home page
ગુજરાત
રાષ્ટ્રીય
આંતરરાષ્ટ્રીય
વ્યાપાર
રમત ગમત
મનોરંજન
આજનું ભવિષ્ય
ફોટો ગેલેરી
લગ્ન વિષયક
પૂર્તિ
તંત્રીને પત્ર
અવસાન નોંઘ
આજ નું કાર્ટુન
પ્રથમ પાનું > આંતરરાષ્ટ્રીય >

ફ્રાન્સના પ્રમુખ સારકોઝીએ પ્રેમિકા કાર્લા બુ્રની સાથે લગ્ન કરી લીધાં

(એપી) પેરિસ, તા. ૨

ફ્રાંસના પ્રમુખ નિકોલસ સાર્કોગીએ આજે તેમની મિત્ર અને ભૂતપૂર્વ સુપરમોડલ કાર્લા બુ્રની સાથે લગ્ન કરી લીધાં હતાં. એલાયસી પેલેસમાં યોજાયેલા આ લગ્નની વિધિ એક ખ્રિસ્તી મેયરે કરાવી હતી.

સારકોઝીએ ત્રીજી વાર લગ્ન કર્યા ઃ બુ્રનીનું નામ અગાઉ મીક જેગર, એરિક ક્લેપ્ટન, ડોનાલ્ડ ટ્રમ્ય જેવી હસ્તીઓ સાથે જોડાઈ ચૂક્યું છે

‘કન્યાએ શ્વેત વસ્ત્રો પહેર્યાં હતાં અને તે હંમેશની જેમ ખૂબ સુંદર દેખાતી હતી અને વરરાજા પણ સારા દેખાતા હતા’ તેમ મેયર ફ્રાંસ્પા લેબેલે ‘યુરોપ વન રેડિયો’ને કહ્યું હતું.

૫૩ વર્ષના સાર્કોગી અને ૪૦ વર્ષનાં બુ્રનીનાં લગ્ન એલાયસી પેલેસમાં તેમનાં નજીકનાં સગાં અને મિત્રોની હાજરીમાં થયાં હતાં તેમ જણાવીને લાબેલે ઉમેર્યું હતું કે લગ્નવિધિ વરવહુ બંનેની ઉભરાતી લાગણીઓની વચ્ચે સાદાઇથી પૂરી કરવામાં આવી હતી. ફ્રેન્ચ કાયદા પ્રમાણે દંપતિએ લગ્નને કાયદેસર બનાવવા મેયરની હાજરીમાં લગ્ન કરવાં પડે છે. અખબારોના અહેવાલો પ્રમાણે ગયા ઓક્ટોબરમાં સાર્કોઝીએ તેમનાં બીજાં પત્ની સેસિલિયા સાથે છૂટાછેડા લીધા તે પછી તેઓ બુ્રનીને નવેમ્બરમાં મળ્યાં હતાં અને પેરિસમાં ડીઝનીલેન્ડની મુલાકાતે ગયાં ત્યારે તેમની વચ્ચેનો સંબંધ જાહેર થયો હતો.

પોતાના ખાનગી જીવન વિશેની સાર્કોઝીની નિખાલસતાને કારણે ઘણા ફ્રેન્ચો આશ્ચર્ય પામ્યા હતા કારણ કે રાજકારણીઓ સામાન્ય રીતે પોતાનું પ્રેમજીવન ગુપ્ત રાખતા હોય છે. સાર્કોઝીએ પોતાના લગ્નની તારીખ જાહેર કરવાનો ઇન્કાર કર્યો હતો.

જો કે પ્રમુખની કચેરીએ આ વિશે કોઈ પણ ટીકા કરવાનો ઇન્કાર કર્યો હતો. તેમ ફ્રેંચ રેડિયો આરટીએલે જણાવ્યું હતું.

બુ્રની ઇટાલીના એક ધનાઢ્ય કુટુંબની વારસ છે અને ૧૯૯૦ના દાયકામાં તેણે મોડલ તરીકેની સફળ કારકિર્દી પછી બેલાડ ગાયિકા તરીકે નામના મેળવી હતી. આ અગાઉ રોક સ્ટારો મિક જેગર અને એરિક ક્લેપ્ટન તથા અમેરિકામાં મોટી મીડિયા કંપનીના માલિક ડોનાલ્ડ ટ્રમ્પ સાથેના તેના સંબંધના અહેવાલો પણ આવ્યા હતા.

થોડા સમય પહેલાં તેણે એક ઇટાલિયન સામયિકને જણાવ્યું હતું, ‘એક જ પતિની વ્યવસ્થા મને સખત કંટાળો આવે છે.’

સાર્કોનીએ ગયા મહિને એક પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે બુ્રની સાથેનો મારો સંબંધ ગંભીર છે. તેમની પહેલી પત્ની મેરી-દોમિનિક કુલીઓલીથી તેમને બે પુત્રો પિયર (૨૨ વર્ષ) અને ઝયાં (૨૧) અને બીજી પત્ની સેલિલિયાથી દસ વર્ષનો પુત્ર લુઇ છે.

Copyright   © Gujarat Samachar