|
મઘ્ય-પૂર્વમાં ઇન્ટરનેટના વઘુ એક કેબલને નુકસાન
(પી.ટી.આઇ.) નવી દિલ્હી, તા. ૨
ઇજીપ્ત પાસે દરિયાની નીચેના બે કેબલો કપાઇ ગયા બાદ ફ્લેગ ટેલીકોમ કંપનીના બીજા ઇન્ટરનેટ કેબલ ફાલ્કનને પણ ગઇકાલે મઘ્યપૂર્વ વિસ્તારમાં નુકસાન થયું છે પરંતુ તેના પર આપણા દેશના કોઇ ઇન્ટરનેટ ટ્રાફિકનું વહન થતું ન હોવાથી તેની અસર ભારતની ઇન્ટરનેટ સેવાઓ પર થશે નહી.
દેશમા ઇન્ટરનેટ સેવા પર અસર નહિ પડે
સંયુક્ત આરબ અમીરાત (યુએઇ) અને ઓમાન વચ્ચે દુબઇથી ૬૫ કિલોમીટરના અંતરે આ કેબલ કપાયો છે તેમ જણાવીને કંપનીએ ઉમેર્યું હતું કે પૂર્વાયોજીત પુનઃસ્થાપના સેવા હેઠળના ગ્રાહકોની સેવાઓને પૂર્વવત સ્થિતિમાં લાવવા માટેની વ્યવસ્થા કંપની કરી રહી છે.
રીપેરીંગ માટે એક ટીમ વહાણમાં રવાના થઇ છે જે થોડા દિવસોમાં તે સ્થળે પહોંચી જશે અને કેબલનું રીપેરીંગ કરતા ૧૦-૧૨ દિવસ થશે તેમ કંપનીએ જણાવ્યું હતું.
|