home page
ગુજરાત
રાષ્ટ્રીય
આંતરરાષ્ટ્રીય
વ્યાપાર
રમત ગમત
મનોરંજન
આજનું ભવિષ્ય
ફોટો ગેલેરી
લગ્ન વિષયક
પૂર્તિ
તંત્રીને પત્ર
અવસાન નોંઘ
આજ નું કાર્ટુન
પ્રથમ પાનું > આંતરરાષ્ટ્રીય >

વાઈની દવા લેનારાઓ આપઘાત તરફ વળતા હોવાની ચેતવણી

(એ.એફ.પી.) વૉશંિગ્ટન, તા. ૨

અમેરિકામાં તબીબી ઔષધોની સલામતીના નિયામકે ડોક્ટરોને એવી ચેતવણી આપી હતી કે વાઇ, સખત શિરદર્દ (માઇગ્રેન) અને આવી બીજી સ્થિતિઓની સારવારને કારણે દર્દીને આત્મઘાતી વિચારો આવે અને તે એવું વર્તન કરે તેનું જોખમ વધી જાય છે.

અમેરિકાની ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશનના મતે આ દવાના સ્થાને વૈકલ્પિક સારવાર વઘુ સલામત

વાઇ (એપિલેપ્સી) વિરોધી ઔષધો લેનાર દર્દી માટે પ્લેસીયો સારવાર લેનારા દર્દીની તુલનામાં આત્મઘાતી વિચારો અને વર્તનનું જોખમ બેવડું છે તેમ અમેરિકાના ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (એફડીએ) પોતાની વેબસાઇટ પર એક નિવેદનમાં જણાવ્યુ હતું.

આમ દવા લેનાર દર ૧૦૦૦ દર્દીઓમાંથી બેને આ આડઅસરો લાગુ પડે છે તેમ એફડીએએ જણાવ્યું હતું.

‘‘એન્ટિએપિલેક્ટિક દવાઓની પેદાશો પર આ માહિતીની યોગ્ય રીતે જાણી શકાય તેવા લેવલંિગ માટે એફડીએ દવા ઉત્પાદકો સાથે રહીને કાર્ય કરશે.’’ તેમ આ નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું.

એફડીએએ ૨૦૦૫થી પછી વાઇવિરોધી દવાઓની અસર અંગે થયેલા ૨૦૦ અભ્યાસોને લક્ષમાં લઈને આ નિવેદન કર્યું હતું તેમ વેબસાઇટ પર જણાવવામાં આવ્યું હતું.

સંશોધકોએ વાઇવિરોધી ઔષધો લેતાં ૨૭,૮૬૩ અને પ્લેસીઓ સારવાર લેતા ૧૬,૦૨૯ દર્દીઓનો અભ્યાસમાં સમાવેશ કર્યો હતો. આમાંથી પહેલી સારવાર લેનારા ચાર દર્દીઓએ આપઘાત કર્યો હતો પરંતુ બીજી સારવાર લેનારાઓના આપઘાતનો એક પણ કેસ નોંધાયો નહોતો.

Copyright   © Gujarat Samachar