home page
ગુજરાત
રાષ્ટ્રીય
આંતરરાષ્ટ્રીય
વ્યાપાર
રમત ગમત
મનોરંજન
આજનું ભવિષ્ય
ફોટો ગેલેરી
લગ્ન વિષયક
પૂર્તિ
તંત્રીને પત્ર
અવસાન નોંઘ
આજ નું કાર્ટુન
પ્રથમ પાનું > ગુજરાત >

ભાભરના રડકીયા ગામમાં લક્ષ્મી મેળવવા જતાં ૯૨હજારની મતા ગઇ

ભાભર,

બનાસકાંઠા જીલ્લાના સરહદી વિસ્તારમાં શિક્ષણનું પ્રમાણ ઓછું છે. પ્રજા અશિક્ષિત હોવાના લીધે અંધશ્રદ્ધાનું પ્રમાણ પણ વઘુ છે અંધશ્રઘ્ધાના લીધે છેતરામણના કિસ્સાઓ પણ વારંવાર બને છે. છતાંય લોભિયા હોય ત્યાં ઘુતારા ભુખે ન મરે કહેવતને આર્થિક કિસ્સોભાભર તાલુકાના સક્રય ગામે બનવા પામ્યો છે.

ઘરમાં રહેલી અઢળક લક્ષ્મી મેળવવા માટે વિધિ કરવાનું કહી માળા, વીંટીઓ તથા ૭૨૦૦૦ રોકડ લઇ પલાયન

ભાભર પોલિસ દ્વારા મળતી માહિતી પ્રમાણે તા. ૩-૧-૦૮થી તા.૨૫-૧-૦૮ દરમિયાન ભાભર તાલુકાના રડકીના ગામે પટેલ દશરથભાઇ રુપસીભાઇ (રહે. કડકી તા.ભાભર)ને પાંત્રિસેક વર્ષની ઉંમર ધરાવતાં મોહનભાઇ નાથાભાઇ એક છોકરાએ કહેલ કે તમારા ઘરમં અઢળક લક્ષ્મી છે.

અને આ લક્ષ્મી મેળવવા વિઘિ કરાવવી પડશે. તેવો વિશ્વાસ આપેલ. અંધશ્રદ્ધામાં દશરથભાઇ આવી જતાં રૂા. ૭૨૦૦ રોકડા તથા અડધા તોલાની સોનાની વીટી, ત્રણ તોલાની રામનવમી મળી કુલ રૂા.૯૨૦૦૦ની મત્તા લઇ મહોન નાથાભાઇ તથા તેન સાથેનો છોકરો પલાયન થતાં છેતરાયાનો અહેસાસ થતં પટેલ દશરથભાઇ રુપસીભાઇએ ભાભર પોલિસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલિસે ગુનો નોંધી તપાસ પરમાર ચલાવી રહ્યાં છે.

Copyright   © Gujarat Samachar