home page
ગુજરાત
રાષ્ટ્રીય
આંતરરાષ્ટ્રીય
વ્યાપાર
રમત ગમત
મનોરંજન
આજનું ભવિષ્ય
ફોટો ગેલેરી
લગ્ન વિષયક
પૂર્તિ
તંત્રીને પત્ર
અવસાન નોંઘ
આજ નું કાર્ટુન
પ્રથમ પાનું > રમત ગમત >

બ્રિસ્બેનમાં વરસાદની આગાહી ઃપોન્ટીંગ, હેડન અને યુવરાજરમવા માટે શંકાસ્પદ
આજે ત્રિકોણીય જંગની પ્રથમ વન ડેમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ટક્કર

બ્રિસ્બેન, તા. ૨

ચાર ટેસ્ટની શ્રેમી, એક ટ્‌વેન્ટી-૨૦ મેચ બાદ આવતીકાલથી અહીં ભારત, ઓસ્ટ્રેલિયા અને શ્રીલંકા વચ્ચે ત્રિકોણીય જંગનો પ્રારંભ થવાનો છે. પ્રથમ મેચમાં કાલે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ટક્કર થવાની છે. ભારતીય સમય પ્રમાણે આ ડે-નાઇટ મેચનું સવારે૮.૪૫થી જીવંત પ્રસારણ થવાનું છે. આજે અહીં દિવસ દરમ્યાન વાદળછાયું વાતાવરણ અને વરસાદ પડયો હતો. હજુ પણ તેની આગાહી છે.

ટ્‌વેન્ટી-૨૦માં જીત્યા પછી ઓસ્ટ્રેલિયા વઘુ જુસ્સામાં ભારતીય સમય પ્રમાણે સવારે ૮.૪૫થી જીવંત પ્રસારણ

ભારત ટેસ્ટ શ્રેણીમાં ૨-૧થી હાર્યું હતું છતાં નૈતિક વિજય મળ્યો હોય તેમ તેઓની પ્રતિષ્ઠામાં વધારો થયો હતો પણ ગઇકાલે મેલબોર્નમાં રમાયેલી ટ્‌વેન્ટી-૨૦ મેચમાં વર્લ્ડ ચેમ્પિયન ભારતને નાલેશીજનક પરાજય આપીને ઓસ્ટ્રેલિયાએ નિર્ણાયક સમયે જ આત્મવિશ્વાસ મેળવી લીધો છે. આ પરાજય બાદ ભારત થોડી પીછેહઠ સાથે ઉતરશે.

જો કે ટેસ્ટ એ ટ્‌વેન્ટી-૨૦ના ફોરમેટ કરતા વન ડેનો એપ્રોચ અને શૈલી જુદી જ હોઈ તુલના કરવી યોગ્ય નથી. ખરેખર તો છેલ્લા વર્ષમાં બંને વચ્ચે તમામ સ્તરનું ક્રિકેટ સારી માત્રામાં રમાયું છે. બંને એકબીજાની ખુબીઓ અને ખામીઓ જાણે છે.

ભારત ઓસ્ટ્રેલિયા સામે તેની વન ડેના વર્લ્ડ ચેમ્પિયનની વિશ્વની નંબર વન ટીમના હાઉ સાથે તો નહી જ ઉતરે તેટલું સ્પષ્ટ થઇ ચુક્યું છે.

ભારતની ટીમમાં દ્રવિડ, ગાંગુલીનો આ વન ડે ટુર્નામેન્ટની ટીમ માટે સમાવેશ નહીં થયો હોઈ ક્રિકેટ ચાહકો અને વિવેચકો મિશ્ર પ્રત્યાઘાત પડ્યા છે. જો કે તેંડુલકર જોરદાર ફોર્મ અને આત્મવિશ્વાસ સાથે રમતો હોઈ સૌથી સિનિયર ખેલાડી તરીકે સ્થાન જાળવી શક્યો છે.

ટેસ્ટ શ્રેણી નહીં રમેલા અને માત્ર વન ડે શ્રેણી રમતા જ ભારતીય ખેલાડીઓ હજુ આ અઠવાડિયે જ આવ્યા છે તેઓને ઓસ્ટ્રેલિયન વાતાવરણ અને પીચમાં સેટ થતા સમય લાગશે જે ટ્‌વેન્ટી-૨૦માં જોઈ શકાયું.

જો કે તેંડુલકર ઉપરાંત આખરી ટેસ્ટમાં ભારતને ઉગારતી આક્રમક સદી ફટકારનાર સેહવાગ, પઠાણ, દિનેશ કાર્તિક, ધોની હરભજન અને ઇશાંત શર્મા ટેસ્ટ શ્રેણી દરમ્યાન પણ હોઈ ઓસ્ટ્રેલિયા કંડીશનથી સેટ થઇ ગયા છે.

યુવરાજ હજુ ફિટ નહીં થયો હોઈ ભારતને તેનો ફટકો પહોંચશે તો બીજી તરફ ઓસ્ટ્રેલિયાની ટીમમાં પોન્ટીંગ અને હેડન જેવા અતિ મહત્ત્વના ખેલાડી હજુ અનફીટ હોઈ રમશે કે નહીં તે અનિશ્ચિત હોઈ તેમના કેમ્પમાં પણ ચંિતા છે.

ભારતની ટીમ ઃ તેંડુલકર, સેહવાગ, ગંભીર, ડી. કાર્તિક, ઉથપ્પા, ધોની (કેપ્ટન, વિકેટકિપર), રૈના, પઠાણ, હરભજન, શ્રીસંત, ઇશાંત શર્મા, પ્રવિણકુમાર, મુનાફ પટેલ, ચાવલા, શર્મા, તિવારી.

ઓસ્ટ્રેલિયાની ટીમ ઃ ગિલક્રીસ્ટ, હેડન, પોન્ટીંગ (કેપ્ટન), માઇકલ ક્લાર્ક, (વાઇસ કેપ્ટન), સાયમન્ડસ, હસી, હેડીન, હોપ્સ, લી, બ્રેકન, જોહન્સન, હોગ, નોફ્‌ફે, વોજીસ, સ્ટુઅર્ટ ક્લાર્ક.

Copyright   © Gujarat Samachar