(પીટીઆઈ) મેલબોર્ન, તા. ૨
ઓસ્ટ્રેલિયા સામે ભારતને મળેલા શરમજનક પરાજય માટે કેપ્ટન ધોનીએ ક્રિકેટરોના બેજવાબદાર પ્રદર્શનને કારણભૂત ગણાવ્યું છે. ધોનીએ જણાવ્યું કે, અમે બધા નિરાશ છીએ. જોકે વન-ડે જંગ પર આ પરાજયની અસર નહીં પડે. અમે નવેસરથી હકારાત્મક શરૂઆત કરીશું.
ટ્વેન્ટી-૨૦ની વર્લ્ડ ચેમ્પિયન ભારતની ટીમ માત્ર ૧૭.૩ ઓવરમાં ૭૪ રને ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારતીય કેપ્ટન ધોનીએ કહ્યું કે, આજે અમારા માટે ટેસ્ટનું પરિણામ જ ઉત્સાહપૂર્વક રહ્યું હતું. ટીમમાં ૧૧ ખેલાડીઓ હતા અને બધાની જવાબદારી હતી. અમારા કેટલાક ક્રિકેટરો તેમની પ્રતિભા મુજબનું પ્રદર્શન કરી ન શક્યા તેના કારણે અમારે મેચ ગુમાવવી પડી હતી.ધોનીએ જણાવ્યું કે, ટ્વેન્ટી-૨૦ના પરાજયની કોઈ અસર વન-ડે શ્રેણી પર પડશે નહીં. અમે હકારાત્મકતા સાથે શ્રેણીનો પ્રારંભ કરીશું.