home page
ગુજરાત
રાષ્ટ્રીય
આંતરરાષ્ટ્રીય
વ્યાપાર
રમત ગમત
મનોરંજન
આજનું ભવિષ્ય
ફોટો ગેલેરી
લગ્ન વિષયક
પૂર્તિ
તંત્રીને પત્ર
અવસાન નોંઘ
આજ નું કાર્ટુન
પ્રથમ પાનું > રાષ્ટ્રીય >

રાજ ઠાકરેની ધરપકડ કરવાની પાસવાનની માગણી

(પી.ટી.આઇ.) નવી દિલ્હી, તા. ૨

મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (એમએનએસ)ના નેતા રાજ ઠાકરે પર એલજેપીના નેતા રામવિલાસ પાસવાને બિહાર અને ઉત્તરપ્રદેશના લોકોની ધાર્મિક લાગણીઓ દુભવવાનો આક્ષેપ કર્યો છે. કેન્દ્રીય પ્રધાન પાસવાને સમાજના ભાગલા પડાવવાના આક્ષેપસર રાજ ઠાકરેની તાત્કાલીક ધરપકડ કરવાની માગણી કરી હતી.

મહારાષ્ટ્ર નિર્માણ સેના ધર્મના આધારે અનામતના ભાગલા પાડી રહ્યા હોવાનો આક્ષેપ

ઉત્તર ભારતના લોકો દ્વારા મહારાષ્ટ્રમાં ઉજવાતો ઉત્તર ભારતીય દિવસ અને ‘છઠ્ઠની પૂજા’ની વિધિનો રાજ ઠાકરેએ તાજેતરમાં વિરોધ કર્યો હતો. આ વિરોધના સંદર્ભમાં પાસવાને જણાવ્યું હતું, ‘ધર્મને નામે સમાજના ભાગલા રાષ્ટ્રીય એકતા માટે ખતરારૂપ છે.’ શિવસેના પક્ષ ધર્મને નામે ભાગલા પાડવાનો પ્રયાસ કરતી હોવાનો આક્ષેપ તેમણે કર્યો હતો.

પાસવાને રાજધાનીમાં ઠાકરેની સામે વિરોધ પ્રદર્શન યોજ્યું હતું અને તેમની તાત્કાલીક ધરપકડની માગણી કરી હતી.

પાસવાને કહ્યું હતું કે, કોઈ પણ વ્યક્તિએ કોઈની પણ ધાર્મિક શ્રદ્ધાની બાબતમાં દખલગીરી કરવી જોઈએ નહિ.

પાસવાને એવો પ્રશ્ન પણ ઉપસ્થિત કર્યો હતો કે રાજ ઠાકરે દિલ્હીમાં હોય તો શું તેઓ ગણેશ ચતુર્થી ઉજવશે નહિ ? તેમણે એવી માગણી કરી હતી કે મહારાષ્ટ્ર સરકારે ઠાકરે વિરૂદ્ધ કેસ દાખલ કરીને તેમની ધરપકડ કરવી જોઈએ. કોંગ્રેસે પણ ઠાકરેના ‘અત્યંત વખોડવાપાત્ર’ વિધાન બદલ ઠાકરેએ માફી માગવી જોઈએ તેવી માગણી કરી હતી.

પાસવાને દલિત મુસ્લિમો અને દલિત ખ્રિસ્તીઓના અનામતની માંગણી કરતા કહ્યું હતું કે, આ માટે બંધારણમાં સુધારો થવો જોઈએ. તેમણે ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન માયાવતી સામે આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, એલજેપી દલિતોના ક્વોટાની માંગણી માટે પાંચમી ફેબુ્રઆરીએ રાજ્યના બધા જીલ્લાની મુખ્ય કાર્યાલયો પર વિરોધ પ્રદર્શનો યોજાશે.

Copyright   © Gujarat Samachar