home page
ગુજરાત
રાષ્ટ્રીય
આંતરરાષ્ટ્રીય
વ્યાપાર
રમત ગમત
મનોરંજન
આજનું ભવિષ્ય
ફોટો ગેલેરી
લગ્ન વિષયક
પૂર્તિ
તંત્રીને પત્ર
અવસાન નોંઘ
આજ નું કાર્ટુન
પ્રથમ પાનું > ગુજરાત >

ખેડા જિલ્લામાં અકસ્માતની પાંચ ઘટનામાં ૧૫ને ઈજા

નડિયાદ

ખેડા જિલ્લામાં પાંચ અકસ્માતોના જુદા જુદા બનાવોમાં પંદર વ્યક્તિઓને ઈજાઓ થઈ છે. જિલ્લાના વસો, ચકલાસી, લીંબાસી, મહેમદાવાદ તથા કપડવંજમાં અકસ્માતોની ફરીઆદ નોંધાઈ છે.

વસો, ચકલાસી, લીંબાસી, મહેમદાવાદ અને કપડવંજની ઘટનાઓ

કપડવંજ-નડિયાદ રોડ પર મહંમદપુરા નજીકથી એક અજાણ્યા રીક્ષાચાલકે તેની રીક્ષા બેફામ હંકારતાં કપડવંજના મુકુંદચંદ્ર નટવરલાલ શાહને ટક્કર વાગી હતી. આ કારણે રીક્ષા પલ્ટી ખાઈ ગઈ હતી. જેથી મુકુંદચંદ્ર તથા રીક્ષામાં બેઠેલ સાતથી આઠ વ્યક્તિઓને ઈજાઓ થઈ હતી. વસો નજીક પીજ રામોલ રોડ પર મહાદેવજીના મંદિર પાસેથી એક સ્કુટર ચાલક બેફામ રીતે જતો હતો ત્યારે દિલિપભાઈ પટેલ નામની વ્યક્તિની મોટરસાયકલને ટક્કર મારી હતી. આ ટક્કરને કારણે દિલિપભાઈને ઈજાઓ થઈ હતી. ચકલાસી તાબેના દેવકાપુરા ગામ પાસેથી મોટરસાયકલ નં.જીજે૭એક્યુ-૪૮૪૭ના ચાલકે પોતાની મોટરસાયકલ બેફામ ચલાવી પીયાગો રીક્ષાના પાછળના ભાગે ટક્કર વાગી હતી. જેને કારણે બે વ્યક્તિઓને ઈજાઓ થઈ હતી. આ અંગે કનુભાઈ સોઢાએ ફરીઆદ નોંધાવી છે. લીંબાસી નજીક કાનાવાડા-તારાપુર જવાના રોડ પર બામણગામ પાસેથી દિનેશભાઈ ખત્રી સાયકલ ઉપર જતા હતા ત્યારે એમ્બેસેડર નં. જીજે૭એજી-૫૮૦૪ના ચાલકે ટક્કર વાગતાં દિનેશભાઈને ઈજાઓ થઈ હતી. મહેમદાવાદ પાસેથી પસાર થતાં એક્સપ્રેસ હાઈવે રોડ પર રીલાયન્સ પેટ્રોલ પંપ પાસેથી ગોરધનભાઈ પરમાર તેમની ટ્રક લઈને જતા હતા ત્યારે હોન્ડા નં. ટીસીજીજે-ડબ્લ્યુ૧૦૭એ-૭૭૫૫ના ચાલકે ટક્કર મારતાં તેમને તથા અન્ય એક વ્યક્તિને ઈજા થઈ હતી. આ પાંચેય બનાવો અંગે પોલીસે ફરીઆદ નોંધી કાયદેસરની કાર્યવાહી આદરી છે.

Copyright   © Gujarat Samachar