કડીનાં અલદેસણ ગામની ત્રણ બાળકોની માતા અચાનક ગુમ
કડી,
કડી તાલુકાના અલદેસણ ગામે ૨૦૦૭ની સાલમાં છાશવરે અખબારમાં પ્રેમ પ્રકરણની અવનવી ઘટનાઓને લઇને આખુ વર્ષ ચર્ચાને જોરે ચમકતું રહ્યું હતું. ત્યાં ૨૦૦૭ના વર્ષે વિદાય લેતાં ૨૦૦૮ના વર્ષના પ્રારંભે પણ આ ગામથી એક ૪૦ વર્ષની ત્રણ બાળકોની માતા નામે જશીબેન રાવળ પતિ તથા વ્હાલસોયા બાળકોને રઝળતાં મુકી કયાંક અજ્ઞાત સ્થળે ચાલી જતાં બાળકો માતા વગર સુના પડતાં આસુ સારી રહ્યાં છે. જયારે પતિ બેબાકળો બન અહીં તહીં પોતાની ગુમ થયેલી પત્નિને શોધવા ફાંફા મારી છેવટે કડી પોલિસ સ્ટેશને ફરિયાદ દર્જ કરાવી છે.
૪૦ વર્ષીય મહિલા જાણ કર્યા વગર અજ્ઞાત સ્થળે ચાલી જતાં બાળકો આંસુ સારતાં રહ્યાં
બનાવનાં આ ગામે કેમ જાણે ૨૦૦૭ની સાલ અવનવા પ્રેમ પ્રકરણના લફરા બીલાડીના ટોપની જેમ એક બે નહંિ પરંતુ ૨૦૦૭ની સાલમાં આ ગામે અસંખ્ય પ્રેમ પ્રકરણ અને તેમાં થયેલ ફરિયાદો તેમજ પ્રેમાલાપમાં અદાવત રાખી ખૂન પણ થવાની ઘટના આ ગામે ઘટવા પામી છે. જેમાં રહી જતું હોય તેમ આગામે ૪૦ વર્ષની ત્રણ બાળકોની માતા નામે રાવળ જશીબેન મંગળભાઇ તા.૩૦-૧-૦૮ના રોજ સાંજના પાંચેક વાગે વાડામાં ભેસોના ચાસ પૂરો નાખવાનું કહી વાડા તરફ ગઇ હતી. જયાંથી રાત પડવા છતાં પરત ન આવતાં તેના પતિ તેમજ બાળકોએ આસપાસના વાડાઓમાં તેમજ ગામમાં તપાસ આદરી હતી. છેવટે સવાર પડતાં ત્યાં ભારે શોધખોળ આદરતાં તેની કોઇ ભાળ ન મળતાં છેવટે તેનો પતિ હારી થાકી કડી પોલીસ સ્ટેશને દોડી આવી પોતાની પત્ની ગુમ થયાની ફરિયાદ દર્જ કરેાવી છે.