|
કઠલાલ અને માતર તાલુકામાં ચિરંજીવી યોજના છતાં ડોકટરો લોકો પાસે પૈસા પડાવે છે
નડિયાદ
ખેડા જિલ્લાના કઠલાલ અને માતર તાલુકાઓમાં ખાનગી ડોક્ટરો દ્વારા ચિરંજીવી યોજના અંતર્ગત નાણાં ન લેવાના હોવા છતાં ભોળા ગ્રામ્ય વિસ્તારના નાગરિકો પાસે હજ્જારો રૂપિયા પડાવતા હોવાની ફરિયાદો ઉઠી છે. કઠલાલ નજીકના ભાણેરની બીપીએલ કાર્ડ ધારક એક મહિલા પાસે તાજેતરમાં જ કઠલાલના જ એક ડોક્ટરે પાંચ હજારથી વઘુ રકમ પડાવ્યાનો આક્ષેપ કરી આ મહિલાએ રાજ્ય સરકારમાં ફરિયાદ કરી છે.
ભાનેરની મહિલા પાસે એક ડોકટરે રૂપિયા ૫૦૦૦ પડાવતાં ફરિયાદ નોંધાઈ
પ્રાપ્ત વિગતો અનુસાર રાજ્ય સરકાર દ્વારા બાળ મૃત્યુદર ઘટે અને જન્મ આપનાર મહિલાઓનો પણ મૃૃત્યુદર ઘટે એ માટે ચિરંજીવી યોજના અને જનની સુરક્ષા યોજના બનાવી છે. આ યોજના અંતર્ગત ગ્રામ્ય વિસ્તારમાં પ્રસુતા માતાને જ્યાં ડીલીવરીની સગવડ ન હોય તેઓ નજીકમાં શહેરના ખાનગી નર્સંિગ હોમમાં ડીલીવરી માટે જાય તો ખાનગી નર્સંિગ હોમવાળાએ એક પણ પૈસો લેવાનો હોતો નથી. આવા તબીબને પરિવારજન વતી રાજ્ય સરકાર પ્રથમ બે ડિલીવરી વખતે અંદાજે ૧૭૫૦ રૂપિયા ચૂકવતીહોય છે.
આમ છતાં કઠલાલના એક ખાનગી નર્સંિગ હોમમાં એક મહિલા પાસે ૫,૩૦૦ રૂપિયા પડાવી લીધાનો આક્ષેપ થયો છે. કઠલાલ નજીકના ભાણેરમાં રહેતા દશરથભાઇ આત્મારામ રાવળ કહે છે કે તેમની દિકરી કૈલાસબેનને કઠલાલના ડૉ. તેજલબેનને ત્યાં દાખલ કર્યા હતા. કૈલાસબેનના લગ્ન કઠલાલ તાલુકાના દાંપટ ખાતે થયા હતા. તેઓ કહે છે,હું મજૂરી કરીને ગુજરાન ચલાવું છું. મારું કુટુંબ સરકારી યાદી અનુસાર બીપીએલ નં.૬૪૩૧૧૧૬૬૧/૧૧થી માન્યતા ધરાવું છું. તેઓ કહે છે કે અમને જ્યારે કૈલાસબેનને હોસ્પીટલમાં દાખલ કર્યા ત્યારે પહેલા કેસ ફી તથા સોનોગ્રાફી કહીને ૩૦૦ રૂપિયા, બાદમાં શીશી તથા દવા પેટે ૩૦૦૦ અને રજા આપતીવખતે ૨૦૦૦ રૂપિયા પડાવી લીધા હતા.
કૈલાસબેનના સગાઓએ એવો આક્ષેપ કર્યો છે કે અમે જ્યારે બ્લોક ઓફિસરનો સંપર્ક કર્યો હતો ત્યારે અમારી દવા બંધ કરી દીધી હતી. આ ઉપરાંત જો અમે પૈસા ના આપીએ તો પોલીસ કેસ કરીશ એવી ધમકી આપી હતી. તથા અમારી પુત્રવઘુકે જે પ્રસુતા હતી તેને એક રૂમમાં પૂરી દઇને માનસિક ત્રાસ આપ્યો હતો. આમ, મારી પાસે બીપીએલ કાર્ડ હોવા છતાં ચિરંજીવી યોજનાના સંચાલીકા ડૉક્ટર બહેને ધમકી આપીને ૫,૩૦૦ રૂપિયા પડાવી લીધા છે તેવો આક્ષેપ કર્યો છે.
આ અંગે તેઓએ જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા આરોગ્ય અધિકારી, જિલ્લા પંચાયતના પ્રમુખ તથા ગાંધીનગરમાં આરોગ્ય અને તબીબી સેવાના કમિશ્નરને લેખિતમાં ફરીઆદ કરી છે. આ અંગે નડિયાદમાં બ્લોક ઓફીસર ડૉ. વિપુલ અમીનનો સંપર્ક સાધતા બીપીએલ કાર્ડધારકોની પાસેથી ચંિરજીવી યોજના અંતર્ગત ડિલિવરીના કોઈ પૈસા ખાનગી ડોકટરે લેવાના હોતા નથી. આવા કિસ્સા બહાર આવશે તો તેવા ડોકટર સામે કાયદેસરની કાર્યવાહી કરાશે એમ તેમણે કહ્યું છે.
કઠલાલમાં સામુહિક આરોગ્ય કેન્દ્ર છે. પરંતુ ગાયેનિક વિભાગની જગ્યા ન ભરાતાં ગરીબ નાગરીકોને ખાનગી તબીબોને ત્યાં જવું પડે છે. ખેડા જિલ્લાના કઠલાલ તથા માતર તાલુકામાં કેટલાક ખાનગી ડોકટરો કે જેઓએ ચંિરજીવી યોજના અંતર્ગત ડીલીવરી માટે આવતા પેશેન્ટો પાસેથી કોઈ નાણાં લેવાના હોતા નથી છતાં પણ નાણાં પડાવતા હોવાની ફરીઆદો ઉઠી છે. કેટલાક ગ્રામજનો અજ્ઞાનતાને કારણે અથવા તો નૈતિક હંિમત ઓછી હોવાને કારણે લેખિત ફરીઆદ કરતાં નથી. આવી માનસિકતાનો લાભ ડોકટરો ઉઠાવતાં હોવાનું જિલ્લાના આરોગ્ય ખાતાના અંતરંગ વર્તુળોમાં ચર્ચાય છે.
|