્ટી-૨૦ ટુર્નામેન્ટ નિસા ફિનિક્સ ચેમ્પિયન

અમદાવાદ, શનિવાર

એમ.જી.સાયન્સ કોલેજના ગ્રાઉન્ડ પર રમાયેલી નિસા ફિનિક્સ ટ્‌વેન્ટી-૨૦ ટુર્નામેન્ટમાં નિસા ફિનિકસ સ્ટારલેટ્‌સ ટીમે સિપ્રા સીસીને ફાઈનલમાં હરાવીને ચેમ્પિયનશીપ મેળવી હતી. સ્કોર ઃ નિસા ફિનિક્સ ઇલેવન ૬ વિકેટે ૧૭૧ (દેવાંગ ખત્રી ૪૩ બોલમાં નવ ચોગ્ગા સાથે ૫૮ રન, રાકેશ મકવાણા ચાર ચોગ્ગા, બે છગ્ગા સાથે ૩૪ બોલમાં ૪૮, અનિલ પટેલ ૩૧, સલિલ યાદવ ૨૬ રનમાં ૪ વિકેટ હેટટ્રીક). જીત્યુ વિરૂઘ્ધ સિપ્રા સીસી ૧૪૧ ઓલ આઉટ (રાહુલ પરમાર ૫૧, સોહમ દેસાઈ ૨૨, દેવલ લાઠીગરા અને નિરજ પટેલની ૩-૩ અને હિતેશ મજમુદારની ૨ વિકેટ)

મેન ઓફ ધ મેચ દેવલ લાઠીગરા, સીરીઝ દેવાંગ ખત્રી રહ્યા હતા.

ફ્રી સ્કેટંિગમાં બ્રોન્ઝ મેડલ

નેશનલ સ્કેટંિગમાં સોહાની શાહને ગોલ્ડ મેડલ

અમદાવાદ, શનિવાર

વિશાખાપટ્ટનમમાં યોજાયેલી નેશનલ રોલર સ્કેટંિગ ચેમ્પિયનશીપમાં માઉન્ટ કાર્મેલ સ્કુલની સોહાની શાહે ફિગર સ્કેટંિગમાં નેશનલ ટાઈટલ જીતતા ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. જ્યારે ફ્રી સ્કેટંિગમાં ૮થી ૧૦ વર્ષના વયજુથમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. નવ જ વર્ષની સોહાનીએ પ્રથમ વખત જ નેશનલ ટુર્નામેન્ટમાં ભાગ લેતા આ સિઘ્ધી મેળવી હતી.

Copyright   © Gujarat Samachar