home page
ગુજરાત
રાષ્ટ્રીય
આંતરરાષ્ટ્રીય
વ્યાપાર
રમત ગમત
મનોરંજન
આજનું ભવિષ્ય
ફોટો ગેલેરી
લગ્ન વિષયક
પૂર્તિ
તંત્રીને પત્ર
અવસાન નોંઘ
આજ નું કાર્ટુન
ર્લ્લસી ઁચયી > Picture gallery

શનિવારે વર્લ્ડ વેટલેન્ડ ડે હતો. સમગ્ર વિશ્વમાં જ્યારે લીલા વિસ્તારોનું નિકંદન નીકળતું જાય છે ત્યારે વેટલેન્ડ વિસ્તારો પણ ખતરાથી બહાર નથી. ગુજરાતમાં ગણ્યાગાંઠયા વેટલેન્ડો છે જેમાં કડી તાલુકાનું થોળ તળાવ પક્ષી અભયારણ્ય મોખરે છે. ઉપરની તસ્વીર રમણીય થોળ તળાવની છે જેમાં વચ્ચેના બેટ પર અસંખ્ય વિદેશી પંખીઓએ ધામા નાખ્યા છે. આમા ફ્લેમીંગો, પેલીકન્સ, પેઇન્ટેડ સ્ટોર્કસ, સ્પુનબીલ, કોમન ફ્રેન, બાર હેડેડ ગુઝ, પીંટેલ, કોમન ફુટ અને કીંગફીશરનો સમાવેશ થાય છે. પક્ષીઓની સૌથી વઘુ જાતિઓ થોળ તળાવમાં ઉતરે છે. અસંખ્ય વૃક્ષોથી ઘેરાયેલ થોળ તળાવની પર્યાવરણીય જાળવણી પણ ખુબજ મહત્વની છે. (તસ્વીરઃ ગૌતમ મહેતા)

અમદાવાદના આઈ.આઈ.એણ.માં શુક્રવારથી શરૂ થયેલ કેએસનશા-૨૦૦૮માં ડાન્સ કોરીયોગ્રાફીની રાષ્ટ્રીય સ્પર્ધા યોજાઈ હતી. જેમાં બીઝનેસ મેનેજમેન્ટ અને ઈર્ન્ફોમેશન ટેકનોલોજીના વિદ્યાર્થીઓએ વિવિધ ફાર્મેશનો રજુ કર્યા હતા અને ડાન્સની કોરીઓગ્રાફીની સ્કીલ દર્શાવી હતી. કેટલાક વિદ્યાર્થીઓએ તો બહુ અઘરા ફોર્મેશનો બનાવ્યા હતા. (તસ્વીર ઃ ગૌતમ મહેતા)

હાઇટેક યુગમાં કમ્પ્યુટર અને મોબાઇલના લીધે એક ક્રાંતિ સર્જાઇ છે. પરંતુ ઇ-ટેકનોલોજીના આ સાધનોને દેવોની ભાષા એટલે કે સંસ્કૃતમાં શું કહેવાય છે એ તમને ખબર છે? કદાચ નહીં હોય. કમ્પ્યુટરને સંસ્કૃતમાં સંગ્ડ્ળકમ કહેવાય છે, જ્યારે મોબાઇલને જગ્ડ્મદૂરવાણી કહેવાય છે ! આપણે દુનિયાને જે ભાષા આપી છે, એના શબ્દોની જાણકારીના અભાવે કોઇને આ શબ્દોની જાણ નહીં હોય. પરંતુ ઘણા સંસ્કૃતપ્રેમીઓ આજે પણ દેવભાષાને જીવંત રાખવા મથી રહ્યા છે. અમદાવાદના આશ્રમ રોડ પર આવેલી એચ.કે. આટ્ર્સ કોલેજમાં ‘સંસ્કૃત પ્રચાર-પ્રસાર અને પ્રદર્શન’નું આયોજન થયું હતું. આ સંસ્કૃત પ્રદર્શનમાં દૈનિક વ્યવહારમાં ઉપયોગમાં આવતી તમામ ચીજવસ્તુઓ જેમ કે કમ્પ્યુટર, મોબાઇલ વગેરેના સંસ્કૃત નામ લોકો સમક્ષ મૂકાયા હતા. (તસ્વીર- સુરેશ મિસ્ત્રી)

કમ્બોડિયાના સહેલો ગામના આ ૭ વર્ષીય ઉઓમ સામ્બાથને ૧૬ ફૂટ લાંબા અજગર સાથે ખૂબ જ જૂની મિત્રતા છે. ૧૦૦ કિલોગ્રામ વજનની આ માદા અજગર સામ્બાથ એકાદ વર્ષનો હતો ત્યારથી તેની સાથે જ રહે છે.

ન્યુયોર્કમાં યોજાયેલા એક ટીવી ડ્રામા શ્રેણી ‘લીપસ્ટીક જંગલ’ના પ્રિમિયર શોમાં અભિનેત્રીઓ લિન્ડસે પ્રાઇસ (ડાબે) બુ્રક શિલ્ડસ (વચ્ચે) અને કિમ હેવર ઉપસ્થિત રહી હતી.
ચીનમાં ભારે બરફવર્ષાને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયું છે અને વાહનવ્યવહાર પણ ખોરવાયો છે. મઘ્ય ચીનમાં ફરી તીવ્ર બરફ વર્ષાની આગાહી થવાથી લોકો વઘુ નાસીપાસ થવા માંડયા હતાં. ગુઆંગજાઉ રેલવે સ્ટેશને પ્રવાસીઓની પ્રચંડ મેદની ટ્રેનની રાહ જોઇ રહી હતી.

Copyright   © 2000-2002, Gujarat Samachar